SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ ૧૯૩ ____ 36. 'सहभाविनोः' एकसामग्र्यधीनयोः फलादिगतयो रूपरसयोः व्याप्यव्यापकयोश्च शिशपात्ववृक्षत्वयोः, 'क्रमभाविनोः' कृत्तिकोदयशकटोदययोः, कार्यकारणयोश्च धूमधूमध्वजयोर्यथासङ्ख्यं यः ‘सहक्रमभावनियमः' - सहभाविनोः सहभावनियमः क्रमभाविनोः क्रमभावनियमः, साध्यसाधनयोरिति प्रकरणाल्लभ्यते सः 'अविनाभावः' ॥१०॥ ____36. बेनी उत्पत्ति ४ ॥२९॥सामश्रीने अधीनछे मेवा, में सात ३५ અને રસ બે સહભાવીઓનો તેમ જ જે બેની વચ્ચે વ્યાપ્ય-વ્યાપકસંબંધ છે એવા શિશપાત્વ અને વૃક્ષત્વબે સહભાવીઓનો સહભાવનિયમ અવિનાભાવ છે. કૃત્તિકોદય અને શકટોદય જેવા પૂર્વચર-ઉત્તરચરરૂપ ક્રમભાવીઓનો તેમ જ ધૂમ અને અગ્નિ જેવા કાર્ય-કારણરૂપ ક્રમભાવીઓનો ક્રમભાવનિયમ અવિનાભાવ છે. પ્રકરણથી સાધ્ય અને સાધનનો સહભાવનિયમ કે ક્રમભાવનિયમ સમજવાનું પ્રાપ્ત થાય છે. આમ સાધ્ય અને સાધનનો સહભાવનિયમ તેમજ ક્રમભાવનિયમ અવિનાભાવ છે. (૧૦) 37. अथैवंविधोऽविनाभावो निश्चित: साध्यप्रतिपत्त्यङ्गमित्युक्तम् । तन्निश्चयश्च कुतः प्रमाणात् ? न तावत् प्रत्यक्षात्, तस्यैन्द्रियकस्य सन्निहितविषयविनियमितव्यापारत्वात् । मनस्तु यद्यपि सर्वविषयं तथापीन्द्रियगृहीतार्थगोचस्त्वेनैव तस्य प्रवृत्तिः । अन्यथान्धबधिराद्यभावप्रसङ्गः । सर्वविषयता तु सकलेन्द्रियगोचरार्थविषयत्वेनैवोच्यते न स्वातन्त्र्येण । योगिप्रत्यक्षेण त्वविनाभावग्रहणेऽनुमेयार्थप्रतिपत्तिरेव ततोऽस्तु, किं तपस्विनाऽनुमानेन ? । अनुमानात्त्वविनाभावनिश्चयेऽनवस्थेतरेतराश्रयदोषप्रसङ्ग उक्त एव । न च प्रमाणान्तरमेवंविधविषयग्रहणप्रवणमस्तीत्याह ऊहात् तन्निश्चयः ॥११॥ 37. શંકા–આ જાતનો અવિનાભાવ જો નિશ્ચિત જામ્યો હોય તો જ તે સાધ્યના જ્ઞાનને ઉત્પન્ન કરે છે, એમ કહેવામાં આવ્યું છે. પરંતુ અવિનાભાવનો નિશ્ચય કયા પ્રમાણથી થાય છે? પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા અવિનાભાવનો નિશ્ચય થતો નથી કારણ કે ઇન્દ્રિયજ પ્રત્યક્ષનો વ્યાપાર સન્નિહિત વિષય સુધી સીમિત છે. જો કે મન સર્વ અર્થોને વિષય કરે છે તેમ છતાં ઇન્દ્રિયોએ ગ્રહણ કરેલા વિષયોમાં જે મનની પ્રવૃત્તિ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy