________________
૧૮૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા નથી. ‘જ્યાં વ્યાપક હોય ત્યાં વ્યાખનું હોવું જ’ એવું અવધારણ કરવામાં આવે તો જે હેતુ સપક્ષના એક દેશમાં રહે છે તે હેતુ નહિ રહે અને સાધારણ અવૈકાન્તિક હેત્વાભાસ સદ્ગુતુ બની જશે કારણ કે તે જ્યાં વ્યાપક હોય છે ત્યાં હોય છે જ, જેમકે પ્રમેયત્વ હેતુ જ્યાં વ્યાપક નિત્યત્વ હોય છે ત્યાં હોય છે જ.
26. व्याप्यव्यापकधर्मतासङ्कीर्तनं तु व्याप्तेरुभयत्र तुल्यधर्मतयैकाकारा प्रतीतिर्मा भूदिति प्रदर्शनार्थम् । तथाहि - पूर्वत्रायोगव्यवच्छेदेनावधारणम् उत्तरत्रान्ययोगव्यवच्छेदेनेति कुत उभयत्रैकाकारता व्याप्तेः ? । तदुक्तम्
" लिङ्गे लिङ्गी भवत्येव लिङ्गिन्येवेतरत् पुनः । नियमस्य विपर्यासेऽसम्बन्धो लिङ्गलिङ्गिनोः ॥” इति ॥६॥
-
26. વ્યાપ્તિ વ્યાપ્ય અને વ્યાપક બન્નેનો ધર્મ છે એમ એ દર્શાવવા માટે કહ્યું છે કે વ્યાપ્ય અને વ્યાપક બન્નેમાં તુલ્યધર્મના કારણે એક જ આકારવાળી વ્યાપ્તિની પ્રતીતિ ન હો. [સૂત્રગત ક્રમ મુજબ] વ્યાપ્તિ જયારે વ્યાપકના ધર્મરૂપે વિવક્ષિત હોય છે ત્યારે અવધારણ અયોગવ્યવચ્છેદના રૂપમાં (અભાવના નિષેધના રૂપમાં – તે આ રીતે, ‘વ્યાપકનો ભાવ જ' એટલે ‘વ્યાપકનો અભાવ નહિ') હોય છે અને જ્યારે વ્યાપ્તિ વ્યાખના ધર્મરૂપે વિવક્ષિત હોય છે ત્યારે અવધારણ અન્યયોગવ્યવચ્છેદ રૂપમાં (અન્યના નિષેધના રૂપમાં – તે આ રીતે, ‘વ્યાપ્યનો ભાવ ત્યાં જ છે’ ‘વ્યાપ્યનો ભાવ અન્ય સ્થાને નથી’) હોય છે. તો પછી વ્યાપ્ય અને વ્યાપક બન્નેમાં વ્યાપ્તિનો એક આકાર ક્યાંથી હોય ? [ન જ હોય.] તેથી કહ્યું છે, “લિંગ (સાધન, હેતુ) હોતાં લિંગી(સાધ્ય) હોય જ, અને લિંગી (સાધ્ય) હોય તો જ લિંગ (સાધન) હોય છે. આ નિયમનો વિપર્યાસ હોતાં સાધ્યસાધનસંબંધ બનશે નહિ.’’
—
27. अथ क्रमप्राप्तमनुमानं लक्षयति
साधनात्साध्यविज्ञानम् अनुमानम् ॥७॥
27. હવે ક્રમપ્રાપ્ત અનુમાનનું લક્ષણ આચાર્ય કહે છે—
સાધન દ્વારા થતું સાધ્યનું જ્ઞાન અનુમાન છે. (૭)
28. સાધનં સાધ્યું ૬ વક્ષ્યમાળલક્ષળમ્ । દૃષ્ટાવુપવિષ્ટાદ્રા ‘સાધનાત્’ यत् 'साध्यस्य' विज्ञानम् सम्यगर्थनिर्णयात्मकं तदनुमीयते ऽनेनेति 'अनुमानम्' लिङ्गग्रहणसम्बन्धस्मरणयोः पश्चात् परिच्छेदनम् ॥७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org