________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૪૧
સાધ્ય સાથે હેતુના અવિનાભાવમાં જો સંદેહ હોય તો પણ હેતુ અનૈકાન્તિક હેત્વાભાસ બને છે. તેનું ઉદાહરણ - અમુક પુરુષ અસર્વજ્ઞ અથવા રાગાદિમાન છે કારણ કે તે વક્તા છે. સ્વભાવથી જ વિપ્રકૃષ્ટ (અર્થાત્ પ્રત્યક્ષનો વિષય નહિ એવી) સર્વજ્ઞતા યા વીતરાગતા સાથે વક્તૃત્વનો વિરોધ સિદ્ધ નથી, અર્થાત્ જે વક્તા હોય તે સર્વજ્ઞ યા વીતરાગ ન હોય એવો અવિનાભાવ નિશ્ચિત નથી કેમકે વક્તૃત્વ (વચન) રાગાદિનું કાર્ય છે એ [પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી] સ્થાપિત થયું નથી. તેથી અહીં વક્તૃત્વ હેતુનો અસર્વજ્ઞત્વ યા રાગદિમત્ત્વ સાધ્ય સાથે અવિનાભાવ સંદિગ્ધ છે, અન્વય સંદિગ્ધ છે. તેથી અહીં વક્તૃત્વ હેતુ અનૈકાન્તિક છે.
અન્ય તાર્કિકાએ અનૈકાન્તિક હેત્વાભાસના અન્ય ભેદોનાં ઉદાહરણો આપ્યાં છે પરંતુ તે બધા ભેદો ઉક્ત લક્ષણમાં જ સંગૃહીત થઈ જાય છે. તે ભેદો નીચે પ્રમાણે છે—— (૧) પક્ષત્રયવ્યાપક અર્થાત્ પક્ષ, સપક્ષ અને વિપક્ષ ત્રણેમાં વ્યાપીને રહેનાર. ઉદાહરણ- શબ્દ અનિત્ય છે કારણ કે તે પ્રમેય છે. [અહીં પ્રમેયત્વ હેતુ પક્ષ શબ્દમાં, સપક્ષ ઘટપટાદિમાં અને વિપક્ષ આકાશાદિમાં વ્યાપ્ત છે.] (૨) પક્ષસપક્ષવ્યાપકવિપક્ષેકદેશવૃત્તિ આ એવો હેતુ છે જે પક્ષ અને સપક્ષમાં વ્યાપીને રહે છે પરંતુ કેટલાક વિપક્ષોમાં રહે છે અને કેટલાક વિપક્ષોમાં રહેતો નથી. ઉદાહરણ — આ પશુ ગાય છે કારણ કે તેને શિંગડાં છે. [અહીં શૃંગવત્ત્વ હેતુ પક્ષરૂપ આ પશુમાં વ્યાપીને રહે છે અને સપક્ષરૂપ અન્ય ગાયોમાં પણ વ્યાપીને રહે છે પરંતુ ભેંસ આદિ કેટલાક વિપક્ષોમાં રહે છે જ્યારે અશ્વ આદિ કેટલાક વિપક્ષોમાં રહેતો નથી.] (૩) પક્ષવિપક્ષવ્યાપકસપલૈકદેશવૃત્તિ આનું ઉદાહરણ છે— આ પશુ(બકરો) ગાય નથી કારણ કે તેને શિંગડાં છે. [આ હેતુ આ પશુમાં (પક્ષમાં અર્થાત્ આ બકરામાં) વ્યાપ્ત છે. વિપક્ષ છે ગાયો. તેમાં પણ તે વ્યાપ્ત છે. જે ગાય નથી તે બધા પશુઓ સપક્ષો છે તેમાંથી ભેંસ, ઘેટાં વેગેરેમાં શિંગડાં છે અને અશ્વ, ગધેડામાં શિંગડાં નથી. તેથી હેતુ સપઐકદેશવૃત્તિ છે.] (૪) પક્ષવ્યાપક-સપક્ષવિપક્ષૈકદેશવૃત્તિ — તેનું ઉદાહરણ છે શબ્દ અનિત્ય છે કારણ કે તે પ્રત્યક્ષ છે. [અહીં હેતુ ‘પ્રત્યક્ષ’ પક્ષમાં વ્યાપીને રહે છે. તે કેટલાક સપક્ષો હ્રચણુક આદિમાં નથી રહેતો અને કેટલાક સપક્ષ ઘટ આદિમાં રહે છે. કેટલાક વિપક્ષ સામાન્યમાં રહે છે અને કેટલાક વિપક્ષ આકાશ આદિમાં નથી રહેતો.] (૫) પલૈકદેશવૃત્તિ-સપક્ષવિપક્ષવ્યાપક— આનું ઉદાહરણ છે – આકાશ, કાલ, દિક્, આત્મા અને મન દ્રવ્ય નથી કારણ કે તેઓ ક્ષણિક વિશેષ ગુણથી રહિત છે. [અહીં હેતુ ‘ક્ષણિકવિશેષગુણરાહિત્ય' પલૈકદેશમાં અર્થાત્ આત્મા અને આકાશમાં રહેતો નથી કારણ કે આત્મામાં સુખ, દુ:ખ વગેરે ક્ષણિક વિશેષ ગુણો છે અને આકાશમાં શબ્દ ક્ષણિક વિશેષ ગુણ છે. પરંતુ હેતુ ‘ક્ષણિકવિશેષગુણરાહિત્ય' પલૈકદેશમાં અર્થાત્ કાલ,
Jain Education International
For Private & Personal Use Only
--
www.jainelibrary.org