________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
उ६८ છે જેનો અર્થ થાય છે “પ્રાપ્તિયોગ્ય અર્થાત જેને અનેક અવસ્થાઓ પ્રાપ્ત થાય છે'. આમ અહીં વ્યાકરણના નિયમાનુસારની ઉક્ત ત્રણ પ્રકારની વ્યુત્પત્તિમાં લોક-શાસ્ત્રમાં પ્રસિદ્ધ દ્રવ્ય શબ્દના બધા અર્થોનો કોઈ ને કોઈ રીતે સમાવેશ થઈ જ જાય છે.
જો કે જૈન સાહિત્યમાં પણ લગભગ તે જ બધા અર્થોમાં પ્રયુક્ત દ્રવ્ય શબ્દ જોવા મળે છે તેમ છતાં દ્રવ્ય શબ્દના પ્રયોગની જૈન પરિપાટી અનેક અંશોમાં બીજાં બધાં શાસ્ત્રોથી ભિન્ન પણ છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ આદિ નિક્ષેપના પ્રસંગમાં (તત્ત્વાર્થસૂત્ર ૧.૫); દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આદિના પ્રસંગમાં (ભગવતી, શતક ૨ ઉદ્દેશ ૧); દ્રવ્યાર્થિકનય પર્યાયાર્થિકનયના પ્રસંગમાં (તત્ત્વાર્થભાષ્ય, ૫.૩૧); દ્રવ્યાચાર્ય (પંચાશક, ૬), ભાવાચાર્ય આદિના પ્રસંગમાં; દ્રવ્યકર્મ, ભાવકર્મ આદિના પ્રસંગમાં પ્રયુક્ત થયેલો દ્રવ્ય શબ્દ જૈન પરિભાષા અનુસાર ખાસ ખાસ અર્થનો બોધક છે જે અર્થ તદ્ધિત પ્રકરણસાધિત ભવ્ય - યોગ્ય - અર્થવાળા દ્રવ્ય શબ્દની બહુ નજીક છે અર્થાત તે બધા અર્થ ભવ્ય અર્થના ભિન્ન ભિન્ન રૂપાન્તર છે. વિશ્વના મૌલિક પદાર્થોના અર્થમાં પણ દ્રવ્ય શબ્દ જૈનદર્શનમાં મળે છે જેમકે જીવ, પુદ્ગલ આદિ છ દ્રવ્ય.
ન્યાય, વૈશેષિક વગેરે દર્શનોમાં (વૈશેષિકસૂત્ર, ૧.૧.૧૫) દ્રવ્ય શબ્દ ગુણકર્માધારના અર્થમાં પ્રસિદ્ધ છે જેમ કે પૃથ્વી,જલ આદિ નવ દ્રવ્ય. આ અર્થને લઈને પણ ઉત્તરાધ્યયન (૨૮.૬) જેવા પ્રાચીન આગમમાં દ્રવ્ય શબ્દ જૈનદર્શનસમ્મત છે દ્રવ્યોમાં લાગુ પાડવામાં આવેલો દેખાય છે. મહાભાષ્યકાર પતંજલિએ (પાતંજલ મહાભાષ્ય, પૃ. ૫૮) અનેક ભિન્ન ભિન્ન સ્થળે દ્રવ્ય શબ્દના અર્થની ચર્ચા કરી છે. તેમણે એક જગાએ કહ્યું છે કે ઘડાને તોડીને કુંડી અને કુંડીને તોડીને ઘડો બનાવવામાં આવે છે અને કટક, કુંડલ આદિ ભિન્ન ભિન્ન અલંકાર એકબીજાને તોડી એકબીજાને બદલે બનાવવામાં આવે છે તેમ છતાં તે બધી ભિન્નભિન્નકાલીન ભિન્ન ભિન્ન આકૃતિઓમાં જે માટી યા સુવર્ણ નામનું તત્ત્વ કાયમ રહે છે તે જ અનેક ભિન્ન ભિન્ન આકારોમાં સ્થિર રહેનારું તત્ત્વ દ્રવ્ય કહેવાય છે. દ્રવ્ય શબ્દની આ વ્યાખ્યા યોગસૂત્રના વ્યાસભાષ્યમાં (૩.૧૩) જેમની તેમ છે અને મીમાંસક કુમારિલે પણ તે જ વ્યાખ્યા લીધી છે (શ્લોકવાર્તિક, વનવાદ શ્લોક ૨૧-૨૨). પતંજલિએ બીજી જગાએ (પાતંજલ મહાભાષ્ય, ૪.૧.૩; ૫.૧.૧૧૯) ગુણસમુદાયને યા ગુણસન્દ્રાવને દ્રવ્ય કહેલ છે. આ વ્યાખ્યા બૌદ્ધ પ્રક્રિયામાં વિશેષ સંગત છે. જુદા જુદા ગુણોનો પ્રાદુર્ભાવ થતો રહેતો હોવા છતાં અર્થાત જૈન પરિભાષા અનુસાર પર્યાયોનો નવો નવો ઉત્પાદ થતો રહેતો હોવા છતાં પણ જેની મૌલિકતાનો નાશ થતો નથી તે દ્રવ્ય છે એવી સંક્ષિપ્ત વ્યાખ્યા પણ પતંજલિના મહાભાષ્યમાં (૫.૧.૧૧૯) છે. મહાભાષ્યપ્રસિદ્ધ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org