________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
विरुद्धकार्यं च । यथा न शीतस्पर्शः, नाप्रतिबद्धसामर्थ्यानि शीतकारणानि, न रोमहर्षविशेषाः, न तुषारस्पर्शः, अग्नेर्धूमाद्वेति प्रयोगनानात्वमिति ॥શ્રી
૨૦૬
52. વિરોધી હેતુ પ્રતિષેધ્યથી (નિષેધરૂપ સાધ્યથી) વિરુદ્ધ હોય છે યા પ્રતિષેધ્યનાં કાર્ય, કારણ અને વ્યાપકથી વિરુદ્ધ હોય છે યા વિરુદ્ધનું કાર્ય હોય છે. ક્રમથી ઉદાહરણો નીચે પ્રમાણે છે - (૧) અહીં શીતસ્પર્શ નથી કારણ કે અહીં અગ્નિ છે. (૨) અહીં શીતનાં અરુદ્ધ સામર્થ્યવાળાં કારણો નથી કારણ કે અહીં અગ્નિ છે. (૩) અહીં રોમહર્ષવિશેષો નથી કારણ કે અહીં અગ્નિ છે. (૪) અહીં તુષારસ્પર્શ નથી કારણ કે અહીં અગ્નિ છે. (૫-૮) ઉપર આપેલાં ઉદાહરણોમાં ‘અગ્નિ’ના બદલે બધે ‘ધૂમ’ શબ્દ મૂકતાં તે બધાં વિરુદ્ધકાર્ય હેતુનાં ઉદાહરણો બને છે. [દાખલા તરીકે — ‘અહીં શીતસ્પર્શ નથી કારણ કે અહીં ધૂમ છે.’ આ અનુમાનમાં શીતસ્પર્શથી વિરુદ્ધ અગ્નિ છે અને ધૂમ અગ્નિનું કાર્ય છે. આમ ધૂમ પ્રતિષેધ્ય શીતસ્પર્શથી વિરુદ્ધ અગ્નિનું કાર્ય છે.] આ પ્રમાણે વિવિધ પ્રકારના હેતુપ્રયોગો થાય છે. (૧૨)
53. साधनं लक्षयित्वा विभज्य च साध्यस्य लक्षणमाह
सिषाधयिषितमसिद्धमबाध्यं साध्यं पक्षः ॥ १३ ॥
53. સાધનનું લક્ષણ આપીને તેના ભેદો જણાવ્યા પછી હવે આચાર્ય સાધ્યનું લક્ષણ આપે છે
જેને સિદ્ધ કરવાની ઇચ્છા હોય, જે (પહેલાં) અસિદ્ધ હોય અને જે (પ્રમાણથી) બાધિત થાય એવું ન હોય તે સાધ્ય છે. તે પક્ષ પણ કહેવાય છે. (૧૩)
54. સાયિતુમિષ્ટ ‘સિષાયિષિતમ્' । અનેન સાયિતુનિષ્ટસ્ય साध्यत्वव्यवच्छेदः, यथा वैशेषिकस्य नित्यः शब्द इति शास्त्रोक्तत्वाद्वैशेषिकेणाभ्युपगतस्याप्याकाशगुणत्वादेर्न साध्यत्वम्, तदा साधयितुमनिष्टत्वात् । इष्टः पुनरनुक्तोऽपि पक्षो भवति, यथा परार्थाश्चक्षुरादयः सङ्घातत्वाच्छय-नाशनाद्यङ्गवदित्यत्र परार्था इत्यात्मार्थाः । बुद्धिमत्कारणपूर्वकं क्षित्यादि कार्यत्वादित्यत्राऽशरीरसर्वज्ञपूर्वकत्वमिति ।
54. જેને સિદ્ધ કરવાની ઇચ્છા હોય તે ‘સિષાધયિષિત’ છે. આ વિશેષણ ! જેને સિદ્ધ કરવાની ઇચ્છા ન હોય તે સાધ્ય નથી. ઉદાહરણ તરીકે વૈશેષિક માટે ‘શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org