________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૫૯
જ વસ્તુઓ) ઘટ સાથે સમાનતા ધરાવે છે એટલે બધા જ ભાવો અનિત્ય બની જશે. અને જો સ્વીકારવામાં આવે કે અનિત્ય ઘટ સાથે સમાનતા હોવા છતાં કેટલાક ભાવો (આકાશ આદિ) અનિત્ય નથી, તો શબ્દ પણ અનિત્ય ન હો.
પૂર્વોક્ત (૧૮મી) અવિશેષસમા જાતિમાં બધી વસ્તુઓમાં સામાન્યપણે વિશેષતાના અભાવનું આપાદન ક૨વામાં આવે છે જ્યારે આ અનિત્યસમા જાતિમાં બધી વસ્તુઓમાં અનિત્યતામાત્રનું આપાદન કરવામાં આવે છે.
―
(૨૪) કાર્યસમા — પ્રયત્નનાં કાર્યોનું નાનાત્વ (વૈવિધ્ય યા પ્રકારભેદ) દર્શાવીને હેતુનું નિરસન કરવું તે કાર્યસમા જાતિ છે. ઉદાહરણ — ‘શબ્દ અનિત્ય છે કારણ કે તે પ્રયત્નજન્ય છે’ એમ કહેવામાં આવતાં જાતિવાદી કહે છે, ‘પ્રયત્નનું કાર્ય બે પ્રકારનું દેખાય છે કોઈક કાર્ય અસત્ (ઉત્પત્તિ પૂર્વે અસત્) જ પ્રયત્ન વડે ઉત્પન્ન થાય છે, જેમ કે ઘટ. કોઈક કાર્ય સત્ જ હોય છે, આવરણ દૂર થવાથી કેવળ તે પ્રગટ થાય છે જેમ કે માટી નીચે રહેલાં મૂળ, ખીલા વગેરે. પ્રયત્નજન્ય કાર્યોના આ વૈવિધ્યના કારણે સંશય પેદા થાય છે કે પ્રયત્ન વડે શબ્દને કેવળ પ્રગટ(વ્યક્ત) કરવામાં આવે છે કે ઉત્પન્ન કરવામાં આવે છે ?
સંશયસમા અને કાર્યસમા જાતિઓમાં સંશયનું આપાદન કરવાની રીતમાં ભેદ છે, એટલે કાર્યસમા જાતિ સંશયસમા જાતિથી ભિન્ન છે.
65. तदेवमुद्भावनविषयविकल्पभेदेन जातीनामानन्त्येऽप्यसङ्कीर्णोदाहरणविवक्षया चतुर्विंशतिर्जातिभेदा एते दर्शिताः । प्रतिसमाधानं तु सर्वजातीनामन्यथानुपपत्तिलक्षणानुमानलक्षणपरीक्षणमेव । न ह्यविप्लुतलक्षणे हेतावेवंप्रायाः पांशुपाताः प्रभवन्ति । कृतकत्वप्रयत्नानन्तरीयकत्वयोश्च दृढप्रतिबन्धत्वान्नावरणादिकृतं शब्दानुपलम्भनमपि त्वनित्यत्वकृतमेव । जातिप्रयोगे च परेण कृते सम्यगुत्तरमेव वक्तव्यं न प्रतीपं जात्युत्तरैरेव प्रत्यवस्थेयमासमञ्जस्य प्रसङ्गादिति ।
65. આમ [અસત્ દોષોની] ઉદ્ભાવનાના વિષયો અને વિકલ્પોના ભેદે જાતિઓ અનન્ત છે તો પણ અસંકીર્ણ ઉદાહરણો જણાવવાની ઇચ્છા હોવાના કારણે જાતિના આ ચોવીસ ભેદો દર્શાવવામાં આવ્યા. આ બધી જાતિઓનું પ્રતિસમાધાન અન્યથાનુપપત્તિરૂપ હેતુલક્ષણ અને અનુમાન લક્ષણની પરીક્ષા કરવી તે જ છે. કેમ ? કારણ કે અન્યથાનુપપત્તિલક્ષણ ધરાવતા હેતુનો પ્રયોગ કરવામાં આવે તો તેના ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org