________________
૨૪૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા આ હેતુઓમાંથી ચાર વિરુદ્ધ હેત્વાભાસો જ છે. પરંતુ પક્ષકદેશવૃત્તિવાળા ચારમાંથી પ્રત્યેકમાં અસિદ્ધતા અને વિરુદ્ધતા બન્ને દોષો છે એટલે તે ચાર અસિદ્ધ હેત્વાભાસ પણ છે અને વિરુદ્ધ હેત્વાભાસ પણ છે. એટલે તેમનો તે બન્નેમાં સમાવેશ छ. (२०)
47. अनैकान्तिकस्य लक्षणमाहनियमस्यासिद्धौ सन्देहे वाऽन्यथाप्युपपद्यमानोऽनैकान्तिकः ॥२१॥
47. वे साया मनन्ति त्वामासन दक्ष छ---
અવિનાભાવનિયમની અસિદ્ધિહોતાં કે તે નિયમમાં સંદેહ હોતાં સાધ્ય વિના પણ ઘટતો યા હોતો હેતુ અનૈકાન્તિક હેત્વાભાસ છે. (૨૧)
48. "नियमः' अविनाभावस्तस्य 'असिद्धौ' 'अनैकान्तिकः' यथा अनित्यः शब्दः प्रमेयत्वात्, प्रमेयत्वं नित्येऽप्याकाशादावस्तीति । सन्देहे यथा असर्वज्ञः कश्चिद् रागादिमान् वा वक्तृत्वात् । स्वभावविप्रकृष्टाभ्यां हि सर्वज्ञत्ववीतरागत्वाभ्यां न वक्तृत्वस्य विरोधः सिद्धः, न च रागादिकार्य वचनमिति सन्दिग्धोऽन्वयः । ये चान्येऽन्यैरनैकान्तिकभेदा उदाहृतास्त उक्तलक्षण एवान्तर्भवन्ति । पक्षत्रयव्यापको यथा अनित्यः शब्दः प्रमेयत्वात् । पक्षसपक्षव्यापको विपक्षैकदेशवृत्तिर्यथा गौरयं विषाणित्वात् । पक्षविपक्षव्यापकः सपक्षैकदेशवृत्तिर्यथा नायं गौः विषाणित्वात् । पक्षव्यापकः सपक्षविपक्षैकदेशवृत्तिर्यथा अनित्यः शब्दः प्रत्यक्षत्वात् । पक्षैकदेशवृत्तिः सपक्षविपक्षव्यापको यथा न द्रव्याण्याकाशकालदिगात्ममनांसि क्षणिकविशेषगुणरहितत्वात् । पक्षविपक्षैकदेशवृत्तिः सपक्षव्यापी यथा न द्रव्याणि दिक्कालमनांसि अमूर्तत्वा पक्षसपक्षैकदेशवृत्तिविपक्षव्यापी यथा द्रव्याणि दिक्कालमनांसि अमूर्तत्वात् । पक्षत्रयैकदेशवृत्तिर्यथा अनित्या पृथ्वी प्रत्यक्षत्वादिति ॥२१॥ - 48. सूत्रात 'नियम' पहनो अर्थ छे विनामावनियम. ते सिद्ध होय तो હેતુ અનૈકાન્તિક હેત્વાભાસ બને છે. તેનું ઉદાહરણ – શબ્દ અનિત્ય છે કારણ કે તે પ્રમેય છે. અહીં પ્રમેયત્વ હેતુનો અવિનાભાવ સાધ્ય અનિયત્વ સાથે અસિદ્ધ છે કારણ કે પ્રમેયત્વ આકાશ વગેરે નિત્ય પદાર્થોમાં પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org