________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૩૫
મહાવીર અને બુદ્ધની પહેલાં પણ હતી એનાં પ્રમાણો મોજૂદ છે. ભગવાન મહાવીર અને બુદ્ધના સમયથી શરૂ કરી આજ સુધીના લગભગ અઢી હજાર વર્ષના ભારતીય સાહિત્યમાં તો સર્વજ્ઞત્વના અસ્તિ-નાસ્તિ પક્ષોની, તેનાં વિવિધ સ્વરૂપ તથા સમર્થક અને વિરોધી યુક્તિવાદોની, ક્રમશઃ વિકસિત સૂક્ષ્મ અને સૂક્ષ્મતર સ્પષ્ટ અને મનોરંજક ચર્ચાઓ મળે છે.
―
સર્વજ્ઞત્વના નાસ્તિપક્ષકાર મુખ્ય ત્રણ છે પૂર્વમીમાંસક. તેના અસ્તિપક્ષકાર તો નેક દર્શન યોગ, વેદાન્ત, બૌદ્ધ અને જૈન દર્શન મુખ્ય છે.
ચાર્વાક, અજ્ઞાનવાદી અને છે, જેમાં ન્યાય-વૈશેષિક, સાંખ્ય
ચાર્વાક ઇન્દ્રિયગમ્ય ભૌતિક લોકમાત્રને માને છે, તેથી તેના મતમાં અતીન્દ્રિય આત્મા તથા તેની શક્તિરૂપ સર્વજ્ઞત્વ વગેરેને માટે કોઈ સ્થાન નથી. અજ્ઞાનવાદીનો અભિપ્રાય આધુનિક વૈજ્ઞાનિકોની જેમ એવો જણાય છે કે જ્ઞાન અને અતીન્દ્રિય જ્ઞાનની પણ એક અન્તિમ સીમા હોય છે. જ્ઞાન કેટલુંય ઉચ્ચ કક્ષાનું કેમ ન હોય પરંતુ તે ત્રૈકાલિક બધા સ્થૂલ-સૂક્ષ્મ ભાવોને પૂર્ણતઃ જાણવા સ્વભાવથી જ અસમર્થ છે. અર્થાત્ છેવટે કંઈ ને કંઈ અજ્ઞેય રહી જ જાય છે, કારણ કે જ્ઞાનની શક્તિ જ સ્વભાવથી પરિમિત છે. વેદવાદી પૂર્વમીમાંસક આત્મા, પુનર્જન્મ, પરલોક વગેરે અતીન્દ્રિય પદાર્થ માને છે. કોઈ પ્રકારનું અતીન્દ્રયજ્ઞાન હોય તો તેમાં પણ તેને કોઈ વાંધો નથી તેમ છતાં તે અપૌરુષેયવેદવાદી હોવાના કારણે વેદના અપૌરુષેયત્વમાં બાધક એવા કોઈ પણ પ્રકારના અતીન્દ્રિય જ્ઞાનને માની શકતો નથી. આ એકમાત્ર આશયથી મીમાંસકે' વેદનિરપેક્ષ સાક્ષાત્ ધર્મજ્ઞ યા સર્વજ્ઞના અસ્તિત્વનો વિરોધ કર્યો છે. વેદ દ્વારા ધર્માધર્મ યા સર્વ પદાર્થને જાણનારનો નિષેધ નથી કર્યો.
બૌદ્ધ અને જૈન દર્શનસમ્મત સાક્ષાત્ ધર્મજ્ઞવાદ યા સાક્ષાત્ સર્વજ્ઞવાદ દ્વારા વેદના અપૌરુષેયત્વનો કેવળ નિરાસ જ અભિપ્રેત નથી પરંતુ તેના દ્વારા વેદોનું અપ્રામાણ્ય દર્શાવી વેદભિન્ન આગમોનું પ્રામાણ્ય સ્થાપવું એ પણ અભિપ્રેત છે. આની વિરુદ્ધ
Jain Education International
१. " चोदना हि भूतं भवन्तं भविष्यन्तं सूक्ष्मं व्यवहितं विप्रकृष्टमित्येवंजातीयकमर्थं शक्नोत्यवगमयितुम्, નાન્યત્ વિશ્વનેન્દ્રિયમ્। શાબરભાષ્ય, ૧.૧.૨ “નાનેન વનનેનેહ સર્વજ્ઞત્વનિજિયા । વનનાવૃત इत्येवमपवादो हि संश्रितः ॥ यदि षड्भिः प्रमाणैः स्यात् सर्वज्ञः केन वार्यते । एकेन तु प्रमाणेन સર્વજ્ઞો યેન બ્લ્યૂતે 1 નૂનં સ ચક્ષુષા સર્વાંન્ સાવીન્ પ્રતિપાદ્યતે । શ્લોકવાર્તિક, ચોદના શ્લોક. ૧૧૦-૨. ‘“ધર્મજ્ઞત્વનિષેધશ વ્હેવતોત્રોપયુતે । સર્વમદિનાનંતુ પુરુષ: ઝેન વાયંતે ॥ તત્ત્વસંગ્રહ, કારિકા ૩૧૨૮. આ શ્લોકને તત્ત્વસંગ્રહમાં કુમારિલનો કહ્યો છે. પૃ. ૮૪૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org