________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા 'साधर्म्यदृष्टान्तः' । यथा कृतकत्वेनानित्ये शब्दे साध्ये घटादिः ॥२२॥
79. ‘સાધનરૂપ ધર્મ હોવાના કારણે' (સાધનધર્મળ પ્રત્યુત્ત્ત:)આ શબ્દોનું ખાસ પ્રયોજન છે. તેનાથી કહેવાયું છે કે ક્યાંક કાકતાલીયન્યાયે જ્યાં સાધનધર્મ હોય ત્યાં સાધ્યધર્મ મળી જાય તો તે સાધર્મદંષ્ટાન્ત ન કહેવાય. પરંતુ જ્યાં સાધનધર્મ હોવાના કારણે સાધ્યધર્મ હોય તે જ સાધર્મદષ્ટાન્ત કહેવાય. આનું ઉદાહરણ છે— ‘શબ્દ અનિત્ય છે કારણ કે તે કૃતક છે, જેમકે ઘટ.' અહીં ઘટ સાધર્મ્યુદષ્ટાન્ત છે, કારણ કે ઘટમાં સાધનધર્મ (કૃતકત્વ) હોવાના કારણે સાધ્યધર્મ(અનિત્યત્વ) છે. (૨૨)
80. વૈધર્મવૃષ્ટાન્ત વ્યાપટ્ટે
૨૧૬
साध्यधर्मनिवृत्तिप्रयुक्तसाधनधर्मनिवृत्तियोगी વૈધŻદ્રષ્ટાન્ત: રિફા
80. આચાર્ય વૈધર્મદષ્ટાન્તની વ્યાખ્યા કરે છે—
એવી વ્યક્તિ જે સાધ્યરૂપ ધર્મના અભાવવાળી હોવાના કારણે સાધનરૂપ ધર્મના અભાવવાળી છે જ [અર્થાત્ એવી વ્યક્તિ જ્યાં સાધ્યરૂપ ધર્મ ન હોવાના કારણે સાધનરૂપ ધર્મ નથી જ] તે વૈધર્મદૃષ્ટાન્ત છે. (૨૩)
81. साध्यधर्मनिवृत्त्या प्रयुक्ता न यथाकथञ्चित् या साधनधर्मनिवृत्तिः तद्वान् 'वैधर्म्यदृष्टान्तः' यथा कृतकत्वेनानित्ये शब्दे साध्ये आकाशादिरिति
રા
-સાધનરૂપ
-
81. સાધ્યરૂપ ધર્મ ન હોવાના કારણે -વિના કારણ જેમ તેમ નહિ ધર્મનો જે અભાવ, તે અભાવથી યુક્ત વ્યક્તિ વૈધર્મદષ્ટાન્ત છે. તેનું ઉદાહરણ છે. ‘શબ્દ અનિત્ય છે કારણ કે તે કૃતક છે, જે અનિત્ય નથી હોતું તે કૃતક પણ નથી હોતું, જેમ કે આકાશ' . અહીં આકાશ વૈધર્મદષ્ટાન્ત છે, કારણ કે આકાશમાં સાધ્યરૂપ ધર્મના (અનિત્યતાના) અભાવના કારણે સાધનરૂપ ધર્મનો(કૃતકતાનો) પણ અભાવ છે.(૨૩)
--
इत्याचार्यश्री हेमचन्द्रविरचितायाः प्रमाणमीमांसायास्तद्वृत्तेश्च प्रथमस्याध्यायस्य द्वितीयमाह्निकम् ॥
Jain Education International
આચાર્યશ્રી હેમચન્દ્રવિરચિત પ્રમાણમીમાંસા અને તેની વૃત્તિના પ્રથમ અધ્યાયનું દ્વિતીય આત્મિક અહીં સમાપ્ત થયું.
For Private & Personal Use Only
www.jainelibrary.org