________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૮૩
[‘વ્યાપ્યના હોતાં વ્યાપકનું હોવું જ’ એ પ્રમાણે અવધારણ ક૨વામાં આવ્યું છે, તેના બદલે] ‘વ્યાપ્યના હોતાં વ્યાપકનું જ હોવું' એવું અવધારણ કરવામાં નથી આવ્યું. જો એવું અવધારણ કરવામાં આવ્યું હોત તો તેનો અર્થ થાત હેતુનું ત્યાં ન હોવું અર્થાત્ હેતુના અભાવની આપત્તિ આવે. વળી, ‘વ્યાપકનું જ હોવું' એવું અવધારણ કરવાથી જે વ્યાપક નથી તે બધાનો અભાવ આવી પડે જ્યારે હકીકતમાં તો ‘મૂર્તત્વ’ વગેરે અવ્યાપક પણ ત્યાં હોય છે.
વ્યાપ્ય હોય તો જ વ્યાપકનું હોવું' એવું અવધારણ પણ ન કરાય કારણ કે તેવું અવધારણ કરતાં ‘પ્રયત્નાનન્તરીયકત્વ’ (‘પ્રયત્નપૂર્વકત્વ') આદિ હેતુઓ અહેતુઓ બની જાય [અર્થાત્ પ્રયત્નાનન્તરીયકત્વ ધર્મ અનિત્યત્વનો સાધક હેતુ નહિ બની શકે કારણ કે પ્રયત્નાનન્તરીયકત્વ ન હોય તો પણ અનિત્યત્વ હોય છે, જેમ કે વીજળી જેમાં પ્રયત્નાનન્તરીયકત્વ નથી પણ અનિત્યત્વ છે.] વળી, આવું અવધારણ કરતાં જે સાધારણ અવૈકાન્તિક હેત્વાભાસ છે તે સદ્વેતુ બની જવાની આપત્તિ આવે. તેનું કારણ આ છે [‘શબ્દ નિત્ય છે કારણ કે તે પ્રમેય છે' અહીં પ્રમેયત્વહેતુ સાધારણ અવૈકાન્તિક હેત્વાભાસ છે કારણ કે પ્રમેયત્વ હેતુ નિત્ય વસ્તુઓ અને અનિત્ય વસ્તુઓ અર્થાત્ સપક્ષ અને વિપક્ષ બન્નેમાં છે. પરંતુ તેમ છતાં પ્રમેય હોય તો જ વસ્તુ નિત્ય હોય છે]. પ્રમેય વસ્તુઓમાં જ નિત્યત્વ હોય છે. એટલે આ અવધારણ મુજબ તે પ્રમેયત્વ સદ્વેતુ બની
જાય.
25. यदा तु व्याप्यधर्मतया व्यातिर्विवक्ष्यते तदा 'व्याप्यस्य वा' गमकस्य 'तत्रैव' व्यापके गम्ये सति यत्र धर्मिणि व्यापकोऽस्ति तत्रैव 'भावः' न तदभावेऽपि व्याप्तिरिति । अत्रापि नैवमवधार्यते - व्याप्यस्यैव तत्र भाव इति, हेत्वभावप्रसङ्गादव्याप्यस्यापि तत्र भावात् । नापि व्याप्यस्य तत्र भाव एवेति, सपक्षैकदेशवृत्तेरहेतुत्वप्राप्तेः साधारणस्य च हेतुत्वं स्यात्, प्रमेयत्वस्य नित्येष्ववश्यंभावादिति ।
25. જ્યારે વ્યાપ્તિની વિવક્ષા વ્યાપ્યના ધર્મના રૂપમાં કરવામાં આવે છે ત્યારે તેનું રૂપ આવું હોય છે વ્યાપક અર્થાત્ ગમ્ય (સાધ્ય) હોતાં જે ધર્મીમાં વ્યાપક હોય ત્યાં જ વ્યાપ્યનું અર્થાત્ ગમકનું (સાધનનું) હોવું વ્યાપ્તિ છે. અહીં પણ ‘ત્યાં જ વ્યાપ્યનું હોવુ' એ મુજબના અવધારણના બદલે ‘ત્યાં વ્યાપ્યનું જ હોવું' એવું અવધારણ કરવામાં આવે તો હેતુ હેતુ નહિ રહે કારણ કે ત્યાં વ્યાપ્ય સાથે જે અવ્યાપ્ય (અર્થાત્ વ્યાપક છે) તે પણ રહે છે. જ્યાં સાધ્યનો અભાવ હોય ત્યાં જે હેતુ રહેતો હોય તે હેતુ નથી – સહેતુ
Jain Education International
―――
For Private & Personal Use Only
www.jainelibrary.org