________________
૧
૭ ૨.
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા "पयोम्बुभेदी हंसः स्यात्षट्पादैर्धमरः स्मृतः । सप्तपर्णस्तु विद्वद्भिर्विज्ञयो विषमच्छदः ॥ पञ्चवर्णं भवेद्रत्नं मेचकाख्यं पृथुस्तनी ।
युवतिश्चैकशृङ्गोपि गण्डकः परिकीर्तितः ॥" इत्येवमादिशब्दश्रवणात्तथाविधानेव चैत्रहंसादीनवलोक्य तथा सत्यापयति यदा, तदा तदपि संकलनाज्ञानमुक्तम्, दर्शनस्मरणसम्भवत्वाविशेषात् । यथा वा औदीच्येन क्रमेलकं निन्दतोक्तम् ‘धिक्करभमतिदीर्धवक्रग्रीवं प्रलम्बोष्ठं कठोरतीक्ष्णकण्टकाशिनं कुत्सितावयवसन्निवेशमपशदं पशूनाम्' इति । तदुपश्रुत्य दाक्षिणात्य उत्तरापथं गतस्तादृशं वस्तूपलभ्य 'नूनमयमर्थोऽस्य करभशब्दस्य' इति [यदवैति] तदपि दर्शनस्मरणकारणकत्वात् सङ्कलनाज्ञानं प्रत्यभिज्ञानम् ।
10. દર્શન એટલે પ્રત્યક્ષ. સ્મરણ એટલે સ્મૃતિ. તે બન્નેથી જે ઉત્પન્ન થાય છે તે દર્શન-સ્મરણકારણક. પ્રત્યક્ષ-સ્મરણ બન્નેથી ઉત્પન્ન થનારું સંકલનારૂપ જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે. તેનો ઉલ્લેખ કેવા કેવા આકારે થાય છે તે જણાવે છે– “આ તે જ છે', અહીં ત્રણે લિંગનો સામાન્યપણે નિર્દેશ કરવા “તત્ (તે)' નપુંસકલિંગનો પ્રયોગ કર્યો છે. “આ તે જ ઘટ છે', “આ તે જ પટી છે”, “આ તે જ કુંડલ છે”. “આ તેના જેવો જેવી/જેવું છે” “આ ગવય ગોસદશ છે” “આ તેનાથી વિલક્ષણ છે” “આ મહિષ ગોવિલક્ષણ છે” આ તેનો પ્રતિયોગી (વિરોધી) છે' અર્થાત્ “આ આનાથી નાનું છે',
આ આનાથી મોટું છે”, “આ આનાથી નજીક છે,” “આ આનાથી દૂર છે' ઇત્યાદિ. “ઇત્યાદિ' શબ્દથી બીજાં સંકલનાજ્ઞાનોનું પણ ગ્રહણ થાય છે, જેમ કે
(૧) જે બહુ જ રુંવાટીવાળો, બહાર નીકળી આવેલા દાંતવાળો, કાળો, ઠીંગણો, મોટી-મોટી આંખોવાળો અને ચીબો હોય તેને ચૈત્ર જાણવો. ન્યાયમંજરી, પૃ. ૧૪૩]
(૨) દૂધ અને પાણીને અલગ કરનારું પંખી હંસ હોય છે. (૩) છ પગોવાળો ભમરો હોય છે.
(૪) સાત પાનોના ગુચ્છાઓવાળા વૃક્ષને વિદ્વાનોએ વિષમચ્છેદ' નામનું વૃક્ષ જાણવું.
(૫) પાંચ રંગોવાળું રત્ન મેચક કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org