________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૩૯
-
-
શબ્દ
આપણી બાહ્મેન્દ્રિય વડે ગ્રાહ્ય છે. [અહીં હેતુ પક્ષમાં વ્યાપ્ત છે પરંતુ ઘટાદ કેટલાક વિપક્ષોમાં તે રહે છે અને ચણક તથા સુખ-દુઃખાદિ કેટલાક વિપક્ષોમાં તે રહેતો નથી.] (૩) પૌકદેશવૃત્તિ-વિપક્ષવ્યાપક · તેનું ઉદાહરણ ~~~ પૃથ્વી નિત્ય છે કારણ કે તે કૃતક છે. [અહીં કૃતકત્વ હેતુ પક્ષના એક ભાગમાં અર્થાત્ પરમાણુરૂપ પૃથ્વીમાં નથી - અનિત્ય રહેતો, કાર્યરૂપ પૃથ્વીમાં રહે છે તેથી તે પલૈકદેશવૃત્તિ છે, પરંતુ વિપક્ષમાં પદાર્થોમાં — તે વ્યાપ્ત છે.] (૪) પક્ષ-વિપક્ષૈકદેશવૃત્તિ — તેનું ઉદાહરણ નિત્ય છે કારણ કે તે પ્રયત્નજન્ય છે. અહીં હેતુ પક્ષના એક ભાગમાં અર્થાત્ મનુષ્ય વગેરેથી ઉચ્ચરિત શબ્દમાં રહે છે પરંતુ પક્ષના બીજા ભાગમાં અર્થાત્ મેઘ, વીજળીના શબ્દમાં રહેતો નથી. વળી તે કેટલાક વિપક્ષોમાં અર્થાત્ ઘટાદિ અનિત્ય પદાર્થોમાં રહે છે પરંતુ કેટલાક વિપક્ષોમાં અર્થાત્ વીજળી આદિ અનિત્ય પદાર્થોમાં રહેતો નથી.] સપક્ષ ન હોતાં (અર્થાત્ સપક્ષની અવિદ્યમાનતામાં) આ હેત્વાભાસના ચાર ભેદો થાય છે.
―
(૧) પક્ષ-વિપક્ષવ્યાપક - આનું ઉદાહરણ શબ્દ આકાશનો વિશેષ ગુણ છે, કારણ કે તે પ્રમેય છે. [અહીં પ્રમેયત્વ હેતુ શબ્દમાં (પક્ષમાં) વ્યાપ્ત છે અને વિપક્ષ ઘટ આદિમાં પણ વ્યાપ્ત છે. સપક્ષ અહીં સંભવતો નથી. કારણ પક્ષ (શબ્દ) સિવાય બીજે ક્યાંય સાધ્ય (આકાશવિશેષગુણત્વ) રહેતું નથી. સપક્ષની અવિદ્યમાનતા આ રીતે પછી બીજા ભેદોમાં પણ સમજી લેવી.] (૨) પક્ષવ્યાપક-વિપક્ષૈકદેશવૃત્તિ— આનું ઉદાહરણ – શબ્દ આકાશનો વિશેષ ગુણ છે કારણ કે તે બાહ્ય ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય છે. [અહીં હેતુ બાહ્યઇન્દ્રિયગ્રાહ્યત્વ શબ્દમાં (પક્ષમાં) વ્યાપીને રહે છે પરંતુ ઘટ આદિ કેટલાક વિપક્ષોમાં રહે છે અને સુખ-દુઃખ આદિ કેટલાક વિપક્ષોમાં રહેતો નથી.] (૩) પૌકદેશવૃત્તિ-વિપક્ષવ્યાપક તેનું ઉદાહરણ શબ્દ આકાશનો વિશેષ ગુણ છે કારણ કે તે અપદાત્મક છે. [અહીં અપદાત્મક હેતુ મેઘ, વીજળીના ધ્વનિરૂપ શબ્દમાં રહે છે પરંતુ પદરૂપ શબ્દોમાં રહેતો નથી, તેથી તે પક્ષના એક દેશમાં જ રહે છે, કિન્તુ વિપક્ષમાં તે હેતુ વ્યાપીને રહે છે કારણ કે શબ્દતર બધા પદાર્થો અપદરૂપ જ છે.] (૪) પક્ષવિપક્ષૈકદેશવૃત્તિ — તેનું ઉદાહરણ - શબ્દ આકાશનો વિશેષ ગુણ છે, કારણ કે તે પ્રયત્નજન્ય છે. [અહીં પ્રયત્નજન્ય હેતુ કેટલાક શબ્દોમાં (મનુષ્યાદિ ઉચ્ચરિત શબ્દોમાં) રહે છે અને કેટલાક શબ્દોમાં (મેઘાદિના શબ્દોમાં) રહેતો નથી. આકાશવિશેષગુણત્વ સાધ્ય જ્યાં નથી તે બધા વિપક્ષો છે જેમકે ઘટ, પટ, વીજળી વગેરે, તેમાંથી ઘટ, પટ આદિ વિપક્ષોમાં પ્રયત્નજન્યત્વ છે જ્યારે વીજળી આદિ વિપક્ષોમાં પ્રયત્નજન્યત્વ નથી.
Jain Education International
―
...
For Private & Personal Use Only
www.jainelibrary.org