________________
૧૫૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા અનેક કાર્યોને અર્થાત્ રૂપક્ષણ, રસક્ષણ, ગન્ધક્ષણ અને સ્પર્શક્ષણને ઉત્પન્ન કરે છે. પરંતુ આ માન્યતા દોષભરી છે. અમે તમને પૂછીએ છીએ કે જ્યારે એક રૂપક્ષણ રૂપક્ષણ, રસક્ષણ, ગન્ધક્ષણ અને સ્પર્શક્ષણને ઉત્પન્ન કરે છે ત્યારે તે તેમને એક સ્વભાવથી ઉત્પન્ન કરે છે કે નાના સ્વભાવથી ? જો એક સ્વભાવથી એમ કહેશો તો એક સ્વભાવજન્ય તે જન્મ રૂપાદિ ક્ષણોનું એકત્વ થઈ જશે, તેમનો ભેદ રહેશે નહિ, તેમની પોતપોતાની વિશેષતા રહેશે નહિ. જો તમે કહેશો કે નાના સ્વભાવથી અર્થાત્ કોઈને ઉપાદાનસ્વભાવથી અને કોઈને સહકારિસ્વભાવથી (રૂપક્ષણ રૂપક્ષણને ઉપાદાનસ્વભાવથી અને રસાદિક્ષણોને સહકારિસ્વભાવથી) તો અમારો તમને બૌદ્ધોને પ્રશ્ન છે કે તે જનક રૂપક્ષણનો તે નાના સ્વભાવોથી ભેદ છે કે અભેદ ? જો તમે કહેશો કે જનક રૂપક્ષણથી તે નાના સ્વભાવો ભિન્ન છે તો તે તેના સ્વભાવો નહિ રહે. જો તમે કહેશો કે જનક રૂપક્ષણથી તે નાના સ્વભાવો અભિન્ન છે તો જનક રૂપક્ષણનું એકત્વ(નિયંશપણું) નહિ રહે અને તે નાના સ્વભાવો નાના નહિ રહે.
એકાન્ત ક્ષણિકવાદી બૌદ્ધ જનક રૂપક્ષણનો એકનો એક સ્વભાવ રૂપક્ષણ પ્રતિ (સજાતીય પ્રતિ) ઉપાદાનભાવ છે અને રસાદિક્ષણો પ્રતિ (વિજાતીય પ્રતિ) સહકારિભાવ છે. અમે જનક રૂપક્ષણમાં સ્વભાવભેદ નથી માનતા.
હેમચન્દ્રાચાર્ય જો એમ હોય તો પછી એક સ્વભાવવાળો નિત્ય અર્થ ક્રમથી અનેક કાર્યો કરે તો તેમાં પણ સ્વભાવભેદ અને કાર્યોની સંક૨તા ન થાઓ.
―
બૌદ્ધએકાન્ત નિત્ય અર્થ કાર્યોની ઉત્પત્તિ ક્રમથી કરે એ સંભવ નથી. એટલે તમે જે કહ્યું તે બરાબર નથી.
હેમચન્દ્રાચાર્ય—જો એમ હોય તો એક નિરંશ (અર્થાત્ એકાન્ત ક્ષણિક) કારણ અનેક કારણોથી ઉત્પન્ન થઈ શકે એવાં અનેક કાર્યોને યુગપત્ એક સાથે ઉત્પન્ન કરે છે એમ માનવામાં સ્પષ્ટ વિરોધ હોઈ એકાન્ત ક્ષણિક અર્થ પણ યુગપત્ અનેક કાર્યોને ઉત્પન્ન ન કરો.
આમ એકાન્ત ક્ષણિકવાદમાં પણ ક્રમ-અક્રમના વિકલ્પો ન સંભવતા હોવાથી તેમની વ્યાપ્ય અર્થક્રિયા પણ સંભવતી નથી અને અર્થક્રિયાના અભાવમાં તેનું વ્યાપ્ય સત્પણું પણ સંભવતું નથી કારણ કે જ્યાં વ્યાપકનો અભાવ હોય છે ત્યાં વ્યાપ્યનો પણ અભાવ હોય છે. તેથી એકાન્ત ક્ષણિકવાદ પણ અસત્ છે.
129. काणादास्तु द्रव्यपर्यायावुभावप्युपागमन् पृथिव्यादीनि गुणाद्याधाररूपाणि द्रव्याणि, गुणादयस्त्वाधेयत्वात्पर्यायाः । ते च केचित् क्षणिकाः,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org