________________
૨૯૫
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
107. यच्चेदमसाधनाङ्गमित्यस्य व्याख्यानान्तरम्-साधर्म्यण हेतोर्वचने वैधर्म्यवचनम्, वैधर्येण च प्रयोगे साधर्म्यवचनं गम्यमानत्वात् पुनरुक्तमतो न साधनाङ्गम्; इत्यप्यसाम्प्रतम्, यतः सम्यक्साधनसामर्थ्येन स्वपक्षं साधयतो वादिनो निग्रहः स्यात्, असाधयतो वा ? । प्रथमपक्षे न साध्यसिद्ध्यप्रतिबन्धिवचनाधिक्योपालम्भमात्रेणास्य निग्रहः, अविरोधात् । नन्वेवं नाटकादिघोषणतोऽप्यस्य निग्रहो न स्यात्; सत्यमेतत्, स्वसाध्यं प्रसाध्य नृत्यतोऽपि दोषाभावाल्लोकवत्, अन्यथा ताम्बूलभक्षण-भ्रूक्षेपखाटकृत-हस्तास्फालनादिभ्योऽपि सत्यसाधनवादिनोऽपि निग्रहः स्यात् । अथ स्वपक्षमप्रसाधयतोऽस्य ततो निग्रहः; नन्वत्रापि कि प्रतिवादिना स्वपक्षे साधिते वादिनो वचनाधिक्योपालम्भो निग्रहो लक्ष्येत, असाधिते वा? | प्रथमपक्षे स्वपक्षसिद्ध्यैवास्य निग्रहाद्वचनाधिक्योद्भावनमनर्थकम्, तस्मिन् सत्यपि पक्षसिद्धिमन्तरेण जयायोगात् । द्वितीयपक्षे तु युगपद्वादिप्रतिवादिनोः . पराजयप्रसङ्गो जयप्रसङ्गो वा स्यात्, स्वपक्षसिद्धेरभावाविशेषात् ।
_107. अपनगवयननी मेषी व्याध्या ५९॥ छे. ते नये भु४ छ - સાધમ્મ (વિધિરૂપ, અન્વયરૂપ) દ્વારા હેતુનો વચનપ્રયોગ કર્યા પછી પણ વૈધર્મ (નિષેધરૂપ, વ્યતિરેકરૂપ) દ્વારા પણ હેતુનો વચનપ્રયોગ કરવો, અથવા વૈધમ્મ દ્વારા હેતુનો વચનપ્રયોગ કર્યા પછી પણ સાધમ્મ દ્વારા હેતુનો વચનપ્રયોગ કરવો એ પુનરુક્ત છે કારણ કે એકના વચનપ્રયોગથી બીજાનું જ્ઞાન અર્થાત થઈ જ જાય છે. એટલે બીજાનો વચનપ્રયોગ કરવો એ અસાધનાંગવચન છે, અસાધનાંગવચનરૂપ નિગ્રહસ્થાન છે. આમ માનવું પણ યોગ્ય નથી. તેનું કારણ સમજાવીએ છીએ. શું નિર્દોષ હેતુના બળે પોતાના પક્ષને સિદ્ધ કરનાર વાદી આ નિગ્રહસ્થાનથી નિગૃહીત થશે કે પોતાના પક્ષને સિદ્ધન કરનાર ? સાધ્યની સિદ્ધિમાં બાધક ન બનનારાં વચનોની અધિકતાના ઉપાલંભ માત્રથી સ્વપક્ષની સિદ્ધિ કરનારો નિગૃહીત બનતો નથી કારણ કે વચનોની અધિકતાનો પક્ષસિદ્ધિ સાથે કોઈ વિરોધ નથી.
બૌદ્ધ – તો પછી નાટક આદિની ઘોષણા કરવાથી પણ તેનો નિગ્રહનહિ થાય.
જૈન–બરાબર છે, નહિ થાય. પોતાના સાધ્યને સિદ્ધ કર્યા પછી કોઈ નાચે તો તેમાં કંઈ અયોગ્ય નથી. લોકમાં એવું થતું આપણે દેખીએ છીએ જ.અન્યથા સાધ્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org