________________
૩૬૬
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
ગ્રંથોની બાબતમાં છે (સ્યાદ્વાદરત્નાકર, પૃ. ૩૮૧).
ખંડન કરતી વખતે આચાર્ય હેમચન્દ્ર કુમારિલસમ્મત અનુવાદભંગીનો નિર્દેશ કર્યો છે અને પેલા વ્યત્યયવાળા પાઠાન્તરનો પણ નિર્દેશ કર્યો છે.
પૃ. ૧૩૭ ‘અત્ર સંશયવિષય'
પૃ. ૧૩૭ ‘અથ સત્સંપ્રયોગ કૃત્તિ સતા' सम्प्रयोग इति उक्तम् ।
પૃ. ૧૩૭ ‘અથ પ્રતિ સયો' શાબરભાષ્ય, ૧.૧.૪.
'
પૃ. ૧૩૯ ‘શ્રોત્રાનિવૃત્તિ'.
સાંખ્ય પરંપરામાં પ્રત્યક્ષલક્ષણના મુખ્ય ત્રણ પ્રકાર છે. પહેલો પ્રકાર વિન્ધ્યવાસીના લક્ષણનો છે જેને વાચસ્પતિએ વાર્ષગણ્યના નામથી નિર્દિષ્ટ કર્યો છે તાત્પર્યટીકા, પૃ. ૧૫૫. બીજો પ્રકાર ઈશ્વરકૃષ્ણના લક્ષણનો છે (સાંખ્યકારિકા, ૫) અને ત્રીજો પ્રકાર સાંખ્યસૂત્રગત (સાંખ્યસૂત્ર, ૧.૮૯) લક્ષણનો છે.
શ્લોકવાર્તિક, પ્રત્યક્ષ. શ્લોક ૧૦,
भवदासेन हि सता
શ્લોકવાર્તિકન્યાયરત્નાકર, પ્રત્યક્ષ. શ્લોક ૩૯.
www.
Wande
Jain Education International
-
બૌદ્ધો, જૈનો અને નૈયાયિકોએ સાંખ્યના પ્રત્યક્ષલક્ષણનું ખંડન કર્યું છે. ધ્યાનમાં રાખવાની વાત એ છે કે વિન્ધ્યવાસીના લક્ષણનું ખંડન તો બધાએ કર્યું છે પરંતુ ઈશ્વરકૃષ્ણ જેવા પ્રાચીન સાંખ્યાચાર્યના લક્ષણનું ખંડન કેવળ જયન્તે જ કર્યું છે (ન્યાયમંજરી, પૃ. ૧૧૯) અને સાંખ્યસૂત્રગત લક્ષણનું ખંડન તો કોઈએ પણ કર્યું નથી.
-
બૌદ્ધોમાં પ્રથમ ખંડનકાર દિનાગ (પ્રમાણસમુચ્ચય, ૧.૨૭), નૈયાયિકોમાં પ્રથમ ખંડનકાર ઉદ્યોતકર (ન્યાયવાર્તિક, પૃ. ૪૩) અને જૈનોમાં પ્રથમ ખંડનકાર અકલંક (ન્યાયવિનિશ્ચય, ૧. ૧૬૫) જ જણાય છે.
આચાર્ય હેમચન્દ્રે સાંખ્યના લક્ષણખંડનમાં પૂર્વાચાર્યોનું અનુસરણ કર્યું છે પરંતુ તેમનું ખંડન ખાસ કરીને જયન્તકૃત (ન્યાયમંજરી, પૃ. ૧૦૯) ખંડનાનુસારી છે. જયન્તે જ વિન્ધ્યવાસી અને ઈશ્વરકૃષ્ણ બન્નેના લક્ષણપ્રકારોનું ખંડન કર્યું છે, હેમચન્દ્રે પણ જયન્તના શબ્દોમાં બન્ને લક્ષણોનું ખંડન કર્યું છે.
તુલના
પૃ. ૧૪૧ ‘પ્રમાળવિષય'. तत्र यस्येप्साजिहासाप्रयुक्तस्य प्रवृत्तिः स प्रमाता, स येनार्थं प्रमिणोति तत् प्रमाणम्, योऽर्थः प्रमीयते तत् प्रमेयम्, यत् अर्थविज्ञानं सा प्रमितिः, चतसृषु चैवंविधास्वर्थतत्त्वं પરિસમાપ્યતે। ન્યાયભાષ્ય, ૧.૧.૧.
―
For Private & Personal Use Only
www.jainelibrary.org