________________
૩૨૨
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા જ નિશ્ચિત કર્યું. આમ પ્રામાણ્ય-અપ્રામાણ્ય બન્ને પરતઃ જ ન્યાય-વૈશેષિકસમ્મત થયાં.
મીમાંસક ઈશ્વરવાદી ન હોવાથી તે તન્યૂલક પ્રામાણ્ય વેદમાં છે એમ તો કહી જ શકતો ન હતો. તેથી તેણે વેદપ્રામાણ્ય સ્વતઃ માની લીધું અને તેના સમર્થન માટે પ્રત્યક્ષ વગેરે બધાં જ્ઞાનોનું પ્રામાણ્ય સ્વતઃ જ સ્થાપિત કર્યું. પરંતુ તેણે અપ્રામાણ્યને તો પરતઃ જ માન્યું છે.
જો કે આ ચર્ચામાં સાંખ્યદર્શનનું શું મંતવ્ય છે એનો કોઈ ઉલ્લેખ તેના ઉપલબ્ધ ગ્રન્થોમાં મળતો નથી તેમ છતાં કુમારિલ, શાન્તરક્ષિત અને માધવાચાર્યનાં કથનો ઉપરથી જણાય છે કે સાંખ્યદર્શન પ્રામાણ્ય-અપ્રામાણ્ય બન્નેને સ્વતઃ જમાનનારું રહ્યું છે. કદાચ તેનું તદ્વિષયક પ્રાચીન સાહિત્ય નષ્ટ થઈ ગયું હોય. ઉક્ત આચાર્યોના ગ્રંથોમાં જ એક એવા પક્ષનો પણ નિર્દેશ છે જે બરાબર મીમાંસકથી ઊલટો છે અર્થાત તે અપ્રામાણ્યને સ્વતઃ જ અને પ્રામાણ્યને પરતઃ જ માને છે. સર્વદર્શનસંગ્રહમાં ‘સૌપતાક્ષરમં સ્વતઃ' (પૃ. ૨૭૯) આ પક્ષને બૌદ્ધ પક્ષ તરીકે રજૂ કર્યો છે એ વાત સાચી પરંતુ તત્ત્વસંગ્રહમાં જે બૌદ્ધ પક્ષ છે તે બિલકુલ જુદો છે. સંભવ છે કે સર્વદર્શનસંગ્રહનિર્દિષ્ટ બૌદ્ધ પક્ષ કોઈ અન્ય બૌદ્ધવિશેષનો હોય.
શાન્તરક્ષિતે પોતાના બૌદ્ધ મન્તવ્યને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે – ૧. પ્રામાણ્યઅપ્રામાણ્ય ઉભયસ્વત, ૨. ઉભય પરત:, ૩. બેમાંથી પ્રામાણ્ય સ્વતઃ અને અપ્રામાણ્ય
૧. પ્રમાણતોડWપ્રતિપત્તી પ્રવૃત્તિ સામર્થ્યવર્ણવત્ પ્રમાણમ્ ન્યાયભાષ્ય, પૃ.૧. તાત્પર્યટીકા, ૧.૧.૧.
कि विज्ञानानां प्रामाण्यमप्रामाण्यं चेति द्वयमपि स्वत: उत उभयमपि परतः आहोस्विदप्रामाण्यं स्वतः प्रामाण्यं तु परत: उतस्वित् प्रामाण्यं स्वतः अप्रामाण्यं तु परत इति । तत्र परत एव वेदस्य प्रामाण्यमिति वक्ष्यामः ।... स्थितमेतदर्थक्रियाज्ञानात् प्रामाण्यनिश्चय इति । तदिदमुक्तम् । प्रमाणतोऽर्थप्रतिपत्तौ प्रवृत्तिसामर्थ्यादर्थवत् प्रमाणमिति । तस्मादप्रामाण्यमपि परोक्षमित्यतो द्वयमपि પરત ચેષ વ પક્ષઃ શ્રેયાન્ ! ન્યાયમંજરી, પૃ. ૧૬૦-૧૭૪. કન્ટલી, પૃ. ૨૧૭-૨૨૦. "प्रमायाः परतन्त्रत्वात् सर्गप्रलयसम्भवात् । तदन्यस्मिन्ननाश्वासान्न विधान्तरसम्भवः ॥
ન્યાયકુસુમાંજલી, ૨.૧.તત્ત્વચિન્તામણિ, પ્રત્યક્ષખંડ પૃ. ૧૮૩-૨૩૩. २. स्वत: सर्वप्रमाणनां प्रामण्यमिति गम्यताम् । न हि स्वतोऽसती शक्तिः कर्तुमन्येन शक्यते ॥
શ્લોકવાર્તિક, સૂત્ર ૨, શ્લોક ૪૭. ૩. શ્લોકવાર્તિક, સૂત્ર ૩, શ્લોક ૮૫. ૪. વિદુર્ણ સ્વત: શ્લોકવાર્તિક, સૂત્ર ૨, શ્લોક ૩૪૩. તત્ત્વસંગ્રહપંજિકા, કારિકા ૨૮૧૧.
“માત્વીઝમળત્વે સ્વતઃ સંધ્યા સમઝતા સર્વદર્શનસંગ્રહ, જૈમિનિદર્શન, પૃ. ૨૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org