________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૬૭ અ.૧ આ. ૧. સૂત્ર ૩૦-૩૩, પૃ. ૧૪૧-૧૫૮. વિશ્વના સ્વરૂપ વિષયક ચિત્તનનું મૂળ ઋગ્વદથી પણ પ્રાચીન છે. આ ચિન્તનના ફળરૂપે વિવિધ દર્શનો ક્રમશઃ વિકસ્યાં અને સ્થપાયાં જે સંક્ષેપમાં પાંચ પ્રકારોમાં સમાઈ જાય છે – કેવલ નિત્યવાદ, કેવલ અનિત્યવાદ, પરિણામી નિત્યવાદ, નિત્યાનિત્ય ઉભયવાદ અને નિત્યાનિત્યાત્મકવાદ, કેવલ બ્રહ્મવાદી વેદાન્તી કેવલ નિત્યવાદી છે કારણ કે તેમના મતે અનિત્યત્વ આભાસિક માત્ર છે. મોદ્ધ ક્ષણિકવાદી હોવાથી કેવલ અનિત્યવાદી છે. સાંખ્યયોગાદિ ચેતનભિન્ન જગતને પરિણામી નિત્ય માને છે તેથી તેઓ પરિણામી નિત્યવાદી છે. ન્યાય-વૈશેષિક આદિ કેટલાક પદાર્થોને કેવળ નિત્ય અને કેટલાકને કેવળ અનિત્ય માનતા હોવાથી નિત્યાનિત્ય ઉભયવાદી છે. જૈનદર્શન બધા પદાર્થોને નિત્યાનિત્યાત્મક માનતું હોવાથી નિત્યાનિત્યાત્મકવાદી છે. નિત્યાનિત્યત્વવિષયક દાર્શનિકોના ઉક્ત સિદ્ધાન્તો શ્રુતિ અને આગમકાલીન તેમના પોતપોતાના ગ્રંથોમાં સ્પષ્ટપણે વર્ણવાયેલા મળે છે અને ઓછોવત્તો વિરોધી મન્તવ્યોનો પ્રતિવાદ પણ તેમનામાં જોવા મળે છે – સૂત્રકૃતાંગ, ૧.૧. ૧૫-૧૮. આ રીતે તર્કયુગ પહેલાં પણ વિશ્વના સ્વરૂપ અંગે નાના દર્શનો અને તેમનામાં પારસ્પરિક પક્ષ-પ્રતિપક્ષભાવ સ્થપાઈ ચૂક્યા હતા.
તર્કયુગના અર્થાત્ લગભગ બે હજાર વર્ષના દર્શન સાહિત્યમાં તે પારસ્પરિક પક્ષપ્રતિપક્ષભાવના આધાર ઉપર તે દર્શનો પોતપોતાનાં મન્તવ્યોનું સમર્થન અને વિરોધી મન્તવ્યોનું ખંડન વિશેષ-વિશેષ યુક્તિ-તર્ક દ્વારા કરતાં દેખાય છે. આ તર્કયુદ્ધના પરિણામે તર્કપ્રધાન દર્શનગ્રન્થોમાં આ નિરૂપણ બધા દાર્શનિકો માટે આવશ્યક બની ગયું કે પ્રમાણનિરૂપણ પછી પ્રમાણના વિષયનું સ્વરૂપ પોતપોતાની દૃષ્ટિએ દર્શાવવું. પોતાના મંતવ્યની કોઈ કસોટી રાખવી અને તે કસોટીને પોતાના જ પક્ષમાં લાગુ પાડી પોતાના પક્ષની યથાર્થતા સાબિત કરવી અને વિરોધી પક્ષોમાં તે કસોટીનો અભાવ દર્શાવી તે પક્ષોની અવાસ્તવિકતા સાબિત કરવી.
આચાર્ય હેમચન્ટે આ તકેયુગની શૈલીનું અનુકરણ કરીને પ્રસ્તુત ચાર સૂત્રોમાં પ્રમાણના વિષય તરીકે સમસ્ત વિશ્વ અંગેનો જૈનદર્શનસમ્મત સિદ્ધાન્ત, તેની કસોટી, અને તે કસોટીનો પોતાના પક્ષમાં જ સંભવ એ બધું દર્શાવ્યું છે. વસ્તુનું સ્વરૂપ દ્રવ્યપર્યાયાત્મકત્વ, નિત્યાનિત્યત્વ યા સદસદાત્મકત્વ આદિરૂપ જે આગમોમાં વિશેષ યુક્તિ, હેતુ યા કસોટી સિવાય વર્ણવાયેલું મળે છે (ભગવતી, શતક ૧ ઉદ્દેશ ૩; શતક
૧. પર્લ સત્ વિઝા વધાવતા ઋગ્વદ, અષ્ટ.૨. અ૩ વ.૨૩. મ. ૪૬. નાસદીયસૂક્ત,
ઋગ્વદ, ૧૦.૧૨૯. હિરણ્યગર્ભસૂક્ત, ઋગ્વદ, ૧૦.૧૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org