________________
૨૫૦
દૂષણ છે, એ સિદ્ધ થાય છે. (૨૮).
62. दूषणलक्षणे दूषणाभासलक्षणं सुज्ञानमेव भेदप्रतिपादनार्थं तु
तल्लक्षणमाह
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
अभूतदोषोद्भावनानि दूषणाभासा जात्युत्तराणि ॥ २९ ॥
62. દૂષણનું લક્ષણ કહેતાં દૂષણાભાસનું લક્ષણ સ૨ળતાથી સમજાઈ જાય છે જ, પરંતુ તેના ભેદોનું નિરૂપણ કરવા માટે તેનું લક્ષણ આચાર્ય જણાવે છે
જે દોષો છે જ નહિ તેમને પ્રગટ કરવા તે દૂષણાભાસો જાત્યુત્તરો છે. (૨૯) 63. अविद्यमानानां साधनदोषाणां प्रतिपादनान्यदूषणान्यपि दूषणवदाમાસમાંનનિ ‘જૂષામાસા:' । તાનિ ચ ‘નાત્યુત્તરાળિ’। નાતિશન્દ્રઃ सादृश्यवचनः । उत्तरसदृशानि जात्युत्तराणि उत्तरस्थानप्रयुक्तत्वात् । उत्तरसदृशानि जात्युत्तराणि । जात्या सादृश्येनोत्तराणि जात्युत्तराणि । तानि च सम्यग्घेतौ हेत्वाभासे वा वादिना प्रयुक्ते झटिति तद्दोषतत्त्वाप्रतिभासे हेतुप्रतिबिम्बनप्रायाणि प्रत्यवस्थानान्यनन्तत्वात् परिसङ्ख्यातुं न शक्यन्ते, तथाप्यक्षपाददर्शितदिशा साधर्म्यादिप्रत्यवस्थानभेदेन साधर्म्यवैधर्म्यात्कर्षापकर्षवर्ण्यवर्ण्यविकल्पसाध्यप्राप्त्यप्राप्तिप्रसङ्गप्रतिदृष्टान्तानुत्पत्तिसंशयप्रकरणाहेत्वर्थापत्त्यविशेषोपपत्त्युपलब्ध्यनुपलब्धिनित्यानित्यकार्यसमरूपतया
चतुर्विंशतिरुपदर्श्यन्ते ।
63. જે સાધનદોષો વાસ્તવમાં અવિધમાન છે તેમને પ્રગટ કરવા તે દૂષણાભાસો છે, અર્થાત્ અદૃષણો હોવા છતાં દૂષણ જેવા દેખાય છે. તેમને જાત્યુત્તરો પણ કહેવામાં આવે છે. [તાત્પર્ય એ છે કે સાધનમાં દોષ ન હોવા છતાં દોષનો આરોપ કરવો એ દૂષણાભાસ છે. આ આરોપ સાદશ્યનો દુરુપયોગ કરીને કરવામાં આવે છે.]
―
‘જાત્યુત્તર’પદમાં ‘જાતિ’ શબ્દ સાદૃશ્યનો વાચક છે. તેથી જેઓ ઉત્તર સદેશ હોય તેઓ જાત્યુત્તરો છે. ઉત્તરના સ્થાને પ્રયુક્ત હોવાના કા૨ણે જેઓ ઉત્તરસદેશ છે તેઓ જાત્યુત્તરો છે. અથવા જાતિના કારણે અર્થાત્ સાદૃશ્યના કા૨ણે જેઓ ઉત્તર તરીકે સમજાય તેઓ જાત્યુત્તરો છે.
Jain Education International
વાદીએ સમચીન હેતુનો યા હેત્વાભાસનો પ્રયોગ કર્યો. પ્રતિવાદીને તેમાં ઝટ કોઈ દોષ ન સૂઝતાં તે હેતુસર્દેશ જણાતો કોઈ અપષ્ટ પ્રયોગ કરી વાદીના હેતુનું નિરસન
For Private & Personal Use Only
www.jainelibrary.org