SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા ‘ગૌતમનસમ્મત’ કહીને પોતાની ભાષામાં પરિપૂર્ણરૂપે માન્ય રાખ્યું અને જે ઉત્તરવર્તી બધાં,ન્યાયવૈશેષિક શાસ્ત્રોમાં સમાનપણે માન્ય છે. ન્યાય-વૈશેષિક પરંપરા અનુસાર પ્રમાણસામાન્યલક્ષણમાં મુખ્યપણે ત્રણ વાતો ધ્યાન દેવા યોગ્ય છે— (૧) કારણદોષના નિવારણ દ્વારા કારણશુદ્ધિની સૂચના. (૨) વિષયબોધક ‘અર્થ’ પદનો લક્ષણમાં પ્રવેશ. (૩) લક્ષણમાં સ્વ-૫૨પ્રકાશત્વની ચર્ચાનો અભાવ તથા વિષયની અપૂર્વતા અનધિગતતાના નિર્દેશનો અભાવ. ૩૦૮ જો કે પ્રભાકર અને તેમના અનુગામી મીમાંસક વિદ્વાનોએ ‘અનુભૂતિ’ માત્રને જ પ્રમાણ તરીકે નિર્દેશી છે તેમ છતાં કુમારિલ અને તેમની પરંપરાવાળા અન્ય મીમાંસકોએ ન્યાય-વૈશેષિક તથા બૌદ્ધ બન્ને પરંપરાઓનું સંગ્રાહક એવું પ્રમાણનું લક્ષણ રચ્યું છે; આ લક્ષણમાં ‘અદુષ્ટકારણારબ્ધ' વિશેષણ દ્વારા કણાદકથિત કારણદોષનું નિવારણ સૂચવાયું છે અને ‘નિર્બાધત્વ’ તથા ‘અપૂર્વાર્થત્વ' વિશેષણો દ્વારા બૌદ્ધ પરંપરાનો પણ સમાવેશ કરાયો છે. तत्रापूर्वार्थविज्ञानं निश्चितं बाधवर्जितम् । अदुष्टकारणारब्धं प्रमाणं लोकसम्मतम् ॥ આ શ્લોક કુમારિલકર્તૃક મનાય છે. તેમાં બે વાતો ખાસ ધ્યાન દેવા યોગ્ય છે— (૧) લક્ષણમાં અધિગતબોધક ‘અપૂર્વ’ પદનો અર્થવિશેષણ તરીકે પ્રવેશ. (૨) સ્વ-૫૨પ્રકાશત્વની સૂચનાનો અભાવ. બૌદ્ધ પરંપરામાં દિફ્નાગે પ્રમાણસામાન્યના લક્ષણમાં ‘સ્વસંવિત્તિ’ પદને ફલના ૧. મનુસ્મૃતિભ્ર ન: પ્રમાળમ્। — બૃહતી ૧.૧.૫. - ૨. ગૌત્પત્તિાિ ોષ: ઝારળસ્ય નિવાર્યતે। અવાધોડરિઝેળ સ્વતસ્તેન પ્રમાળતા સર્વસ્યાનુપન—ડર્થે પ્રામાë સ્મૃતિન્યથા । શ્લોકવા.ઔત્ય. શ્લો. ૧૦-૧૧, તત્ત્વ વિશેષળત્રયમ્મુपाददानेन सूत्रकारेण कारणदोषबाधकज्ञानरहितम् अगृहीतग्राहि ज्ञानं प्रमाणम् इति प्रमाणलक्षणं મૂવિતમ્। શાસ્ત્રદી. પૃ. ૧૨૩. અધાતાર્થાન્તુ પ્રમાળમ્ કૃતિ ભટ્ટમીમાસંા આદુઃ । સિ. ચન્દ્રો. પૃ. ૨૦. ૩. અજ્ઞાતાર્થજ્ઞાપ પ્રમાણમ્ કૃતિ પ્રમાળસામાન્યજ્ઞક્ષળમ્। —પ્રમાણસ. ટી. પૃ. ૧૧ ૪. સ્વયંવિત્તિ: તું પાત્ર તકૂપાથૅનિશ્ચય:। વિષયવાર દ્વ્રામ્ય પ્રમાળે તેન મીયતે ॥ પ્રમાણસ. ૧. ૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy