________________
૨૪૨
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા દિફ અને મનમાં છે. અને હેતુ “ક્ષણિકવિશેષગુણરાહિત્ય' બધા સપક્ષો અને બધા વિપક્ષોમાં વ્યાપ્ત છે. અહીં જે દ્રવ્ય નથી તે બધી વસ્તુઓ સપક્ષ છે. ગુણો દ્રવ્યમાં જ રહે છે. એટલે હેતુ “ક્ષણિકવિશેષગુણરાહિત્ય' બધા સપક્ષોમાં છે. અહીં બધા વિપક્ષો છે પૃથ્વી, અપુ, તેજ, વાયુ આ ચાર જ દ્રવ્યો. તેમનામાં વિશેષ ગુણો હોવા છતાં તે ક્ષણિક નથી. એટલે બધા વિપક્ષો પણ ક્ષણિકવિશેષગુણરહિત છે.] (૬) પક્ષવિપક્ષકદેશવૃત્તિ-સપક્ષવ્યાપી– તેનું ઉદાહરણ છે – દિફ, કાલ અને મન દ્રવ્યો નથી કારણ કે તેઓ અમૂર્તિ છે. [અહીં અમૂર્તત્વ હેતુ પક્ષના એક દેશમાં રહે છે અને બીજા દેશમાં રહેતો નથી અર્થાત્ દિફ અને કાલમાં રહે છે પરંતુ મનમાં રહેતો નથી. જેટલાં દ્રવ્યો છે તે વિપક્ષો છે. તેમાંથી અમૂર્તત્વ આકાશમાં રહે છે પરંતુ પૃથ્વી આદિમાં રહેતો નથી. સપક્ષ ગુણાદિ છે. તેમાં અમૂર્તત્વ હેતુ વ્યાપીને રહે છે.] (૭) પક્ષસપલૈંકદેશવૃત્તિવિપક્ષવ્યાપી – તેનું ઉદાહરણ છે– દિફ, કાલ અને મન દ્રવ્ય છે કારણ કે તે અમૂર્ત છે. અહીં દ્રવ્યતર પદાર્થો વિપક્ષ છે અને અમૂર્તત્વ તેમનામાં વ્યાપીને રહે છે.] (૮) પક્ષત્રયંકદેશવૃત્તિ–અર્થાતુ પક્ષ, સપક્ષ અને વિપક્ષ ત્રણેના એકદેશમાં રહેનારો હેતુ. તેનું ઉદાહરણ છે–પૃથ્વી અનિત્ય છે કારણ કે તે પ્રત્યક્ષ છે. [અહીં પક્ષનો એક ભાગ પરમાણુરૂપ પૃથ્વી પ્રત્યક્ષ નથી પરંતુ પક્ષના અન્ય ભાગ કાર્યરૂપ પૃથ્વી પ્રત્યક્ષ છે. અપૂ અને તેના દ્યણુક પ્રત્યક્ષ નથી. તેથી હેતુ સપક્ષના એક દેશમાં રહેતો નથી પણ બીજા દેશમાં સ્થૂળ કાર્યોરૂપ અપૂ આદિમાં રહે છે. અને નિત્ય પદાર્થો વિપક્ષો છે. તેમાંથી સામાન્ય પ્રત્યક્ષ છે અને આકાશ પ્રત્યક્ષ નથી. આમ પક્ષ, સપક્ષ અને વિપક્ષના એકદેશમાં જ પ્રત્યક્ષત હેતુ રહે છે.] (૨૧) 49. કાદરપોષાવાદ
साधर्म्यवैधाभ्यामष्टावष्टौ दृष्टान्ताभासाः ॥२२॥ 49. હવે આચાર્ય ઉદાહરણદોષો કહે છે – સાધર્મ્સ અને વૈધચ્ચેના ભેદ દ્વારા આઠ આઠ દષ્ટાન્નાભાસો થાય છે. (૨૨)
50. परार्थानुमानप्रस्तावादुदाहरणदोषा एवैते दृष्टान्तप्रभवत्वात् तु दृष्टान्तदोषा इत्युच्यन्ते । दृष्टान्तस्य च साधर्म्यवैधर्म्यभेदेन द्विविधत्वात् प्रत्येकम् 'अष्टावष्टौ' दृष्टान्तवदाभासमानाः 'दृष्टान्ताभासाः' भवन्ति ॥२२॥
50. પરાથનુમાનનું પ્રકરણ હોવાથી આ ઉદાહરણોના જ દોષો છે. પરંતુ દાન્ત દ્વારા ઉત્પન્ન થતા હોવાથી તેમને દષ્ટાત્તદોષો કહ્યા છે. સાધર્મ અને વૈધમ્મના ભેદથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org