SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ ૩૦૯ વિશેષણ તરીકે સ્થાન આપ્યું છે. ધર્મકીર્તિના પ્રમાણવાર્તિકવાળા લક્ષણમાં વાત્સ્યાયનના ‘પ્રવૃત્તિસામાર્થ્ય’નું સૂચક તથા કુમારિલ આદિના નિર્બાધત્વનું પર્યાયરૂપ ‘અવિસંવાદિત્વ’ વિશેષણ દેખાય છે અને તેમના ન્યાયબિન્દુવાળા લક્ષણમાં દિનાગના અર્થસારૂપ્યનો જ નિર્દેશ છે (ન્યાયબિન્દુ, ૧.૨૦). શાન્તરક્ષિતના લક્ષણમાં દિફ્નાગ અને ધર્મકીર્તિ બન્નેના આશયનો સંગ્રહ દેખાય છે— विषयाधिगतिश्चात्र प्रमाणफलमिष्यते । સ્વવિત્તિવા પ્રમાળ તુ સાધ્વં યોગ્યતાપિ વા ॥ તત્ત્વસં. કા.૧૩૪૪ આમાં પણ બે વાતો ખાસ ધ્યાન દેવા યોગ્ય છે— (૧) અત્યાર સુધી અન્ય પરંપરાઓમાં સ્થાન ન મેળવનાર ‘સ્વસંવેદન’વિચારનો પ્રવેશ અને તે દ્વારા જ્ઞાનસામાન્યમાં સ્વ-પરપ્રકાશત્વનું સૂચન. અસંગ અને વસુબંધુએ વિજ્ઞાનવાદ સ્થાપિત કર્યો. પરંતુ દિનાગે તેનું સમર્થન બહુ જોરથી કર્યું. તે વિજ્ઞાનવાદની સ્થાપના અને સમર્થનપદ્ધતિમાં જ સ્વસંવિદિતત્વ યા સ્વપ્રકાશત્વનો સિદ્ધાન્ત સ્ફુટતર થયો જેનો પ્રભાવ એક યા બીજા રૂપે અન્ય દાર્શનિકો પર પણ પડ્યો. Budhist Logic Vol. I p. 12 (૨) મીમાંસકની જેમ સ્પષ્ટપણે ‘અનધિગતાર્થક જ્ઞાન’નું જ પ્રામાણ્ય. શ્વેતામ્બર અને દિગમ્બર બન્ને જૈન પરંપરાઓના પ્રથમ તાર્કિક સિદ્ધસેન અને સમન્તભદ્રે પોતપોતાનાં લક્ષણમાં સ્વ-પરપ્રકાશાર્થક ‘સ્વ-પરાવભાસક' વિશેષણને સમાનપણે દાખલ કર્યું છે. સિદ્ધસેનના લક્ષણમાં ‘બાવિવર્જિત’ પદ તે જ અર્થમાં છે જે અર્થમાં મીમાંસક પદ ‘બાધવર્જિત’ યા ધર્મકીર્તિનું ‘અવિસંવાદિ’ પદ છે. જૈનન્યાયના પ્રસ્થાપક અકલંકે ક્યાંક ‘અનધિગતાર્થક’ અને ‘અવિસંવાદિ' બન્ને વિશેષણોને દાખલ કર્યાં છે અને ક્યાંક ‘સ્વપરાવભાસક’ વિશેષણનું પણ સમર્થન કર્યું છે. અકલંકના અનુગામી માણિક્યનન્દીએ એક જ વાક્યમાં ‘સ્વ’ તથા ‘અપૂર્વાર્ધ’ પદો દાખલ ૧. પ્રમાળમવિસંવાતિ જ્ઞાનમયં િયાસ્થિતિઃ । અવિસંવાદ્ન શાન્ડેડપ્થમિપ્રાયનિલેવનાત્। —પ્રમાણવા. ૨.૧. ૨. પ્રમાળં સ્વપામાપ્તિ જ્ઞાનું વાવગિતમ્। ન્યાયા.૧. તત્ત્વજ્ઞાન પ્રમાળં તે યુવત્ સર્વમાસનમ્ । આપ્તમી. ૧૦૧. સ્વપાવમાસરું યથા પ્રમાાં મુનિ વૃદ્ધિલક્ષળમ્। બૃ. સ્વયં. ૬૩ ૩. પ્રમાળમવિસંવાવિ જ્ઞાનમ્, અધિપતા યિામલક્ષળાત્ । અષ્ટશ. અષ્ટસ. પૃ. ૧૭૫. તેવુ મ્ -સિદ્ધ યંત્ર પાપેક્ષ્ય સિદ્ધી સ્વપરૂપયો: । તત્ પ્રમાળ તતો નાન્યવિત્ત્વમવેતનમ્। ન્યાયવિ. ટી. લિ. પૃ. ૩૦. ઉક્ત કારિકા સિદ્ધિવિનિશ્ચયની છે જે અકલંકની જ કૃતિ છે. ૪. સ્વાપૂર્વાર્થવ્યવસાયાત્મ જ્ઞાનું પ્રમાળમ્ । પરી. ૧.૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy