________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૦૭
નિત્ય છે’ કારણ કે તે શાસ્ત્રોક્ત છે; વૈશેષિકોએ શબ્દને આકાશના ગુણ તરીકે સ્વીકારેલ છે તેથી શબ્દનું આકાશના ગુણ હોવાપણું વગેરે પણ વૈશેષિક માટે સાધ્ય નથી કારણ કે વૈશેષિક તેને સિદ્ધ કરવા ઇચ્છતો નથી. [વૈશેષિકને માટે તે સિદ્ધ છે, સ્વીકૃત છે, સિષાયિષિત નથી.] વળી, જેને સિદ્ધ કરવાની ઇચ્છા હોય પણ જેને શબ્દમાં વ્યક્ત કરવામાં ન આવ્યો હોય તે પણ સાધ્ય યા પક્ષ છે. આનું ઉદાહરણ છે —— ‘ચક્ષુ વગેરે પરાર્થ છે કારણ કે તે સંઘાતરૂપ છે, જેમ કે શયન, અશન આદિ અંગોના (અવયવોના) સંઘાતરૂપ વસ્તુઓ પરાર્થ છે.’ અર્હ શબ્દોક્ત સાધ્ય ‘પરાર્થ’ છે પરંતુ શબ્દોમાં અનભિવ્યક્ત ખરું રાધ્ય તો ‘આત્મા‘ છે. આનું જ બીજું ઉદાહરણ છે— ‘પૃથ્વી આદિ બુદ્ધિમત્કારણપૂર્વક છે કારણ કે તે કાર્ય છે'. અહીં શબ્દોક્ત સાધ્ય ‘બુદ્ધિમત્કારણપૂર્વકત્વ' છે પરંતુ શબ્દોમાં અનભિવ્યક્ત ખરું સાધ્ય તો ‘અશરીરસર્વજ્ઞપૂર્વકત્વ’ છે.
55. ‘સિદ્ધમ્’ ફત્યનેનાનઘ્યવસાય-સંશય-વિપર્યયવિષયસ્ય વસ્તુનઃ साध्यत्वम्, न सिद्धस्य यथा श्रावणः शब्द इति । "नानुपलब्धे न निर्णीते न्यायः प्रवर्तते " [ न्यायभा. ५.१.१.] इति हि सर्वपार्षदम् ।
55. ‘અસિદ્ધ’ આ વિશેષણ દ્વારા એ કહેવામાં આવ્યું છે કે જે વસ્તુઓની બાબતમાં અનધ્યવસાય, સંશય યા વિપર્યય હોય તે વસ્તુઓ જ સાધ્ય બની શકે. જે વસ્તુ સિદ્ધ હોય તે સાધ્ય બની શકે નહિ. ઉદાહરણાર્થ, ‘શબ્દ શ્રાવણ છે,’ અહીં શબ્દનું શ્રાવણત્વ નિર્વિવાદ સિદ્ધ છે, તેથી તે સાધ્ય ન બની શકે. એ વાત તો સર્વસમ્મત છે કે ‘જે વસ્તુ સર્વથા અનુપલબ્ધ (અજ્ઞાત) હોય કે સર્વથા નિર્ણીત હોય તે વસ્તુમાં અનુમાન (ન્યાય) પ્રવૃત્ત થતું નથી.' [ન્યાયભાષ્ય, ૧.૧.૧.]
56. 'अबाध्यम्' इत्यनेन प्रत्यक्षादिबाधितस्य साध्यत्वं मा भूदित्याह । एतत् साध्यस्य लक्षणम् । 'पक्षः' इति साध्यस्यैव नामान्तरमेतत् ॥ १३॥
56. ‘અબાધ્ય’ વિશેષણ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી બાધિત હોય તે સાધ્ય ન બની શકે. આ સાધ્યલક્ષણ અંગેનું નિરૂપણ સમાપ્ત થયું. ‘પક્ષ’ એ સાધ્યનું જ બીજું નામ છે. (૧૩)
57. अबाध्यग्रहणव्यवच्छेद्यां बाधां दर्शयति
प्रत्यक्षानुमानागमलोकस्ववचनप्रतीतयो बाधाः ॥१४॥
57. ‘અબાધ્ય’ પદને સૂત્રમાં મૂકી બાધાનો વ્યવચ્છેદ (વ્યાવૃત્તિ) કરવામાં આવ્યો છે. આ બાધા શું છે તે આચાર્ય દર્શાવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org