________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
89. यदि पुनः पदनैरर्थक्यमेव वाक्यनैरर्थक्यं पदसमुदायात्मकत्वात् तस्य तर्हि वर्णनैरर्थक्यमेव पदनैरर्थक्यं स्यात् वर्णसमुदायात्मकत्वात् तस्य । वर्णानां सर्वत्र निरर्थकत्वात् पदस्यापि तत्प्रसङ्गश्चेत्; तर्हि पदस्यापि निरर्थकत्वात् तत्समुदायात्मनो वाक्यस्यापि नैरर्थक्यानुषङ्गः । पदस्यार्थवत्त्वेन (वत्त्वे च) पदार्थापेक्षया; [ वर्णार्थापेक्षया] वर्णस्यापि तदस्तु प्रकृतिप्रत्ययादिवत् ; न खलु प्रकृतिः केवला पदं प्रत्ययो वा । नाप्यनयोरनर्थकत्वम् । अभिव्यक्तार्थाभावादनर्थकत्वे; पदस्यापि तत् स्यात् । यथैव हि प्रकृत्यर्थः प्रत्ययेनाभिव्यज्यते प्रत्ययार्थश्च प्रकृत्या तयोः केवलयोरप्रयोगात् तथा देवदत्तस्तिष्ठतीत्यादिप्रयोगे स्याद्यन्तपदार्थस्य त्याद्यन्तपदेन त्याद्यन्तपदार्थस्य च स्त्याद्यन्तपदेनाभिव्यक्तेः केवलस्याप्रयोगः । पदान्तरापेक्षस्य पदस्य सार्थकत्वं प्रकृत्यपेक्षस्य प्रत्ययस्य तदपेक्षस्य च प्रकृत्यादिवर्णस्य समानमिति ९ ।
89. જો કહેવામાં આવે કે પદોની નિરર્થકતા જ વાક્યની નિરર્થકતા છે કેમ કે પદોનો સમૂહ જ વાક્ય છે તો વર્ષોની નિરર્થકતા જ પદોની નિરર્થકતા બની જશે કેમ કે વર્ણોનો સમૂહ જ પદ છે. હવે વર્ણો તો સર્વત્ર નિરર્થક હોય છે તેથી જો વર્ણોની નિરર્થકતા જ પદોની નિરર્થકતા હોય તો પદો પણ વર્ણોની જેમ સર્વત્ર નિરર્થક બની જાય, અને પદો પણ સર્વત્ર નિરર્થક બની જવાના કારણે તેમના સમુદાયરૂપ વાક્ય પણ સર્વત્ર નિરર્થક બની જવાની આપત્તિ આવે.
૨૭૯
આના ઉત્ત૨માં કહેવામાં આવે છે
[વાક્યાર્થની અપેક્ષાએ પદને ભલે નિરર્થક કહો પરંતુ ] પદાર્થની અપેક્ષાએ પદ અર્થવાન છે. [અર્થાત્ વાક્ય દ્વારા વ્યક્ત થતો અર્થ પદ દ્વારા વ્યક્ત થતો નથી એ સાચું પરંતુ પદ પોતાનો અર્થ(પદાર્થ) તો વ્યક્ત કરે છે જ.] આ જ વાત વર્ણોને લાગુ પડે છે. વર્ણાર્થની અપેક્ષાએ વર્ણો પણ અર્થવાન છે. [અર્થાત્ પદ દ્વારા વ્યક્ત થતો અર્થ વર્ણદ્વારા વ્યક્ત થતો નથી એ સાચું પરંતુ વર્ણ પોતાનો અર્થ વ્યક્ત કરે છે,] પ્રકૃતિ (મૂલ ધાતુ) અને પ્રત્યયની જેમ. કેવળ પ્રકૃતિ પદ નથી કે કેવળ પ્રત્યય પદ નથી. આ બન્ને [પૃથ-પૃથક્ પણ] નિરર્થક નથી. [પદથી — પ્રકૃતિપ્રત્યયના સમ્મિલનરૂપ પદથી] અભિવ્યક્ત અર્થ પ્રકૃતિ અને પ્રત્યયમાં ન હોવાના કારણે પ્રકૃતિ અને પ્રત્યયને નિરર્થક માનીશું તો [વાક્યથી—પદોના સમૂહરૂપ વાક્યથી અભિવ્યક્ત અર્થ પદમાં ન હોવાથી] પદને પણ નિરર્થક માનવું પડે. જેમ પ્રકૃતિનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org