________________
३४०
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા મૂર્ખ શૂદ્ર વગેરેને ધર્મોપદેશ કરવાના કારણે વેદાભ્યાસી પણ ન હતા અને વેદ દ્વારા ધર્મજ્ઞ પણ ન હતા. બુદ્ધ, મહાવીર વગેરેમાં સર્વજ્ઞત્વનિષેધની એક પ્રબળ યુક્તિ કુમારિલે એ આપી છે કે પરસ્પરવિરુદ્ધભાષી બુદ્ધ, મહાવીર, કપિલ આદિમાંથી કોને સર્વજ્ઞ માનવા અને કોને ન માનવા? તેથી તેમાંથી કોઈ સર્વજ્ઞ નથી. જો તેઓ સર્વજ્ઞ હોત તો તે બધા વેદવત્ અવિરુદ્ધભાષી હોત, ઇત્યાદિ.
શાન્તરક્ષિતે કુમારિલ તથા અન્ય સામટ, યજ્ઞટ વગેરે મીમાંસકોની દલીલોનું ખૂબ સૂક્ષ્મતાથી સવિસ્તર ખંડન (તત્ત્વસંગ્રહ, કારિકા ૩૨૬૩થી) કરતાં કહ્યું છે કે – વેદ સ્વયં બ્રાન્ત અને હિંસા આદિ દોષયુક્ત હોવાથી ધર્મવિધાયક હોઈ શકે જ નહિ. તો પછી તેનો આશ્રય લઈને ઉપદેશ દેવામાં શું વિશેષતા છે ? બુદ્ધ પોતે જ સ્વાનુભવથી અનુકંપ્રાપ્રેરિત થઈને અભ્યદયનિઃશ્રેયસાધક ધર્મ બતાવ્યો છે. મૂર્ખ, શુદ્ધ વગેરેને ઉપદેશ આપીને તો તેમણે પોતાની કરુણાવૃત્તિ દ્વારા ધાર્મિકતા જ પ્રકટ કરી છે. તે મીમાંસકોને પૂછે છે કે જેમને તમે બ્રાહ્મણ કહો છો તેમની બ્રાહ્મણતાનું નિશ્ચિત પ્રમાણ શું છે ? અતીતકાળ ઘણો લાંબો છે, સ્ત્રીઓનું મન પણ ચંચળ છે, આ દશામાં કોણ કહી શકે કે બ્રાહ્મણ કહેવાતા સંતાનોના માતા-પિતા શુદ્ધ બ્રાહ્મણ જ હતા અને કયારેય કોઈ વિજાતીયતાનું મિશ્રણ થયું જ ન હતું. શાન્તરક્ષિતે એ પણ કહી દીધું કે સાચા બ્રાહ્મણ અને શ્રમણ બુદ્ધશાસનને છોડી બીજા કોઈ ધર્મમાં નથી (કારિકા ૩પ૮૯-૯૨). અત્તમાં શાન્તરક્ષિતે પહેલાં સામાન્યરૂપે સર્વજ્ઞત્વનો સંભવ સિદ્ધ કર્યો છે, પછી સર્વજ્ઞત્વનો મહાવીર, કપિલ વગેરેમાં અસંભવ દર્શાવી
१. सर्वज्ञेषु च भूयःसु विरुद्धार्थोपदेशिषु । तुल्यहेतुषु सर्वेषु को नामैकोऽवधार्यताम् ॥ सुगतो यदि
સર્વજ્ઞ: ઋપિનો નૈતિ #ા પ્રમા ! થોભાવી સર્વશી તમે તયો: થમ્ II તત્ત્વસંગ્રહ,
કારિકા ૩૧૪૮-૪૯. २. करुणापरतन्त्रास्तु स्पष्टतत्त्वनिदर्शिनः । सर्वापवादनि:शङ्काश्चक्रुः सर्वत्र देशनाम् ।। यथा यथा च મૌરિષદુષ્ટો વેષ્ણન:.. તથા તવ નાથાનાં રયા તેવું પ્રવર્તતે / તત્ત્વસંગ્રહ, કારિકા
૩પ૭૧-૭૨. 3. अतीतश्च महान् कालो योषितां चातिचापलम् । तद्भवत्यपि निश्चेतुं ब्राह्मणत्वं न शक्यते ॥
अतीन्द्रियपदार्थज्ञो नहि कश्चित् समस्तिः वः । तदन्वयविशुद्धिं च नित्यो वेदोपि नोक्तवान् । તત્ત્વસંગ્રહ, ૩૫૭૯-૮૦. ४. ये च वाहितपापत्वात् ब्राह्मणाः पारमार्थिकाः । अभ्यस्तामलनैरात्म्यास्ते मुनेरेव शासने । इहैव
શ્રમળસ્કેન વતુર્તા પરિશોર્ચત ! શૂન્ય: પરકવાતા દિ શ્રમૌદ્ગાતા || તત્ત્વસંગ્રહ, કારિકા ૩૫૮૯-૯૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org