________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
तन्निराकरणाय गम्यमानस्यापि साध्यस्य निर्देशो युक्तः, साध्यधर्मिणि साधनधर्मावबोधनाय पक्षधर्मोपसंहारवचनवत् । यथा हि साध्यव्याप्तसाधनदर्शनेन तदाधारावगतावपि नियतधर्मिसम्बन्धिताप्रदर्शनार्थं कृतकश्च शब्द इति पक्षधर्मोपसंहारवचनं तथा साध्यस्य विशिष्टधर्मिसम्बन्धितावबोधनाय प्रतिज्ञावचनमप्युपपद्यत एवेति ॥८॥
18 ‘જે કૃતક હોય તે અનિત્ય હોય’ આમ કહેવા છતાં ધર્મીના (પક્ષના) વિશે સંદેહ રહે છે જ કે શું શબ્દ અનિત્ય છે કે ઘટ ? શેમાં અનિત્યતા સિદ્ધ કરવામાં આવી રહી છે? એટલે સાધ્યરૂપ ધર્મના આધાર સંબંધી સંદેહને દૂર કરવા માટે [નિગમનકાલે] અર્થસામાર્થ્યથી [પક્ષમાં] સાધ્ય જણાઈ જતું હોવા છતાં [પૂર્વે] સાધ્યનો પક્ષમાં નિર્દેશ કરવો ઉચિત છે અર્થાત્ પ્રતિજ્ઞાવચનપ્રયોગ ઉચિત છે, જેમ પક્ષમાં (સાધ્યધર્મીમાં) સાધનરૂપ ધર્મનો બોધ કરાવવા પક્ષધર્મોપસંહાર (ઉપનયવચનપ્રયોગ) ઉચિત છે. જેમ ‘જે કૃતક હોય તે અનિત્ય હોય’ એ રીતના સાધ્ય સાથેના અવિનાભાવસંબંધવાળું સાધન દર્શાવવાથી સાધનના આધારની (સામાન્યપણે) પ્રતીતિ થતી હોવા છતાં નિયત પક્ષ (પક્ષવિશેષ) સાથે સાધનનો સંબંધ દર્શાવવા માટે ‘અને શબ્દ મૃતક છે’ એ મુજબનો પક્ષધર્મોપસંહારવચનનો (ઉપનયવચનનો) પ્રયોગ ઉચિત છે, ઘટે છે તેમ સાધ્યનો નિયત પક્ષ (પક્ષવિશેષ) સાથે સંબંધ દર્શાવવા માટે પ્રતિજ્ઞાવચનપ્રયોગ પણ ઉચિત છે, ઘટે છે (૮)
૨૨૫
-
19. નનુ પ્રયોગં પ્રતિ વિપ્રતિપદ્યન્ત વારિનઃ, તાહિ - પ્રતિજ્ઞાહેતુदाहरणानीति त्र्यवयवमनुमानमिति साङ्ख्याः । सहोपनयेन चतुरवयवमिति मीमांसकाः । सह निगमनेन पञ्चावयवमिति नैयायिकाः । तदेवं विप्रतिपत्तौ कीदृशोऽनुमानप्रयोग इत्याह
તાવાન્ પ્રેક્ષપ્રયોગઃ ||JI
19. શંકા — અનુમાનપ્રયોગના અંગે વાદીઓમાં મતભેદ છે, જેમ કે સાંખ્યોના મતે પ્રતિજ્ઞા, હેતુ અને ઉદાહરણ એ ત્રણ જ અનુમાનના અવયવો છે, મીમાંસકોના મતે પૂર્વોક્ત ત્રણ સાથે ઉપનય મળીને ચાર અવયવો છે, નૈયાયિકોના મતે આ ચાર સાથે નિગમન મળીને પાંચ અવયવો છે. આ જાતનો મતભેદ છે ત્યારે પ્રશ્ન થાય છે કે અનુમાનપ્રયોગ કેવો માનવો જોઈએ ? અર્થાત્ કેટલા અવયવોવાળો અનુમાનપ્રયોગ માનવો જોઈએ ? આના ઉત્ત૨માં આચાર્ય કહે છે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org