________________
૧૯૨
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
र्वचनेन ? । तत् स्थितमेतत् साध्याविनाभावैकलक्षणादिति ॥९॥
34. નૈયાયિકો હેતુનાં પાંચ લક્ષણો જણાવે છે. બૌદ્ધોએ માનેલાં ત્રણ અને અબાધિતવિષયત્વ તથા અસત્પ્રતિપક્ષત્વ એમ પાંચ લક્ષણો નૈયાયિકો માને છે. બૌદ્ધ મતના નિરાસ દ્વારા નૈયાયિકોના પાંચ લક્ષણોના સિદ્ધાન્તનો નિરાસ થઈ જાય છે. પ્રત્યક્ષ કે આગમ પ્રમાણથી વિષય બાધિત થયા પછી તરત હેતુનો પ્રયોગ કરવો એ હેતુનું બાધિતવિષયત્વ છે. ઉદાહરણ, અવયવીરૂપ અગ્નિ ઉષ્ણ નથી કારણ કે તે કૃતક (જન્મ) છે, જે કૃતક હોય છે તે ઉષ્ણ નથી હોતું, જેમ કે ઘટ.[અહીં અગ્નિની અનુષ્કતા સાધ્ય છે, તે સ્પર્શનેન્દ્રિયપ્રત્યક્ષથી બાધિત છે. તેથી આ કૃતકત્વ હેતુ પ્રત્યક્ષબાધિતવિષય છે.] બ્રાહ્મણ માટે સુરા પેય છે કારણ કે તે દ્રવ (તરલ) દ્રવ્ય છે, જેમ કે દૂધ. [આગમમાં બ્રાહ્મણે સુરા પીવાનો નિષેધ છે. તેથી વિષય (બ્રાહ્મણ માટે સુરાનું પેયત્વ) આગમથી બાધિત છે.] આ બે શક્યતાઓનો નિષેધ થવાથી હેતુના અબાધિતવિષયત્વનો નિશ્ચય થાય છે. જે હેતુ પોતાના વિરોધી બીજા હેતુથી બાધિત થાય તે હેતુ સત્પ્રતિપક્ષ છે. ઉદાહરણ- - ‘શબ્દ અનિત્ય છે કારણ કે તેમાં નિત્યતાની ઉપલબ્ધિ થતી નથી.’આનો વિરોધી હેતુ આ છે — શબ્દ નિત્ય છે કારણ કે તેમાં અનિત્યતાની ઉપલબ્ધિ થતી નથી.’ આ હેતુથી પહેલો હેતુ બાધિત થવાના કારણે સત્પ્રતિપક્ષ હેતુ છે. જે હેતુમાં આ સત્પ્રતિપક્ષત્વ દોષ ન હોય તે હેતુ અસત્પ્રતિપક્ષ છે. જે હેતુ બાધિતવિષય છે કે સત્પ્રતિપક્ષ છે તેમાં અવિનાભાવ હોઈ શકતો જ નથી. તેથી અવિનાભાવને હેતુના લક્ષણ તરીકે સ્વીકારતાં જ આ બન્ને લક્ષણો પણ ગૃહીત થઈ જાય છે. કહ્યું પણ છે, “બાધા અને અવિનાભાવનો વિરોધ છે.” [હેતુબિન્દુ, પરિચ્છેદ ૪]. [અર્થાત્ જ્યાં કોઈ પણ જાતનો હેતુદોષ હોય ત્યાં અવિનાભાવ ન હોય અને જ્યાં અવિનાભાવ હોય ત્યાં કોઈ પણ જાતનો હેતુદોષ ન જ હોય.] વળી, નૈયાયિકોએ પોતે જ પક્ષનાં જે લક્ષણો આપ્યાં છે તે લક્ષણોના અભાવથી જે પક્ષદોષો ઉદ્ભવે છે તેમનાથી જ આ બે દોષો સંગૃહીત થઈ જાય છે, તો પછી પુનરુક્તિ કરવાથી શો લાભ ? આમ એ સ્થાપિત થયું કે સાધ્યાવિનાભાવરૂપ એક લક્ષણવાળા સાધન દ્વારા થતું સાધ્યનું જ્ઞાન અનુમાન છે. (૯)
35. तत्राविनाभावं लक्षयति
सहक्रमभाविनोः सहक्रमभावनियमो ऽविनाभावः ॥१०॥
35. હવે આચાર્ય અવિનાભાવનું લક્ષણ કહે છે~~
બે સહભાવીઓનો સહભાવનિયમ અને બે ક્રમભાવીઓનો ક્રમભાવનિયમ અવિનાભાવ છે. (૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org