________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૦૫
હેમચન્દ્રાચાર્ય- તે બે એક જ છે, તેથી તેમની વચ્ચે એકાર્થસમવાયસંબંધ નથી. કહ્યું પણ છે, “આદિ અને અંતની અપેક્ષા રાખનારી સત્તા જ કૃતકત્વ છે અને તે જ અનિત્યત્વ પણ છે. તે જ હેતુ છે અને તે જ સાધ્ય છે. તેથી કૃતકત્વ અને અનિત્યત્વ એ કોઈ બે વસ્તુઓ નથી જે એક આશ્રયમાં રહેતી હોય.”
-
50. स्वभावादीनां चतुर्णां साधनानां विधिसाधनता, निषेधसाधनत्वं तु विरोधिनः । स हि स्वसन्निधानेनेतरस्य प्रतिषेधं साधयति अन्यथा વિરોધાસિન્ડ્રેઃ ।
50. આ સ્વભાવ વગેરે ચાર હેતુઓ વિધિના સાધક છે, પરંતુ એકલો વિરોધી હેતુ નિષેધનો સાધક છે. વિરોધી હેતુ પોતાની વિદ્યમાનતા (સન્નિધિ) દ્વારા અન્યનો પ્રતિષેધ સિદ્ધ કરે છે, અન્યથા વિરોધ જ સિદ્ધ નહિ થાય.
51. 'च' शब्दो यत एते स्वभावकारणकार्यव्यापका अन्यथानुपपन्नाः स्वसाध्यमुपस्थापयन्ति तत एव तदभावे स्वयं न भवन्ति, तेषामनुपलब्धिरप्यभावसाधनीत्याह । तत्र स्वभावानुपलब्धिर्यथा नात्र घटः, द्रष्टुं योग्यस्यानुपलब्धेः । कारणानुपलब्धिर्यथा नात्र धूमोऽग्न्यभावात् । कार्यानुपलब्धिर्यथा नात्राप्रतिबद्धसामर्थ्यानि धूमकारणानि सन्ति धूमाभावात् । व्यापकानुपलब्धिर्यथा नात्र शिशपा वृक्षाभावात् ।
――
51. સૂત્રગત ‘7” (‘અને’) શબ્દ આ અર્થ આપે છે આ સ્વભાવ, કારણ, કાર્ય અને વ્યાપક હેતુઓ અન્યથાનુપપન્ન હોવાના કારણે પોતાના સાધ્યના ગમક (જ્ઞાપક) બને છે, તેથી જ તેઓ પોતે પોતાના સાધ્યના અભાવમાં હોતા નથી, એટલે તેમના સાધ્યની અનુપલબ્ધિ પણ તેમના પોતાના અભાવને સિદ્ધ કરે છે. (૧) સ્વભાવાનુપલબ્ધિ
―
– તેનું ઉદાહરણ છે — ‘અહીં ઘટ નથી કારણ કે તે પ્રત્યક્ષ દેખાવાને યોગ્ય હોવા છતાં (અર્થાત્ તેને પ્રત્યક્ષ દેખાવા માટે જરૂરી પ્રકાશ આદિ બધાં મોજૂદ હોવાં છતાં) ઉપલબ્ધ થતો નથી (અર્થાત્ દેખાતો નથી).' (૨) કારણાનુપલબ્ધિ — તેનું ઉદાહરણ છે— અહીં ધૂમ નથી કારણ કે અહીં અગ્નિ ઉપલબ્ધ નથી.’ (૩) કાર્યાનુપલબ્ધિ - તેનું ઉદાહરણ છે. ‘જેમનું કાર્યોત્પન્ન ક૨વાનું સામર્થ્ય રુંધાયું નથી એવાં ધૂમનાં કારણો અહીં નથી કારણ કે ધૂમ અહીં ઉપલબ્ધ નથી.’ (૪) વ્યાપકાનુપલબ્ધિ — તેનું ઉદાહરણ છે — ‘અહીં શિંશપા નથી કારણ કે અહીં વૃક્ષ ઉપલબ્ધ નથી.'
-
―――
52. विरोधि तु प्रतिषेध्यस्य तत्कार्यकारणव्यापकानां च विरुद्धं
Jain Education International 16
For Private & Personal Use Only
www.jainelibrary.org