SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા એવું કૃદન્ત પદ બને છે. પદના પ્રકારો આ છે : નામ, આખ્યાત, નિપાત અને ઉપસર્ગ’’ અને પછી નામ આદિની વ્યાખ્યા કરવા લાગે તો તે ‘અર્થાન્તર' નિગ્રહસ્થાનથી પરાજિત થાય છે. પરંતુ આ ‘અર્થાન્તર’ નામનું નિગ્રહસ્થાન સાધ્યને સિદ્ધ કરવામાં સમર્થ સાધન યા સમર્થ દૂષણનો પ્રયોગ કરાયા પછી નિગ્રહનું (પરાજયનું) કારણ બને છે કે અસમર્થ સાધન યા અસમર્થ દૂષણનો પ્રયોગ કરાયા પછી ? જો સમર્થ સાધન યા સમર્થ દૂષણનો પ્રયોગ કર્યા પછી વાદી અર્થાન્તરનું કથન કરે તો તે અર્થાન્તરકથન નિગ્રહનું કારણ નથી જ, કારણ કે પોતાનું સાધ્ય સિદ્ધ કર્યા પછી વાદી નાચે તો પણ કોઈ દોષ નથી, લોકમાં એવું થતું હોય છે જ. જો વાદીએ અસમર્થ સાધન યા અસમર્થ દૂષણનો પ્રયોગ કર્યો હોય તો વાદી પ્રતિવાદીના પક્ષની સિદ્ધિ થતાં નિગૃહીત થશે કે પછી પ્રતિવાદીના પક્ષની સિદ્ધિ ન થવા છતાં પણ નિગૃહીત થશે ? જો વાદી પ્રતિવાદીના પક્ષની સિદ્ધિ થતાં નિંગૃહીત થતો હોય તો પ્રતિવાદીના પક્ષની સિદ્ધિ થતાં જ વાદીનો નિગ્રહ થઈ જશે અને નહિ કે આ ‘અર્થાન્તર’ નિગ્રહસ્થાનથી તેનો નિગ્રહ થશે. જો બીજો પક્ષ સ્વીકારવામાં આવે તો વાદીનો નિગ્રહ આ ‘અર્થાન્તર'થી નહિ જ થાય કેમ કે બન્નેયના પક્ષની સિદ્ધિ થઈ નથી. 86. अभिधेयरहितवर्णानुपूर्वीप्रयोगमात्रं निरर्थकं नाम निग्रहस्थानं भवति । यथा अनित्यः शब्दः कचटतपानां गजडदबत्वाद् घझढधभवदिति । एतदपि सर्वथार्थशून्यत्वान्निग्रहाय कल्पेत, साध्यानुपयोगाद्वा ? । तत्राद्यविकल्पोऽयुक्तः, सर्वथार्थशून्यशब्दस्यैवासम्भवात्, वर्णक्रमनिर्देशस्याप्यनुकार्येणार्थेनार्थवत्त्वोपपत्तेः । द्वितीयविकल्पे तु सर्वमेव निग्रहस्थानं निरर्थकं स्यात् साध्यसिद्धावनुपयोगित्वाविशेषात् । किञ्चिद्विशेषमात्रेण भेदे वा खाट्कृत-हस्तास्फालन - कक्षापिट्टितादेरपि साध्यानुपयोगिनो निग्रहस्थानान्तरत्वानुषङ्ग इति ७ । 86. (૭) નિરર્થક- -અભિધેયરહિત વર્ણાનુપૂર્વીમાત્રના પ્રયોગને નિરર્થક નામનું નિગ્રહસ્થાન કહે છે. [અર્થાત્ અનુક્રમે એવા વર્ણોનું ઉચ્ચારણ કરવું કે જેમનો કોઈ પણ અર્થ ન હોય, તે ‘નિરર્થક’ નિગ્રહસ્થાન છે.] ઉદાહરણ શબ્દ અનિત્ય છે કારણ કે કચટતપનું ગજડદબ હોવાથી, ઘઝઢધભની જેમ. આ નિગ્રહસ્થાન અંગે પ્રશ્ન થાય છે કે શું તે સર્વથા અર્થશૂન્ય હોવાથી નિગ્રહનું કારણ છે કે પછી સાધ્ય સાધવામાં અનુપયોગી હોવાથી નિગ્રહનું કારણ છે ? પહેલો પક્ષ અયોગ્ય છે કેમ કે શબ્દનું સર્વથા અર્થશૂન્ય હોવું સંભવતું જ નથી. વર્ણક્રમનો નિર્દેશ પણ છેવટે અનુકાર્ય અર્થથી અર્થવાન્ હોય Jain Education International - ―――――――― For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy