________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૭૧ વિષય નથી' આ કથન કેવળ પ્રલાપ છે. યોગીઓનું જ્ઞાન અતીત (વિનષ્ટ) અને અનાગત (અનુત્પન્ન) અર્થોને જાણે છે, આમ આ યોગિજ્ઞાન અર્થજન્ય (વિષયજન્ય) નથી તેમ છતાં તેના પ્રમાણ હોવા અંગે કોઈ વિવાદ નથી, બધા તેને પ્રમાણ માને છે. વળી, જો મૃતિને પ્રમાણ તરીકે નહિ સ્વીકારો તો અનુમાનને પણ પ્રમાણ તરીકે નહિ સ્વીકારી શકો અર્થાત પ્રમાણ તરીકે અનુમાનનો ત્યાગ કરવો પડશે, અનુમાન પ્રમાણને છોડવું પડશે. તેનું કારણ નીચે પ્રમાણે છે. જ્યાં સુધી સ્મૃતિ વ્યાતિને ર્વિષય નથી બનાવતી (અર્થાત્ જયાં સુધી વ્યાપ્તિનું સ્મરણ થતું નથી) ત્યાં સુધી અનુમાનની ઉત્પત્તિ સંભવતી નથી. [વ્યાપ્તિનું સ્મરણ થતાં જ તરત જ અનુમાન ઉત્પન્ન થાય છે. હવે જો વ્યાપ્તિનું સ્મરણ પોતે જ પ્રમાણ ન હોય તો તેના આધારે ઉત્પન્ન થનારું અનુમાન પણ કેવી રીતે પ્રમાણ હોઈ શકે ?] આ સિદ્ધાન્ત તો સર્વ વાદીઓને માન્ય છે કે સાધનનું (લિંગનું, હેતુનું) ગ્રહણ (દર્શન) અને અવિનાભાવસંબંધનું (વ્યાપ્તિનું) સ્મરણ તે બન્ને દ્વારા અનુમાન ઉત્પન્ન થાય છે. આ બધી ચર્ચાના અંતે એ પુરવાર થયું કે સ્મૃતિ પ્રમાણ છે, અન્યથા અનુમાન પણ પ્રમાણ નહિ ઘટે. (૩). 9. अथ प्रत्यभिज्ञानं लक्षयतिदर्शनस्मरणसम्भवं तदेवेदं तत्सदृशं तद्विलक्षणं तत्प्रति
योगीत्यादिसङ्कलनं प्रत्यभिज्ञानम् ॥४॥ 9. હવે આચાર્ય પ્રત્યભિજ્ઞાનનું લક્ષણ કહે છે–
પ્રત્યક્ષ અને સ્મરણથી ઉત્પન્ન થનારાં “આ તે જ છે', “આ તેના જેવો છે', “આ તેનાથી વિલક્ષણ છે', “આ તેનો વિરોધી પ્રતિયોગી) છે' ઇત્યાદિ આકારોવાળાં સંકલનારૂપ જ્ઞાનો પ્રત્યભિજ્ઞાન છે.(૪)
10. “ર્શનમ્' પ્રત્યક્ષનું, ‘મરમ્' કૃતિસ્તામ્યાં સમવો યચ તત્તથા दर्शनस्मरणकारणकं सङ्कलनाज्ञानं 'प्रत्यभिज्ञानम्' । तस्योल्लेखमाह'तदेवेदम्', सामान्यनिर्देशेन नपुंसकत्वम्, स एवायं घटः, सैवेयं पटी, तदेवेदं कुण्डलमिति । 'तत्सदृशः' गोसदृशो गवयः, 'तद्विलक्षणः' गोविलक्षणो महिषः, 'तत्प्रतियोगि' इदमस्मादल्पं महत् दूरमासन्नं वेत्यादि । ‘મતિ'
"रोमशो दन्तुरः श्यामो वामनः पृथुलोचनः । યસ્તત્ર રિપિટપ્રાતં ચૈત્રમવાર '' [ચાય. પૃ. ૨૪૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org