SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા જયંત આદિ વિદ્વાનોએ જ્યારે ઇન્દ્રિયોની સાંખ્યસમ્મત અગિયારની સંખ્યાનું બળપૂર્વક ખંડન કર્યું છે ત્યારે તેમણે કે અન્ય કોઈએ બૌદ્ધ અભિધર્મમાં પ્રસિદ્ધ ઇન્દ્રિયોની બાવીસની સંખ્યાનો પ્રતિષેધ યા ઉલ્લેખ સુદ્ધાં કેમ કર્યો નથી ? એ માનવાનું કોઈ કારણ નથી કે તેમણે કોઈ સંસ્કૃત અભિધર્મગ્રંથને જોયો ન હોય એવું લાગે છે કે બૌદ્ધ અભિધર્મપરંપરામાં પ્રત્યેક માનસશક્તિનો ઇન્દ્રિયપદથી નિર્દેશ કરવાની સાધારણ પ્રથા છે એમ વિચારીને જ તેમણે તે પરંપરાનો ઉલ્લેખ કર્યો નથી કે ખંડન કર્યું નથી. છ ઇન્દ્રિયોના શબ્દ, રૂપ, ગબ્ધ, રસ, સ્પર્શ આદિ પ્રતિનિયત વિષય ગ્રાહ્ય છે. એમાં તો બધાં દર્શનો એકમત છે પરંતુ ન્યાય-વૈશેષિકનો ઇન્દ્રિયોના દ્રવ્યગ્રાહત્વ અંગે અન્ય સૌની સાથે મતભેદ છે. બાકીનાં બધાં દર્શનો ઇન્દ્રિયોને ગુણગ્રાહક માનવા છતાં પણ ગુણ-દ્રવ્યનો અભેદ હોવાના કારણે છયે ઈન્દ્રિયોને દ્રવ્યગ્રાહક પણ માને છે જ્યારે ન્યાય-વૈશેષિક અને પૂર્વમીમાંસક એવું નથી માનતા. તેઓ કેવળ નેત્ર, સ્પર્શન અને મનને જ દ્રવ્યગ્રાહક કહે છે, અન્યને નહિ (મુક્તાવલી, કારિકા પ૩૫૬). આ મતભેદને આચાર્ય હેમચન્દ્રસ્પર્શ આદિ શબ્દોની કર્મ-ભાવપ્રધાન વ્યુત્પત્તિ બતાવીને વ્યક્ત કર્યો છે અને સાથે સાથે જ પોતાના પૂર્વગામી જૈનાચાર્યોનાં પગલે ચાલ્યા પણ છે. ઇન્દ્રિય-એકત્વવાદ અને નાનાત્વવાદની ચર્ચા દર્શનપરંપરાઓમાં બહુ જ પ્રાચીન છે – ન્યાયસૂત્ર, ૩.૧.૫૨. કોઈ ઇન્દ્રિયને એક જ માનીને નાના સ્થાનો દ્વારા તેનાં નાના કાર્યોનું સમર્થન કરે છે, જ્યારે બધા ઇન્દ્રિયનાનાત્વવાદી એ મતનું ખંડન કરીને કેવળ નાનાત્વવાદનું જ સમર્થન કરે છે. આચાર્ય હેમચન્ટે આ અંગે જૈન પ્રક્રિયાસુલભ અનેકાન્તદષ્ટિનો આશ્રય લઈને ઇન્દ્રિયોમાં પારસ્પરિક એકત્વ-નાનાત્વ ઉભયવાદનો સમન્વય કરીને પ્રાચીન જૈનાચાર્યોનું જ અનુસરણ કર્યું છે અને પ્રત્યેક એકાન્તવાદમાં પરસ્પર આપવામાં આવેલા દોષોનો પરિહાર પણ કર્યો છે. ઇન્દ્રિયોના સ્વામિત્વની વિચારણા પણ દર્શનોનો એક ખાસ વિષય છે. પરંતુ આ અંગે જેટલી અધિક અને વિસ્તૃત ચર્ચા જૈનદર્શનમાં મળે છે તેવી અન્ય દર્શનોમાં ક્યાંય દેખાતી નથી. તે બૌદ્ધ દર્શનમાં છે પરંતુ જૈનદર્શનના મુકાબલે અલ્પમાત્ર છે. १. कतमानि द्वाविंशतिः । चक्षुरिन्द्रियं श्रोत्रेन्द्रियं घ्राणेन्द्रियं जिह्वेन्द्रियं कायेन्द्रियं मन-इन्द्रियं स्त्रीन्द्रियं पुरुषेन्द्रियं जीवितेन्द्रियं सुखेन्द्रियं दुःखेन्द्रियं सौमनस्येन्द्रिय दौर्मनस्येन्द्रियं उपेक्षेन्द्रियं श्रद्धेन्द्रियं वीर्येन्द्रियं स्मृतीन्द्रियं समाधीन्द्रियं प्रज्ञेन्द्रियं अनाज्ञातमाज्ञास्यामीन्द्रियं आज्ञेन्द्रियं आज्ञातावीन्द्रियम् । ફુટાર્થી, પૃ. ૯૫. વિશુદ્ધિમન્ગો, પૃ. ૪૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy