________________
૨૭૧
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ प्रतिज्ञाहानेरवधारयितुमशक्यत्वात् । न खलु प्रतिपक्षस्य धर्मं स्वपक्षेऽभ्यनुजानत एव प्रतिज्ञात्यागो येनायमेक एव प्रकार: प्रतिज्ञाहानौ स्यात्, अधिक्षेपादिभिराकुलीभावात् प्रकृत्या सभाभीरुत्वादन्यमनस्कत्वादेर्वा निमित्ता[त्] किञ्चित् साध्यत्वेन प्रतिज्ञाय तद्विपरीतं प्रतिजानानस्याप्युपलम्भात् पुरुषभ्रान्तेरनेककारणकत्योपपत्तेरिति १ ।
80. (૧) પ્રતિજ્ઞા હાનિ-તેમાં પ્રતિજ્ઞાાનિનું લક્ષણ આ છે–પ્રતિદષ્ટાન્તના ધર્મને પોતાના દાત્તમાં સ્વીકારી લેવા તે પ્રતિજ્ઞા હાનિ છે.” આ ન્યાયસૂત્ર [૫.૨.૨.] છે. આની ભાષ્યકાર વાત્સ્યાયનની વ્યાખ્યા આ પ્રમાણે છે – “જ્યારે પ્રતિવાદી સાધ્યરૂપ ધર્મના વિરોધી કોઈ ધર્મ દ્વારા વાદીનો (અર્થાતુ વાદીના હેતુનો) નિરાસ કરે ત્યારે જો વાદી વિરોધી દષ્ટાન્તના ધર્મને પોતાના દૃષ્ટાન્તમાં સ્વીકારી લે તો તે પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરે છે, આમ પ્રતિજ્ઞાહાનિ થાય છે. ઉદાહરણ – વાદી પ્રયોગ કરે છે, “શબ્દ અનિત્ય છે કારણ કે તે ઈન્દ્રિયગ્રાહ્ય છે, ઘટની જેમ.” આ સાંભળી પ્રતિવાદી ખંડન કરે છે, “ઇન્દ્રિયગ્રાહ્ય સામાન્ય નિત્ય દેખાયું છે, તો પછી શબ્દ પણ તે જ રીતે નિત્ય કેમ ન હોઈ શકે?' પ્રતિવાદીએ આમ કહેતાં વાદી પોતે પ્રયોજેલા હેતુની આભાસતા સમજી જાય છે તેમ છતાં કથાને સમાપ્ત કરતો નથી પણ પ્રતિજ્ઞાનો ત્યાગ કરતો કહે છે, “જો ઇન્દ્રિયગ્રાહ્ય સામાન્ય નિત્ય છે તો ઘટ પણ ભલે નિત્ય હો.” આમ વાદી પોતાના પક્ષસાધક દષ્ટાન્તમાં (ઘટમાં) નિત્યતાનો (સાધ્યરૂપ ધર્મ અનિત્યતાથી વિરોધી ધર્મનો) સ્વીકાર કરતો પોતાના નિગમન સુધીના પક્ષનો ત્યાગ કરે છે, અને પક્ષનો ત્યાગ કરતો તે પ્રતિજ્ઞાનો ત્યાગ કરે છે એમ કહેવાય કારણ કે પક્ષનો આધાર પ્રતિજ્ઞા છે.” ન્યાયભાષ્ય, ૫.૨.૨].
નૈયાયિકોનું આ કથન અસંગત છે કારણ કે પ્રતિજ્ઞાાનિ ખરેખર તો સાક્ષાત્ દૃષ્ટાન્તહાનિરૂપ છે. તે સાક્ષાત દૃષ્ટાન્તહાનિરૂપ છે કારણ કેદાન્તમાં જ ધર્મનો પરિત્યાગ કરવામાં આવ્યો છે. હા, પરંપરાથી હેતુ, ઉપનય અને નિગમનનો પણ ત્યાગ કરવામાં આવ્યો છે કારણ કે દષ્ટાન્ત અસમીચીન હોતાં હેતુ આદિ પણ અસમીચીન બની જાય છે. આવી સ્થિતિમાં તેને પ્રતિજ્ઞાાનિ જ ગણવી તે અસંગત છે. ન્યાયવાર્તિકકાર ઉદ્યોતકરે “તિવૃષ્ટીન્તધર્માનુજ્ઞ સ્વછને પ્રતિજ્ઞાહનઃ' એ સૂત્રમાં આવેલા દષ્ટાન્ત' શબ્દનો અર્થ પક્ષ કર્યો છે. ઉદ્યોતકરની સૂત્રવ્યાખ્યા આ પ્રમાણે છે – “જે દષ્ટ છે અને અત્તે રહેલો હોવાથી અત્ત પણ છે તે દૃષ્ટાન્ત એટલે કે પક્ષ. [અર્થાત્ જે અન્ને નિગમનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org