SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ ૩૪૧ કેવળ બુદ્ધમાં જ તેને સિદ્ધ કર્યું છે. આ વિચારસરણીમાં શાન્તરક્ષિતની મુખ્ય યુક્તિ એ છે કે ચિત્ત પોતે જ પ્રભાસ્વર છે અને તેથી જ સ્વભાવથી પ્રજ્ઞાશીલ છે. ક્લેશાવરણ, જ્ઞયાવરણ આદિ મલ આગન્તુક છે. નૈરાગ્યદર્શન જે એક માત્ર સત્યજ્ઞાન છે, તેના દ્વારા આવરણોનો ક્ષય થઈ જાય છે અને ભાવનાબળથી છેવટે સ્થાયી સર્વજ્ઞતાનો લાભ થાય છે. એકાન્તિક ક્ષણિકત્વજ્ઞાન, નૈરાત્મયદર્શન વગેરેનો અનેકાન્તોપદેશી ઋષભ, વર્ધમાન વગેરેમાં તથા આત્મોપદેશક કપિલ વગેરેમાં સંભવ નથી, તેથી જ તેમનામાં આવરણક્ષય દ્વારા સર્વજ્ઞત્વનો પણ સંભવ નથી. આમ સામાન્ય સર્વજ્ઞત્વની સિદ્ધિ દ્વારા અત્તે અન્ય તીર્થકરોમાં સર્વજ્ઞત્વનો અસંભવ દર્શાવી કેવળ સુગતમાં જ તેનું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે અને સુગતના શાસ્ત્રને ગ્રાહ્ય દર્શાવ્યું છે. શાન્તરક્ષિતની જેમ પ્રત્યેક સાંખ્ય યા જૈન આચાર્યનો પણ એ જ પ્રયત્ન રહ્યો છે કે સર્વજ્ઞત્વનો સંભવ અવશ્ય છે પરંતુ તે બધા પોતપોતાના તીર્થકરોમાં જ સર્વજ્ઞત્વ સ્થાપિત કરે છે અને અન્ય તીર્થકરોમાં તેનો નિતાન્ત અસંભવ દર્શાવે છે. જૈન આચાર્યોની પણ એ જ દલીલ રહી છે કે અનેકાન્ત સિદ્ધાન્ત જ સત્ય છે. તેના યથાવત દર્શન અને આચરણ દ્વારા જ સર્વજ્ઞત્વ લભ્ય છે. અનેકાન્તનો સાક્ષાત્કાર અને ઉપદેશ સંપૂર્ણપણે ઋષભ, વર્ધમાન વગેરેએ જ કર્યો છે, તેથી તેઓ જ સર્વજ્ઞ છે અને તેમણે ઉપદેશેલાં શાસ્ત્રો જ નિર્દોષ તેમજ ગ્રાહ્ય છે. સિદ્ધસેન હો કે સમન્તભદ્ર, અકલંક હો કે હેમન્દ્ર બધા જૈનાચાર્યોએ સર્વજ્ઞસિદ્ધિના પ્રસંગમાં તેવા જ યુક્તિવાદનું અવલંબન લીધું છે જેવા યુક્તિવાદનું અવલંબન બૌદ્ધ, સાંખ્ય વગેરે આચાર્યોએ લીધું છે, ફરક માત્ર એટલો જ છે કે કોઈએ નૈરાગ્યદર્શનને તો ૧. પ્રત્યક્ષીકૃતનૈરાગ્યે જ જો તમતે સ્થિતિમ્ તદ્ધિતા વીલે પ્રવી ઉતમાં યથા તત્ત્વસંગ્રહ, કારિકા ૩૩૩૮. વુિં સ્નેશાવરપ્રણી પ્રસાધ્ય રેયાવરણપ્રદામાં પ્રતિપાદિसाक्षात्कृतिविशेषादिति-साक्षात्कृतिविशेषाच्च दोषो नास्ति सवासनः । सर्वज्ञत्वमतः सिद्धं સર્વાવરમુતિઃ | તત્ત્વસંગ્રહ, કારિકા ૩૩૩૯. પ્રભાસ્વમિદં વિત્ત તત્ત્વદર્શનભવન : પ્રવૈવ સ્થિતં યાત્ મતાસ્વાન્તનો પતિ: 1 તત્ત્વસંગ્રહ, કારિકા ૩૦૩૫. પ્રમાણવાર્તિક, ૩. ૨૦૮. २. इदं च वर्द्धमानादेनॆरात्म्यज्ञानमादृशम् । न समस्त्यात्मदृष्टौ हि विनष्टाः सर्वतीर्थिकाः ॥ - स्याद्वादाक्षणिकस्या(त्वा)दिप्रत्यक्षादिप्रबो(बा)धितम् । बढेवायुक्तमुक्तं यैः स्युः सर्वज्ञाः कथं नु તે તત્ત્વસંગ્રહ, ૩૩૨૫-૨૬. 3. अद्वितीयं शिवद्वारं कुदृष्टीनां भयंकरम् । વિનેગો હિતારું ઐરાવ્યું તે તું મુકુટમ્ | તત્ત્વસંગ્રહ, કારિકા ૩૩૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy