________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૨૩
પરતઃ, તથા ૪. અપ્રામાણ્ય સ્વતઃ, પ્રામાણ્ય પરતઃ આ ચાર પક્ષોમાંથી કોઈ પણ પક્ષ બૌદ્ધ નથી કારણ કે આ ચારે પક્ષ નિયમવાળા છે. બૌદ્ધ પક્ષ અનિયમવાદી છે અર્થાત્ પ્રામાણ્ય હોય કે અપ્રામાણ્ય બન્નેમાં કોઈ સ્વતઃ તો કોઈ ૫રતઃ અનિયમથી છે. અભ્યાસદશામાં તો સ્વતઃ છે એમ સમજવું જોઈએ ભલે તે પ્રામાણ્ય હોય કે અપ્રામાણ્ય. પરંતુ અનભ્યાસદશામાં પરતઃ છે એમ સમજવું જોઈએ.
જૈન પરંપરા બરાબર શાન્તરક્ષિતકથિત બૌદ્ધ પક્ષ સમાન જ છે. તે પ્રામાણ્યઅપ્રામાણ્ય બન્નેને અભ્યાસદશામાં સ્વતઃ અને અનભ્યાસદશામાં પરતઃ માને છે. આ મન્તવ્ય પ્રમાણનયતત્ત્વાલોકના સૂત્રમાં જ સ્પષ્ટપણે નિર્દિષ્ટ છે. જો કે આચાર્ય હેમચન્દ્ર પ્રસ્તુત સૂત્રમાં પ્રામાણ્ય-અપ્રામાણ્ય બન્નેનો નિર્દેશ ન કરીને પરીક્ષામુખની જેમ કેવળ પ્રામાણ્યના સ્વતઃ-પરતઃનો જ નિર્દેશ કર્યો છે તેમ છતાં દેવસૂરિનું સૂત્ર પૂર્ણતઃ જૈન પરંપરાનું ઘોતક છે. જુઓ તામાન્યં સ્વતઃ પરતશ્રુતિ । પરીક્ષામુખ, ૧.૧૩. તનુમયમુત્વત્તૌ પરત વ જ્ઞસૌ તુ સ્વત: પતશ્રુતિ । પ્રમાણનયતત્ત્વાલોક,
૧.૨૧.
આ સ્વતઃ-પરતઃની ચર્ચા ક્રમશઃ એટલે સુધી વિકસી કે તેમાં ઉત્પત્તિ, જ્ઞપ્તિ અને પ્રવૃત્તિ ત્રણને લઈને સ્વતઃ-પરતઃનો વિચાર ઘણા વિસ્તારથી બધાં દર્શનોમાં આવી ગયો છે અને આ વિચાર પ્રત્યેક દર્શનની અનિવાર્ય ચર્ચાનો વિષય બની ગયો છે. અને એના ઉપર પરિષ્કારપૂર્ણ તત્ત્વચિન્તામણિ, ગાદાધરપ્રામાણ્યવાદ વગેરે જેવા જટિલ ગ્રંથોનું નિર્માણ થયું છે.
પૃ. ૭૪ ‘અષ્ટાવૈં તુ’. આગમના પ્રામાણ્યનો જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે તેનું સમર્થન ખાસ ખાસ રીતે કરવામાં આવે છે. આગમનો જે ભાગ પરોક્ષાર્થક નથી તેના પ્રામાણ્યનું સમર્થન તો સંવાદ આદિ દ્વારા સુકર છે પરંતુ તેનો જે ભાગ પરોક્ષાર્થક, વિશેષ પરોક્ષાર્થક છે જેમાં ચર્મચક્ષુની પહોંચ નથી, તેના પ્રામાણ્યનું સમર્થન કેવી રીતે કરાય ? જો સમર્થન ન થઈ શકે તો તો બધાં આગમોનું પ્રામાણ્ય ડૂબવા લાગે. આ પ્રશ્નનો ઉત્તર બધા સાંપ્રદાયિક વિદ્વાનોએ આપ્યો છે અને પોતપોતાનાં આગમોનું પ્રામાણ્ય સ્થાપિત કર્યું છે. મીમાંસકે વેદોનું જ પ્રામાણ્ય સ્થાપિત કર્યું છે પરંતુ તે
१. नहि बौद्धैरेषां चतुर्णामेकतमोऽपि पक्षोऽभीष्टोऽनियमपक्षस्येष्टत्वात् । तथाहि उभयमप्येतत् किञ्चित् स्वतः किञ्चित् परतः इति पूर्वमुपवर्णितम् । अत एव पक्षचतुष्टयोपन्यासोऽप्ययुक्तः । પશ્ચમસ્યાનિયમપક્ષસ્ય સંમવાત્ । તત્ત્વસંગ્રહપંજિકા, કારિકા ૩૧૨૩.
૨. પ્રમેયકમલમાર્તંડ, પૃ. ૩૮ B – ૪૪ B
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org