________________
૩૬૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા શાન્તરક્ષિત અને તેમના શિષ્ય કમલશીલ બન્નેની દષ્ટિમાં દિડૂનાગ અને ધર્મકીર્તિનું સમાન સ્થાન હતું. તેથી તેમણે બન્ને વિરોધી બૌદ્ધ તાર્કિક પક્ષોનો સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો.
બૌદ્ધતર તર્કગ્રંથોમાં ઉક્ત બન્ને બૌદ્ધ પરંપરાઓનું ખંડન મળે છે. ભામહના કાવ્યાલંકાર (૫.૬, પૃ. ૩૨) અને ઉદ્યોતકરના ન્યાયવાર્તિકમાં (૧.૧.૪, પૃ. ૪૧) દિડૂનાગીય પ્રત્યક્ષલક્ષણનો જ ઉલ્લેખ મળે છે પરંતુ ઉદ્યોતકર પછીના વાચસ્પતિ (તાત્પર્યટીકા, પૃ. ૧૫૪), જયન્ત (ન્યાયમંજરી, પૃ. ૫૨), શ્રીધર (કન્ટલી, પૃ. ૧૯૦) અને શાલિકનાથ (પ્રકરણપંચિકા, પૃ. ૪૭) વગેરે બધા પ્રસિદ્ધ વૈદિક વિદ્વાનોની કૃતિઓમાં ધર્મકીર્તીય પ્રત્યક્ષલક્ષણનો પૂર્વપક્ષ તરીકે ઉલ્લેખ છે.
જૈન આચાર્યોએ જે બૌદ્ધસમ્મત પ્રત્યક્ષલક્ષણનું ખંડન કર્યું છે તેમાં દિડૂનાગીય અને ધર્મકર્તાય બન્ને લક્ષણોનો નિર્દેશ અને પ્રતિવાદ મળે છે. સિદ્ધસેન દિવાકરની કૃતિ મનાતા ન્યાયાવતારમાં જૈન પરંપરાનુસારી પ્રમાણલક્ષણમાં જે બાધવર્જિતપદ (ન્યાયાવતાર, ૧) છે તે શું અક્ષપાદના (ન્યાયસૂત્ર, ૧.૧.૪) પ્રત્યક્ષલક્ષણગત અવ્યભિચારિપદનું પ્રતિબિંબ છે યા કુમારિકર્તક મનાતા તત્રાપૂર્વાર્થવિજ્ઞાન પ્રમાણે વાધવનતમ્' લક્ષણગત બાધવર્જિતપદની અનુકૃતિ છે યા ધર્મકીર્તીય (ન્યાયબિન્દુ, ૧.૪).અબ્રાન્તપદનું રૂપાન્તર છે યા સ્વયં દિવાકરનું મૌલિક ઉદ્દભાવન છે એ એક વિચારણીય પ્રશ્ન છે. જે હો તે, પરંતુ એ તો નિશ્ચિત જ છે કે આચાર્ય હેમચન્દ્રનું બૌદ્ધ પ્રત્યક્ષ વિષયક ખંડન ધર્મકર્તીય પરંપરાને નજરમાં રાખીને જ છે, દિનાગીય પરંપરાને નજરમાં રાખીને નથી.
પૃ. ૧૩૫ મિનાપ’ – બૌદ્ધ લક્ષણગત કલ્પનાપોઢાદમાં રહેલા કલ્પનાશબ્દના અર્થના સંબંધમાં ખુદ તાર્કિકોમાં અનેક ભિન્ન ભિન્ન મતો હતા જેનો કંઈક ખ્યાલ શાન્તરક્ષિતની તેની સાથે સંબંધ ધરાવતી વિસ્તૃત ચર્ચા (તત્ત્વસંગ્રહ, કારિકા ૧૨૧૪થી) ઉપરથી આવી શકે છે, અને અનેક વૈદિક અને જૈન તાર્કિક જેમણે બૌદ્ધ પક્ષનું ખંડન કર્યું છે તેમના વિસ્તૃત ઊહાપોહાત્મક ખંડનગ્રંથોમાંથી પણ કલ્પનાશબ્દના મનાતા અનેક અર્થોની જાણકારી મળે છે. ખાસ કરીને જ્યારે આપણે કેવળ ખંડનપ્રધાન ગ્રન્થ તત્ત્વોપપ્લવને (પૃ. ૪૧) દેખીએ છીએ ત્યારે તો કલ્પના શબ્દના પ્રચલિત અને સંભવિત લગભગ બધા અર્થો યા તદ્વિષયક મતોનો એક જબરો
૧. ન્યાયવાર્તિક, પૃ. ૪૧. તાત્પર્યટીકા, પૃ. ૧૫૩. કંદલી, પૃ. ૧૯૧.ન્યાયમંજરી, પૃ.૯૨-૯૫.
તત્ત્વાર્થશ્લોકવાર્તિક, પૃ. ૧૮૫. પ્રમેયકમલમાર્તડ, પૃ. ૧૮ B.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org