________________
૨૯૬
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા સિદ્ધિ કર્યા પછી પાન ચાવવું, ભૂપ કરવો, કાખલી કૂટવી, ટપાકા પાડવા, વગેરેથી પણ સાધ્યસિદ્ધિ કરનારનો પણ નિગ્રહ માનવાની આપત્તિ આવશે. જો કહેવામાં આવે કે પોતાના પક્ષને સિદ્ધ ન કરનારનો જ વચનાધિક્ય નિગ્રહસ્થાનથી નિગ્રહ થાય છે તો અહીં પણ પ્રશ્ન થાય કે શું પ્રતિવાદી દ્વારા પોતાનો પક્ષ સિદ્ધ કરાયા પછી વાદીનો વચનાધિક્યથી નિગ્રહ થાય છે કે પછી પ્રતિવાદી દ્વારા પોતાના પક્ષની સિદ્ધિ ન કરાઈ હોય ત્યારે પણ વાદીનો વચનાધિક્યથી નિગ્રહ થાય છે? જો પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તો પ્રતિવાદીના પક્ષની સિદ્ધિ થઈ જવાના કારણે જ વાદી નિગૃહીત પરાજિત) થઈ જશે, પછી વચનાધિષ્પદોષનું ઉદ્દભાવન કરવું વ્યર્થ થઈ જાય છે કેમ કે પ્રતિવાદી વચનાધિક્યદોષનું ઉદ્દભાવન કરે છતાં પણ પ્રતિવાદી જ્યાં સુધી પોતાના પક્ષને સિદ્ધ ન કરે ત્યાં સુધી તેનો (પ્રતિવાદીનો) વિજય થતો નથી.જો બીજો પક્ષ સ્વીકારવામાં આવે તો વાદી અને પ્રતિવાદી બન્નેના એક સાથે વિજય કે પરાજયની આપત્તિ આવશે કેમ કે બન્નેમાંથી કોઈએ પણ પોતાના પક્ષની સિદ્ધિ કરી નથી. ___ 108. ननु न स्वपक्षसिद्धयसिद्धिनिबन्धनौ जयपराजयौ, तयोर्ज्ञानाज्ञाननिबन्धनत्वात् । साधनवादिना हि साधुसाधनं ज्ञात्वा वक्तव्यम्, दूषणवादिना च दूषणम् । तत्र साधर्म्यवचनाद्वैधर्म्यवचनाद्वाऽर्थस्य प्रतिपत्तौ तदुभयवचने वादिनः प्रतिवादिना सभायामसाधनाङ्गवचनस्योद्भावनात् साधुसाधनाज्ञानसिद्धेः पराजयः । प्रतिवादिनस्तु तदूषणज्ञाननिर्णयाज्जयः स्यात्; इत्यप्यविचारितरमणीयम्, यतः स प्रतिवादी सत्साधनवादिनः साधनाभासवादिनो वा वचनाधिक्यदोषमुद्भावयेत् ? । तत्राद्यपक्षे वादिनः कथं साधुसाधनाज्ञानम्, तद्वचनेयत्ताज्ञानस्यैवाभावात् ? । द्वितीयपक्षे तु न प्रतिवादिनो दूषणज्ञानमवतिष्ठते साधनाभासस्यानुद्भावनात् । तद्वचनाधिक्यदोषस्य ज्ञानात् दूषणज्ञोऽसाविति चेत्; साधनाभासाज्ञानाददूषणज्ञोऽपीति नैकान्ततो वादिनं जयेत्, तददोषोद्भावनलक्षणस्य पराजयस्यापि निवारयितुमशक्तेः । अथ वचनाधिक्यदोषोद्भावनादेव प्रतिवादिनो जयसिद्धौ साधनाभासोद्भावनमनर्थकम्; नन्वेवं साधनाभासानुद्भावनात्तस्य पराजयसिद्धौ वचनाधिक्योद्भावनं कथं जयाय प्रकल्पेत? । अथ वचनाधिक्यं साधनाभासं वोद्भावयतः प्रतिवादिनो जयः; कथमेवं साधर्म्यवचने वैधर्म्यवचनं वैधर्म्यवचने वा साधर्म्यवचनं पराजयाय प्रभवेत् ? । कथं चैवं वादिप्रतिवादिनोः पक्षप्रतिपक्षपरिग्रह
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org