________________
૩૧૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
કરીને સિદ્ધસેન-સમન્તભદ્રની સ્થાપિત અને અકલંક દ્વારા વિકસિત જૈન પરંપરાનો સંગ્રહ કરી દીધો છે. વિઘાનન્દે અકલંક તથા માણિક્યનન્દીની પેલી પરંપરાથી જુદા પડીને કેવળ સિદ્ધસેન અને સમન્તભદ્રની વ્યાખ્યાને પોતાના ‘સ્વાર્થવ્યવસાયાત્મક’ જેવા શબ્દમાં સંગૃહીત કરી છે અને ‘અધિગત’ યા ‘અપૂર્વ’ પદો જે અકલંક અને માણિક્યનીની વ્યાખ્યામાં છે તેમને છોડી દીધાં છે. વિદ્યાનન્દનું ‘વ્યવસાયાત્મક’ પદ જૈન પરંપરામાં પ્રમાણલક્ષણમાં પહેલી વાર જ દેખાય છે પરંતુ તે અક્ષપાદના પ્રત્યક્ષલક્ષણમાં તો પહેલેથી જ પ્રસિદ્ધ રહ્યું છે. સન્મતિના ટીકાકાર અભયદેવ વિદ્યાનન્દને જ અનુસર્યા છે પરંતુ તેમણે ‘વ્યવસાય’ના સ્થાને ‘નિર્ણીતિ’ પદ રાખ્યું. વાદી દેવસૂરિએ તો વિધાનન્દના જ શબ્દોને પુનઃ કહ્યા છે. આચાર્ય હેમચન્દ્ર ઉપર્યુક્ત જૈન-જૈનેતર ભિન્ન ભિન્ન પરંપરાઓના ઔચિત્ય-અનૌચિત્યનો વિચાર કરીને પોતાના લક્ષણમાં કેવળ ‘સમ્યક્’, ‘અર્થ’ અને ‘નિર્ણય’ એ ત્રણ પદો રાખ્યાં. ઉપર્યુક્ત જૈન પરંપરાઓને જોતાં એ કહેવું પડે છે કે આચાર્ય હેમચન્દ્રે પોતાના લક્ષણમાં કાપકૂપ કરીને સુધારો કર્યો છે. તેમણે ‘સ્વ’ પદ જે પૂર્વવર્તી બધા જૈનાચાર્યોનાં લક્ષણોમાં સન્નિવિષ્ટ કરવામાં આવ્યું હતું તેને કાઢી નાખ્યું. ‘અવભાસ’, ‘વ્યવસાય’ આદિ પદોને સ્થાન ન આપીને અભયદેવના ‘નિર્ણીતિ’ પદના સ્થાને ‘નિર્ણય’ પદને દાખલ કર્યું અને ઉમાસ્વાતિ, ધર્મકીર્તિ તથા ભાસર્વજ્ઞના ‘સમ્ય'' પદને અપનાવી પોતાના ‘સમ્યગર્થનિર્ણય’ લક્ષણને બનાવ્યું.
આર્થિક તાત્પર્યમાં ખાસ કોઈ મતભેદ ન હોવા છતાં પણ દિગમ્બર-શ્વેતાંબર આચાર્યોનાં પ્રમાણલક્ષણમાં શાબ્દિક ભેદ છે જે કેટલાક અંશમાં વિચારવિકાસનો સૂચક છે અને કેટલાક અંશમાં તત્કાલીન ભિન્ન ભિન્ન સાહિત્યના અભ્યાસનું પરિણામ છે. આ ભેદ સંક્ષેપમાં ચાર વિભાગોમાં સમાઈ જાય છે. પહેલા વિભાગમાં ‘સ્વપરાવભાસ’ પદવાળું સિદ્ધસેન-સમન્તભદ્રનું લક્ષણ આવે છે જે સંભવતઃ બૌદ્ધ વિજ્ઞાનવાદના સ્વપરસંવેદનની વિચારછાયાથી ખાલી નથી, કારણ કે તેના પહેલાં
૧. તત્ત્વાર્થવ્યવસાયાત્મજ્ઞાનું માનમિતીયતા । તક્ષબેન તાર્થાત્ વ્યર્થમચંદ્વિશેષળમ્। તત્ત્વાર્થસ્લો. ૧.૧૦.૭૭.પ્રમાણપ. પૃ. પ૩.
૨. ફૅન્દ્રિયાર્થસત્રિર્વોત્પન્ન જ્ઞાનમવ્યપરેશ્યમવ્યમિનારિ વ્યવસાયાત્મ પ્રત્યક્ષમ્ । ન્યાયસૂ. ૧.૧.૪. ૩. પ્રમાાં સ્વાર્થનિષ્કૃતિસ્વમાવું જ્ઞાનમ્। સન્મતિટી. પૃ. ૫૧૮.
૪. સ્વપરવ્યવસાયિ જ્ઞાન પ્રમાણમ્। પ્રમાણન. ૧.૨.
૫. સભ્ય-ર્શનજ્ઞાનવારિત્રાળિ મોક્ષમાî: । તત્ત્વાર્થસૂત્ર, ૧.૧. સમ્ય જ્ઞાનવિજા સર્વપુરુષાર્થસિદ્ધિ: 1 ન્યાયબિન્દુ, ૧.૧. સભ્યનુભવસધર્ન પ્રમાળમ્। ન્યાયસાર, પૃ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org