________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૧૫
શું પ્રાચીન આચાર્ય સંમત ‘સ્વપ્રકાશત્વ’ ઇષ્ટ ન હોવાથી ‘સ્વ’ પદનો ત્યાગ કરો છો કે અન્ય કોઈ દૃષ્ટિએ તેનો ત્યાગ કરોછો? આનો ઉત્તર તેમણે આ સૂત્રમાં આપ્યોછે અને તે એ કે જ્ઞાન તો ‘સ્વપ્રકાશ’ છે જ પરંતુ ‘સ્વપ્રકાશ’ વ્યાવર્તક ન હોવાથી લક્ષણમાં તેને મૂકવામાં નથી આવેલ, તેનો લક્ષણમાં પ્રવેશ અનાવશ્યક છે. આમ કરીને પોતાનું વિચારસ્વાતન્ત્ય તેમણે દર્શાવ્યું છે અને સાથે સાથે જ વૃદ્ધોનું ખંડન ન કરીને ‘સ્વ’ પદપ્રયોગની તે વૃદ્ધોની દૃષ્ટિ દર્શાવીને તેમના પ્રત્યે આદર પણ વ્યક્ત કર્યોછે.
ન
‘“ધિત વાર્થમધિ
-
પૃ. ૬૮ ‘નનુ = પરિન્નિમર્થમ્' · તુલના રામયતા પ્રમાળેન પિષ્ટ પિછું સ્યાત્ ।'' — ન્યાયવાર્તિક,
―
―――
પૃ. ૫.
---
પૃ. ૬૮ ‘ધારાવાહિનાનાનામ્' — ભારતીય પ્રમાણશાસ્ત્રોમાં સ્મૃતિના પ્રામાણ્ય-અપ્રામાણ્યની ચર્ચાપહેલેથીચાલી આવતી જણાય છે પરંતુ ધારાવાહિકજ્ઞાનોના પ્રામાણ્ય-અપ્રામાણ્યની ચર્ચા સંભવતઃ બૌદ્ધ પરંપરા દ્વારા ધર્મકીર્તિ પછી દાખલ થઈ છે. એક વાર પ્રમાણશાસ્ત્રોમાં દાખલ થયા પછી તો તે સર્વદર્શનવ્યાપી થઈ ગઈ અને તેના પક્ષ-પ્રતિપક્ષની યુક્તિઓ તથા વાદો સ્થિર થઈ ગયા અને ખાસ-ખાસ પરંપરાઓ બની ગઈ.
વાચસ્પતિ, શ્રીધર, જયન્ત, ઉદયન વગેરેબધા ન્યાય-વૈશેષિકદર્શનના વિદ્વાનોએ ધારાવાહિક જ્ઞાનોને અધિગતાર્થક કહીને પણ પ્રમાણ જ ગણ્યા છે અને તેમનામાં સૂક્ષ્મકાલકલાને માનવાનો નિષેધ કર્યોછે. તેથી તેમણે પ્રમાણનાલક્ષણમાં ‘અનધિગત’ આદિ પદો દાખલ કર્યાં નથી.
મીમાંસકનીપ્રભાકરીયઅને કુમારિલીયબન્નેપરંપરાઓમાં પણ ધારાવાહિક જ્ઞાનોનું પ્રામાણ્યસ્વીકારાયુંછે. પરંતુ બન્નેએ તેનું સમર્થન જુદી જુદી રીતે કર્યુંછે. પ્રભાકરાનુગામી શાલિકનાથ કાલકલાનું ભાન માન્યા વિના જ ‘અનુભૂતિ’ હોવા માત્રથી તેમને પ્રમાણ १. अनधिगतार्थगन्तृत्वं च धारावाहिकविज्ञानानामधिगतार्थगोचराणां लोकसिद्धप्रमाणभावानां प्रामाण्यं विहन्तीति नाद्रियामहे । न च कालभेदेनानधिगतगोचरत्वं धारावाहिकानामिति युक्तम् । परमसूक्ष्माणां कालुकलादिभेदानां पिशितलोचनैरस्मादृशैरनाकलनात् । न चाद्येनैव विज्ञानेनोपदर्शितत्वादर्थस्य प्रवर्तितत्वात् पुरुषस्य प्रापितत्वाच्चोत्तरेषामप्रामाण्यमेव ज्ञानानामिति वाच्यम्। न हि विज्ञानस्यार्थप्रापणं प्रवर्तनादन्यद्, न च प्रवर्तनमर्थप्रदर्शनादन्यत् । तस्मादर्थप्रदर्शनमात्रव्यापारमेव ज्ञानं प्रवर्तकं प्रापकं च। प्रदर्शनं च पूर्ववदुत्तरेषामपि विज्ञानानामभिन्नमिति कथं पूर्वमेव प्रमाणं नोत्तराण्यपि ? । તાત્પર્યટીકા, પૃ. ૨ ૧; કેન્દલી, પૃ. ૬૧; ન્યાયમંજરી, પૃ. ૨૨; ન્યાયકુસુમાંજલિ, ૪.૧. ૨. ‘‘ધારાવાહિìપુ તકુંત્તરવિજ્ઞાનાનિ સ્મૃતિપ્રમોષાવિશિનિ વયં પ્રમાળાનિ ? । તત્રાહ-અન્યોન્યनिरपेक्षास्तु धारावाहिकबुद्धयः । व्याप्रियमाणे हि पूर्वविज्ञानकारणकलाप उत्तरेषामप्युत्पत्तिरिति न प्रतीतित उत्पत्तितो वा धारावाहिकविज्ञानानि परस्परस्यातिशेरत इति युक्ता सर्वोषामपि प्रमाणता । પ્રકરણપંચિકા, પૃ. ૪૨-૪૩. બૃહતીપંચિકા, પૃ. ૧૦૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org