________________
૩૩૬
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા જે ન્યાય-વૈશેષિક વગેરે વૈદિક દર્શનો સર્વજ્ઞવાદી છે તેમનું તાત્પર્ય સર્વજ્ઞવાદ દ્વારા વેદના અપૌરુષેયત્વવાદનો નિરાસ કરવાનું તો અવશ્ય છે જ, પરંતુ સાથે સાથે જ સર્વજ્ઞવાદ દ્વારા જ વેદનું પૌરુષેયત્વ દર્શાવી તેનું પ્રામાણ્ય સ્થાપવાનું પણ છે.
ન્યાય-વૈશેષિક દર્શન ઈશ્વરવાદી છે. તે ઈશ્વરના જ્ઞાનને નિત્ય—ઉત્પાદવિનાશરહિત— અને પૂર્ણ અર્થાત્ ત્રૈકાલિક સૂક્ષ્મ-સ્થૂલ સમગ્રભાવોને યુગપત્ જાણનારું માનીને તે દ્વારા તેને સર્વજ્ઞ માને છે. ઈશ્વરભિન્ન આત્માઓમાં તે સર્વજ્ઞત્વ માને છે ખરું, પરંતુ બધા આત્માઓમાં નહિ પરંતુ યોગી આત્માઓમાં. યોગીઓમાં પણ બધા યોગીઓને સર્વજ્ઞ નથી માનતું પરંતુ જેમણે યોગ દ્વારા એવું સામર્થ્ય પ્રાપ્ત કર્યું હોય સિર્ફ તેમને જ સર્વજ્ઞ માને છે. ન્યાય-વૈશેષિક મત અનુસાર એ નિયમ નથી કે બધા યોગીઓને એવું સામર્થ્ય અવશ્ય પ્રાપ્ત થાય જ. આ મતમાં જેમ મોક્ષ પામવા માટે સર્વજ્ઞત્વપ્રાપ્તિ અનિવાર્ય શરત નથી તેમ એ પણ સિદ્ધાન્ત છે કે મોક્ષપ્રાપ્તિ પછી સર્વજ્ઞ યોગીઓના આત્મામાં પણ પૂર્ણ જ્ઞાન ટકી રહેતું નથી કારણ કે તે જ્ઞાન ઈશ્વરજ્ઞાનની જેમ નિત્ય નથી પરંતુ યોગજન્ય હોવાથી અનિત્ય છે.
સાંખ્ય, યોગ અને વેદાન્ત દર્શનસમ્મત સર્વજ્ઞત્વનું સ્વરૂપ તેવું જ છે જેવું ન્યાયવૈશેષિકસમ્મત સર્વજ્ઞત્વનું સ્વરૂપ છે. જો કે યોગદર્શન ન્યાય-વૈશેષિકની જેમ ઈશ્વરમાં માને છે તેમ છતાં તે ન્યાય-વૈશેષિકની જેમ ચેતન આત્મામાં સર્વજ્ઞત્વનું સમર્થન ન કરી શકવાને કારણે વિશિષ્ટ બુદ્ધિતત્ત્વમાં` જ ઈશ્વરીય સર્વજ્ઞત્વનું સમર્થન કરી શકે १. न च बुद्धीच्छाप्रयत्नानां नित्यत्वे कश्चिद्विरोधः । दृष्टा हि गुणानामाश्रयभेदेन द्वयी गतिः नित्यता અનિત્યતા ૬ તથા બુચાવીનામપિ મવિષ્યતીતિ । કન્દલી, પૃ. ૬૦. તાલુશાનુમિતૌ તાષવજ્ઞાનમાોળ જ્ઞાનેચ્છાકૃતિષુ નિત્યત્વમેત્યું ૨ માસતે કૃત્તિ નિચૈત્વસિદ્ધિઃ । દિનકરી, પૃ. ૨૯.
२. अस्मद्विशिष्टानां तु योगिनां युक्तानां योगजधर्मानुगृहीतेन मनसा स्वात्मान्तराकाशदिक्कालपरमाणुवायुमनस्सु तत्समवेतगुणकर्मसामान्यविशेषेषु समवाये चावितथं स्वरूपदर्शनमुत्पद्यते । वियुक्तानां पुनश्चतुष्टयसन्निकर्षाद्योगजधर्मानुग्रहसामर्थ्यात् सूक्ष्मव्यवहितविप्रकृष्टेषु प्रत्यक्षमुत्पद्यते । પ્રશસ્તપાદભાષ્ય, પૃ. ૧૮૭. વૈશેષિકસૂત્ર, ૯.૧.૧૧-૧૩.
૩. તવેનું પિષળાવીનાં નવાનામપિ મૂલતઃ । મુળાનામાત્મનો ધ્વસ: સોપવર્ગ: પ્રીતિત: ॥ ન્યાયમંજરી, પૃ. ૫૦૮
૪. તાર સર્વવિષયં સર્વથા વિષયમાં 7 વિવેગં જ્ઞાનમ્ । યોગસૂત્ર, ૩.૫૪.
५. निर्धूतरजस्तमोमलस्य बुद्धिसत्त्वस्य परे वैशारद्ये परस्यां वशीकारसंज्ञायां वर्तमानस्य सत्त्वपुरुषान्यताख्यातिमात्ररूपप्रतिष्ठस्य ... ... सर्वज्ञातृत्वम्, सर्वात्मनां गुणानां शान्तोदिताવ્યપવેશ્યધર્મત્તેન વ્યવસ્થિતાનામમોપારૂઢ વિવેનું જ્ઞાનમિત્યર્થ: । યોગભાષ્ય, ૩. ૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org