________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
મોટો સંગ્રહ આપણી સામે ઉપસ્થિત થાય છે.
-
આવું હોવા છતાં પણ આચાર્ય હેમચન્દ્રે તો માત્ર ધર્મકીર્તિને અભિમત (ન્યાયબિન્દુ, ૧.૫) કલ્પનાસ્વરૂપનો જેનો,સ્વીકાર અને સમર્થન શાન્તરક્ષિતે પણ (તત્ત્વસંગ્રહ, કારિકા ૧૨૧૪) કર્યું છે — જ ઉલ્લેખ પોતાના ખંડનગ્રંથમાં કર્યો છે, અન્ય કલ્પનાસ્વરૂપનો નથી કર્યો.
પૃ. ૧૩૫ ‘નિર્વિોત્તાન’
તત્ત્વસંગ્રહ, કારિકા ૧૩૦૬.
પૃ. ૧૩૭ ‘નૈમિનીયાતુ' મીમાંસાદર્શનમાં પ્રત્યક્ષ પ્રમાણના સ્વરૂપનો નિર્દેશ સૌ પ્રથમ જૈમિનીય(૧.૧.૪)સૂત્રમાં જ મળે છે. આ સૂત્ર ઉપર શાબરભાષ્ય ઉપરાંત અન્ય પણ વ્યાખ્યાઓ અને વૃત્તિઓ હતી. તેમાંથી ભવદાસની વ્યાખ્યા આ - શ્લોકવાર્તિકન્યાયરત્નાકરટીકા સૂત્રને પ્રત્યક્ષલક્ષણનું વિધાયક માનનારી હતી પ્રત્યક્ષ. શ્લોક ૧. બીજી કોઈ વ્યાખ્યા આ સૂત્રને વિધાયક નહિ પણ અનુવાદક માનનારી હતી શ્લોકવાર્તિક, પ્રત્યક્ષ, શ્લોક ૧૬. કોઈ વૃત્તિ એવી પણ હતી (શાબરભાષ્ય, ૧.૧.૫) જે આ સૂત્રના શાબ્દિક વિન્યાસમાં મતભેદ રાખીને પાઠાન્તર માનનારી હતી અર્થાત્ સૂત્રમાં જે સત્ અને તત્ શબ્દોનું ક્રમિક સ્થાન છે તેને બદલે તત્ અને સત્ શબ્દોનો વ્યત્યય માનતી હતી.
Jain Eng
―
કુમારિલે આ સૂત્રને લક્ષણના વિધાનરૂપ યા સ્વતન્ત્ર અનુવાદરૂપ માનનારા પૂર્વમતોનો નિરાસ કરીને પોતાની અનોખી રીતે છેવટે તે સૂત્રને અનુવાદરૂપ જ સ્થાપ્યું છે અને સાથે સાથે જ પેલા પાઠાન્તર માનનારા મતનો પણ નિરાસ કર્યો છે (શ્લોકવાર્તિક, પ્રત્યક્ષ, શ્લોક ૧-૩૯), જેમ પ્રભાકરે પોતાના બૃહતી ગ્રન્થમાં કર્યું છે તેમ. પ્રત્યક્ષલક્ષણ પરક પ્રસ્તુત જૈમિનીય સૂત્રનું ખંડન મીમાંસકભિન્ન વૈદિક, બૌદ્ધ અને જૈન બધા તાર્કિકોએ કર્યું છે. બૌદ્ધ પરંપરામાં સૌપ્રથમ ખંડન કરનાર દિનાગ (પ્રમાણસમુચ્ચય, ૧.૩૭) જણાય છે. તેમનું અનુસરણ શાન્તરક્ષિત વગેરેએ કર્યું છે. વૈદિક પરંપરામાં પ્રથમ ખંડન કરનાર ઉદ્યોતકર જ (ન્યાયવાર્તિક, પૃ. ૪૩) જણાય છે. વાચસ્પતિ તો ઉદ્યોતકરના ટીકાકાર જ છે (તાત્પર્યટીકા, પૃ. ૧૫૫) પરંતુ જયંતે (ન્યાયમંજરી, પૃ.૧૦૦) તેનું ખંડન વિસ્તારથી અને સ્વતંત્ર રીતે કર્યું છે. જૈન પરંપરામાં તેનું ખંડન કરનાર સૌપ્રથમ અકલંક યા વિદ્યાનન્દ (તત્ત્વાર્થશ્લોકવાર્તિક, પૃ. ૧૮૭ શ્લોક ૩૭) જણાય છે. અભયદેવ (સન્મતિટીકા, પૃ. ૫૩૪) આદિએ તેમનું જ અનુસરણ કર્યું છે. આચાર્ય હેમચન્દ્રે પોતાના પૂર્વવર્તી જૈન તાર્કિકોનું આ જૈમિનીય સૂત્રના ખંડનમાં જે અનુસરણ કર્યું છે તે જયન્તના ન્યાયમંજરીગત ખંડનભાગનું જ પ્રતિબિંબ માત્ર છે, આવું જ બીજા જૈન તાર્કિક
sation International
૩૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org