________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૭૭ છે જ. બીજો પક્ષ સ્વીકારવામાં આવે તો બધાં જ નિગ્રહસ્થાનો “નિરર્થક નિગ્રહસ્થાન બની જશે કેમ કે બધાં જ નિગ્રહસ્થાનો સાધ્યને સિદ્ધ કરવામાં અનુપયોગી છે. થોડા તુચ્છ અંતરના કારણે જો પૃથક નિગ્રહસ્થાન માનશો તો ચાળા કરી રાડ પાડવી, હથેળી અફાળી ટાબોટા પાડવા, કાખલી કૂટવી વગેરેને પણ સાધ્ય સાધવામાં અનુપયોગી હોવાથી પૃથક નિગ્રહસ્થાનો માનવા પડશે. ____87. यत् साधनवाक्यं दूषणवाक्यं वा त्रिरभिहितमपि परिषत्प्रतिवादिभ्यां बोद्धं न शक्यते तत् अविज्ञातार्थं नाम निग्रहस्थानं भवति । अत्रेदमुच्यतेवादिना त्रिरभिहितमपि वाक्यं परिषत्प्रतिवादिभ्यां मन्दमतित्वादविज्ञातम्, गूढाभिधानतो वा, द्रुतोच्चाराद्वा ? । प्रथमपक्षे सत्साधनवादिनोऽप्येतन्निग्रहस्थानं स्यात्, तत्राप्यनयोर्मन्दमतित्वेनाविज्ञातत्वसम्भवात् । द्वितीयपक्षे तु पत्रवाक्यप्रयोगेऽपि तत्प्रसङ्गः, गूढाभिधानतया परिषत्प्रतिवादिनोर्महाप्राज्ञयोरप्यविज्ञातत्वोपलम्भात् । अथाभ्यामविज्ञातमप्येतत् वादी व्याचष्टे; गूढोपन्यासमप्यात्मनः स एव व्याचष्टाम्, अव्याख्याने तु जयाभाव एवास्य, न पुनर्निग्रहः, परस्य पक्षसिद्धेरभावात् । द्रुतोच्चारेप्यनयोः कथञ्चित् ज्ञानं सम्भवत्येव, सिद्धान्तद्वयवेदित्वात् । साध्यानुपयोगिनि तु वादिनः प्रलापमात्रे तयोरविज्ञानं नाविज्ञातार्थं वर्णक्रमनिर्देशवत् । ततो नेदमविज्ञातार्थं निरर्थकाद्भिद्यत इति ८ ।
87. (૮) અવિજ્ઞાતાર્થ–જે સાધનવાક્ય યા દૂષણવાક્ય ત્રણ વાર બોલવા છતાં પરિષદ અને પ્રતિવાદીને સમજાય નહિ તે અવિજ્ઞાતાર્થ નામનું નિગ્રહસ્થાન બને છે. આ નિગ્રહસ્થાન અંગે પૂછવાનું એ કે વાદી દ્વારા ત્રણ વાર બોલવામાં આવવા છતાં પરિષદ અને પ્રતિવાદીને તે સમજાતું કેમ નથી? – શું પરિષદ અને પ્રતિવાદી મન્દબુદ્ધિ છે માટે, કે ગૂઢ શબ્દોનો તેમાં પ્રયોગ થયો છે માટે કે ઝડપથી ઉચ્ચારવામાં આવ્યું છે માટે? પ્રથમ પક્ષમાં તો સમીચીન સાધન કહેનારો વાદી પણ નિગૃહીત થઈ જશે કેમ કે મન્દબુદ્ધિ હોવાના કારણે પરિષદ અને પ્રતિવાદી સત્સાધનને ન સમજી શકે એ સંભવ છે. બીજો પક્ષ સ્વીકારો તો પત્રવાક્યમાં પણ અવિજ્ઞાતતા નિગ્રહસ્થાનની આપત્તિ આવે કેમ કે પત્રવાક્યમાં ગૂઢ શબ્દોનો પ્રયોગ થતો હોવાથી મહાપ્રાજ્ઞ પરિષદ અને પ્રતિવાદી પણ તેને સમજી શકતા નથી. જો કહેવામાં આવે કે પરિષદ અને પ્રતિવાદી પત્રવાક્યના જે ગૂઢ પદોને ન સમજી શકે તેમની વ્યાખ્યા વાદી પોતે કરી દે છે તો પોતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org