________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૫૧ છે. તેમણે બુદ્ધઘોષની જેમ તે પદનો સ્વાભિપ્રેત તીર્થકર અર્થ નથી કર્યો. ન્યાયવૈિશેષિક જેવા ઈશ્વરકર્તુત્વવાદી કોઈ વૈદિક દર્શનના વિદ્વાને પોતાના ગ્રંથમાં આ નિરુક્તિને સ્થાન આપ્યું હોત તો કદાચ ઈન્દ્રપદનો ઈશ્વર અર્થ કરીને પણ નિરુક્તિને સંગત બનાવી હોત.
સાંખ્યમત અનુસાર ઇન્દ્રિયોનું ઉપાદાનકારણ અભિમાન છે. અભિમાન પ્રકૃતિજન્ય એક જાતનું સુમિ દ્રવ્ય જ છે (સાંખ્યકારિકા, ૨૫). આ જ મત વેદાન્તને પણ માન્ય છે. ન્યાયવૈશેષિકમતર નુસાર (ન્યાયસૂત્ર, ૧.૧.૧૨) ઇન્દ્રિયોનું કારણ પૃથ્વી વગેરે પાંચ બૂલે છે, આ ભૂતો જડ દ્રવ્ય છે. આ મત મીમાંસકોને પણ અભીષ્ટ છે. બૌદ્ધ મત અનુસાર પ્રસિદ્ધ પાંચ ઇન્દ્રિયો રૂપજન્ય હોવાથી રૂપ જ છે, રૂપ જડ દ્રવ્યવિશેષ છે. જૈન દર્શન પણ દ્રવ્યેન્દ્રિયોના અર્થાત્ પૂલ ઇન્દ્રિયોના કારણ તરીકે પુદ્ગલવિશેષને જ જણાવે છે, પુદ્ગલ જડ દ્રવ્યવિશેષ જ છે.
કર્ણશખુલી, અગિોલકકૃષ્ણસાર, ત્રિપુટિકા, જિલ્લા અને ચર્મરૂપ જે બાહ્ય આકારોને સાધારણ જન અનુક્રમે કર્ણ, નેત્ર, ઘાણ, રસન અને ત્વફ ઇન્દ્રિય કહે છે તે બાહ્યાકારો બધાં દર્શનોમાં ઇન્દ્રિયાધિષ્ઠાનો જ મનાયાં છે – ઈન્દ્રિયો નહિ. ઇન્દ્રિયો તો તે આકારોમાં સ્થિત અતીન્દ્રિય વસ્તુરૂપ માનવામાં આવી છે, ભલે તે ઇન્દ્રિયો ભૌતિક હો કે આહંકારિક. જૈન દર્શન પેલા પૌગલિક અધિષ્ઠાનોને દ્રવ્યન્દ્રિય કહીને પણ તે જ ભાવ સૂચવે છે કે અધિષ્ઠાન વસ્તુતઃ ઇન્દ્રિય નથી. જૈન દર્શન અનુસાર પણ ઇન્દ્રિયો અતીન્દ્રિય છે પરંતુ તેઓ ભૌતિક કે આભિમાનિક જડ દ્રવ્ય ન હોઈને ચેતનશક્તિવિશેષરૂપ છે જેને જૈન દર્શન ભાવેન્દ્રિય – મુખ્ય ઇન્દ્રિય – કહે છે. મન નામની છઠ્ઠી ઇન્દ્રિય બધાં દર્શનોમાં અન્તરિન્દ્રિય યા અન્તઃકરણ રૂપે માનવામાં આવી છે. આમ છ બુદ્ધીન્દ્રિયો તો સર્વદર્શનસાધારણ છે પરંતુ કેવળ સાંખ્યદર્શન એવું છે જે વાફ, પાણિ, પાદ વગેરે પાંચ કર્મેન્દ્રિયોને પણ ઇન્દ્રિય તરીકે ગણી ઇન્દ્રિયોની સંખ્યા અગિયાર દર્શાવે છે (સાંખ્યકારિકા, ૨૪). જેમ વાચસ્પતિ મિશ્ર અને જયંતે સાંખ્યપરિગણિત કર્મેન્દ્રિયોને ઇન્દ્રિય માનવા વિરુદ્ધ કહ્યું છે તેમ જ આચાર્ય હેમચન્દ્ર પણ કર્મેન્દ્રિયોના ઇન્દ્રિયત્વનો નિરાસ કરીને પોતાના પૂર્વવર્તી પૂજ્યપાદ વગેરે જૈનાચાર્યોનું જ અનુસરણ કર્યું છે.
અહીં એક પ્રશ્ન ઊઠે છે કે પૂજયપાદ વગેરે પ્રાચીન જૈનાચાર્ય તથા વાચસ્પતિ, ૧. ન્યાયમંજરી, પૃ. ૪૭૭. ૨. તાત્પર્યટીકા, પૃ. ૫૩૧. ન્યાયમંજરી, પૃ. ૪૮૩. ૩. તત્ત્વાર્થભાષ્ય, ૨.૧૫. સર્વાર્થસિદ્ધિ, ૨.૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org