________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૬૩
નનઃ સન્માî પ્રતિવદ્યતેતિ । તસ્ય તમાહ— ‘તત્ત્વસંરક્ષળાર્થમ્’ । ‘તત્ત્વ’शब्देन तत्त्वनिश्चयः साधुजनहृदयविपरिवर्ती गृह्यते, तस्य रक्षणं दुर्विदग्धजनजनितविकल्पकल्पनात इति ।
68. પોતાના પક્ષને સિદ્ધ કરવા વાદી સાધન જણાવે છે. તેનો પ્રતિષેધ કરવા માટે પ્રતિવાદી દૂષણ જણાવે છે. પ્રતિવાદી પણ પોતાના પક્ષને સિદ્ધ કરવા સાધન જણાવે છે. તેનો પ્રતિષેધ કરવા વાદી દૂષણ જણાવે છે. તો આમ વાદીનાં સાધન અને દૂષણ તથા પ્રતિવાદીનાં સાધન અને દૂષણનું બન્ને વાદી અને પ્રતિવાદીએ વદવું (અભિધાન કરવું, કથન કરવું) તે વાદ છે. કેવી રીતે વદવું ? તેના ઉત્તરમાં કહ્યું છે, ‘પાક્ષિક વગેરે સમક્ષ’. સૂત્રગત ‘પ્રાશ્નિક'નો અર્થ સભ્ય છે. પ્રાક્ષિકો અર્થાત્ સભ્યો આવા હોવા જોઈએ
‘સ્વસિદ્ધાન્ત અને પરસિદ્ધાન્તના જ્ઞાતા, કુલીન, બન્ને પક્ષોને માન્ય, ક્ષમાવાન, વાદમાર્ગોમાં નિપુણ, અને તુલા સમાન નિષ્પક્ષ ન્યાય કરનારાને પ્રાશ્નિકો કહ્યા છે.’ પ્રાશ્નિકો આવાં લક્ષણો ધરાવતા હોય છે. સૂત્રગત ‘આદિ’ (વગેરે) પદથી સભાપતિ, વાદી અને પ્રતિવાદીનું ગ્રહણ કરવામાં આવ્યું છે. આમ કથા ચાર અંગોવાળી હોય છે, ચારમાંથી એક પણ અંગ ખૂટતું હોય તો કથાનું કથાપણું ઘટતું નથી. વર્ણાશ્રમના પાલનમાં સમર્થ, ન્યાય-અન્યાયની વ્યવસ્થા કરનાર અને નિષ્પક્ષ હોવાથી સમદષ્ટિવાળા સભાપતિ વિના તથા પૂર્વોક્ત લક્ષણો ધરાવતા પ્રાશ્નિકો વિના વાદી અને પ્રતિવાદી પોતપોતાને અભિમત સાધન-દૂષણની પ્રણાલીનું અવલંબન કરવા સમર્થ નથી. વળી, દુ:શિક્ષિત હોવાના કારણે પોતે શીખેલા થોડાક કુતર્કોથી વાચાળ બની ગયેલા બાલિશોની ટોળકી ગતાનુગતિક સામાન્ય જનને શ્રદ્ધાથી વ્યુત કરી દે છે અને પરિણામે તે સન્માર્ગને પામી શકતો નથી. વાદનું ફળ કહે છે – ‘તત્ત્વનું સંરક્ષણ વાદનું ફળ છે — પ્રયોજન છે (તત્ત્વસંરક્ષાર્થમ્).' ‘તત્ત્વ’ પદથી ભદ્ર યા સાધુ જનોના હૃદયોમાં (ચિત્તોમાં) દઢપણે રહેલો તત્ત્વનિશ્ચય (તત્ત્વસંપ્રત્યય, તત્ત્વશ્રદ્ધા) સમજવો. પોતાને પંડિત માની બેઠેલા દુર્વિદગ્ધ જનોએ ખડા કરેલા કુર્તકવિકલ્પોની કલ્પનાથી તત્ત્વસંપ્રત્યય યા તત્ત્વશ્રદ્ધાનું રક્ષણ કરવું એ વાદનું પ્રયોજન છે. [જય, કીર્તિ કે અર્થલાભ વાદનું પ્રયોજન નથી.]
-
69. નનુ તત્ત્વરક્ષળ નલ્પય વિતડાયા ના પ્રયોનનમ્ । યવાદ– "तत्त्वाध्यवसायसंरक्षणार्थं जल्पवितण्डे बीजप्ररोहसंरक्षणार्थं कण्टकशाखापरिचरणवत्" [ न्यायसू. ४.२.५०] इति; न, वादस्यापि निग्रहस्थानवत्त्वेन तत्त्वसंरक्षणार्थत्वात् । न चास्य निग्रहस्थानवत्त्वमसिद्धम् । "प्रमाणतर्कसाधनोपालम्भ: सिद्धान्ताविरुद्धः पञ्चावयवोपपन्नः पक्ष
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org