________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૨૯ वैधोदाहरणम्, यथा योऽग्निनिवृत्तिमान् स धूमनिवृत्तिमान् यथा जलाशयप्रदेश इति ॥१३॥
28. દષ્ટાન્તનું લક્ષણ પહેલાં જણાવી દીધું છે, દષ્ટાન્તને જણાવનારું વચન ઉદાહરણ છે. દષ્ટાન્તના બે ભેદ હોવાથી ઉદાહરણના પણ બે ભેદ છે. સાધનરૂપ ધર્મના હોવાના કારણે જે સાધ્યરૂપ ધર્મવાળું હોય તે સાધર્મેદષ્ટાન્ત છે અને તેને જણાવનારું વચન સાધર્મેદાહરણ છે, જેમ કે “જે જે ધૂમવાન હોય છે તે અગ્નિમાન હોય છે, જેમ કે રસોઈઘર. જે સાધ્યરૂપ ધર્મનો અભાવ હોવાના કારણે સાધનરૂપ ધર્મના અભાવવાળું હોય તે વૈધર્મેદષ્ટાન્ત છે અને તેને જણાવનારું વચન વૈધર્મોહરણ છે, જેમ કે “જે જે અગ્નિના અભાવવાળો હોય છે તે ધૂમના અભાવવાળો હોય છે, જેમ કે જલાશયપ્રદેશ.” (૧૩) 29. ઉપનયનક્ષામા—
धर्मिणि साधनस्योपसंहार उपनयः ॥१४॥ 29. હવે આચાર્ય ઉપનયનું લક્ષણ જણાવે છે–
ધર્મીમાં (પક્ષમાં) સાધનરૂપ ધર્મને લાવીને જોડવો (અર્થાત્ સાધનરૂપ ધર્મનો ઉપસંહાર કરવો) ઉપનય છે. (૧૪)
30. दृष्टान्तर्मिणि विसृतस्य साधनधर्मस्य साध्यधर्मिणि यः 'उपसंहारः' सः 'उपनयः' उपसंहियतेऽनेनोपनीयतेऽनेनेति वचनरूपः, यथा धूमवांश्चायमिति ॥१४॥
30. દષ્ટાન્તરૂપ ધર્મીઓમાં (અર્થાત્ સપક્ષોમાં) ફેલાઈને પડેલા સાધનરૂપ ધર્મને એકત્ર કરી ધર્મીમાં (પક્ષમાં) મૂકવો/જોડવો (ઉપસંહાર કરવો) ઉપનય છે. જે વચન દ્વારા ઉપસંહરણ યા ઉપનયન કરવામાં આવે તે ઉપનય છે, જેમ કે “અને આ (પર્વત) ધૂમવાન છે.” 31. નિગમને નક્ષયતિ–
સાધ્યી નિવામાનમ્ શો 31. હવે આચાર્ય નિગમનનું લક્ષણ કહે છે –
[ધર્મીમાં (પક્ષમાં)] સાધ્યરૂપ ધર્મને જોડવો (અર્થાત્ સાધ્યરૂપ ધર્મનો ઉપસંહાર કરવો) એ નિગમન છે. (૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org