________________
૨૫૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા છે. ઉદાહરણ – “શબ્દ અનિત્ય છે કારણ કે તે પ્રયત્નજન્ય છે આવો અનુમાનપ્રયોગ કરાતાં જાતિવાદી તેના ખંડનમાં આ મુજબ કહે છે-“પ્રયત્નજન્યતા અનિત્યતા સિદ્ધ કરવામાં સાધન નથી. સાધન તો તે કહેવાય છે જેની સાધ્ય વિના ઉપલબ્ધિ ન થઈ શકે પરંતુ વિદ્યુત (વીજળી) આદિમાં તો અનિત્યતા પ્રયત્નજન્યતા વિના પણ ઉપલબ્ધ થાય છે. આ જ રીતે, વાયુના વેગથી ભાંગી જતી વનસ્પતિ (વૃક્ષની ડાળી વગેરે)થી ઉત્પન્ન થતા શબ્દમાં પણ અનિત્યતા પ્રયત્નજન્યતા વિના ઉપલબ્ધ થાય છે.
(૨૧) અનુપલબ્ધિસમા– અનુપલબ્ધિ દ્વારા નિરાસ કરવો તે અનુપલબ્ધિસમા જાતિ છે. ઉદાહરણ–તેજ અનુમાનપ્રયોગમાં પ્રયત્નજન્યવહેતુ રજૂ કરાતાં જાતિવાદી કહે છે, “શબ્દ પ્રયત્નનું કાર્ય નથી કારણ કે ઉચ્ચારણ કરવામાં આવતાં પહેલાં પણ શબ્દ અસ્તિત્વ ધરાવતો હોય છે જ પરંતુ આવરણના કારણે તેની ઉપલબ્ધિ થતી નથી. જો કોઈ કહે કે આવરણની અનુપલબ્ધિ હોય છે ત્યારે પણ શબ્દની અનુપલબ્ધિ હોય છે, માટે ઉચ્ચારણ પહેલાં શબ્દ અસ્તિત્વ ધરાવતો નથી જ, તો એમ કહેવું યોગ્ય નથી કારણ કે આવરણની અનુપલબ્ધિમાં અનુપલબ્ધિનો સદ્દભાવ હોવાના કારણે આવરણાનુપલબ્ધિની અનુપલબ્ધિ છે, અને આવરણાનુપલબ્ધિની અનુપલબ્ધિ હોવાના કારણે આવરણાનુપલબ્ધિનો અભાવ છે, અને આવરણાનુપલબ્ધિનો અભાવ હોતાં આવરણોપલબ્ધિનો ભાવ થાય છે, અને આવરણોપલબ્ધિના ભાવના કારણે માટીમાં દબાયેલાં ઢંકાયેલાં મૂળ, ખીલા વગેરેની જેમ (અસ્તિત્વ ધરાવતા) શબ્દની ઉચ્ચારણ પહેલાં અનુપલબ્ધિ (અગ્રહણ) છે, આમ શબ્દ પ્રયત્નનું કાર્ય ન હોવાથી નિત્ય છે.
(૨૨) નિત્યસમા–ખુદ સાધ્યરૂપ ધર્મમાં (પ્રસ્તુત અનિયતામાં) નિત્યતા અને અનિત્યતાના વિકલ્પો કરીને શબ્દની નિત્યતાનું આપાદન કરવું તે નિત્યસમા જાતિ છે. તેનું ઉદાહરણ – ‘શબ્દ અનિત્ય છે એવી પ્રતિજ્ઞા રજૂ કરાતાં જાતિવાદી વિકલ્પ કરે છે–આપ શબ્દની જે અનિત્યતા જણાવો છો તે અનિત્યતા ખુદ નિત્ય છે કે અનિત્ય? જો કહો કે અનિત્ય તો તે અવશ્ય નાશ પામનારી છે અને તેનો નાશ થતાં શબ્દ નિત્ય બની જશે.જો કહો કે નિત્ય છે તો ધર્મ નિત્ય હોવાથી ધર્મી પણ નિત્ય જ હોવો જોઈએ કારણ કે ધર્મ ધર્મી વિના નિરાધાર રહી શકતો નથી, નિરાશ્રય ધર્મ ઘટતો નથી. જો શબ્દ અનિત્ય હોય તો તેનો ધર્મ(અનિયત્વ) નિત્ય ઘટી શકે નહિ. આમ બન્ને રીતે શબ્દની નિત્યતા જ આવી પડે છે, “શબ્દ નિત્ય છે એવું જ સિદ્ધ થાય છે.
(૨૩) અનિત્યસમા–સર્વભવોની (વસ્તુઓની) અનિત્યતાનું આપાદન કરી હેતુનું ખંડન કરવું તે અનિત્યસમા જાતિ છે. ઉદાહરણ–જો અનિત્ય ઘટ સાથે સમાનતા હોવાના કારણે શબ્દને અનિત્ય કહેતા હો તો કોઈને કોઈ અંશમાં બધા જ ભાવો (બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org