________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
• ૧૪૭ એકાન્ત નિયત્વવાદી–તે ઉપકારરૂપ વિશેષતા એકાન્ત નિત્ય અર્થથી ભિન્ન છે તેમ છતાં તે તેની છે કારણ કે તેનો એકાન્ત નિત્ય અર્થ સાથે સંબંધ છે.
હેમચન્દ્રાચાર્ય – ઉપકાર્ય (એકાન્ત નિત્ય અર્થ) અને ઉપકાર (ઉપકારરૂપ વિશેષતા) વચ્ચે કયો સંબંધ છે? તે સંબંધ સંયોગ તો ન જ હોય કારણ કે સંયોગસંબંધ તો બે દ્રવ્યો વચ્ચે જ હોય છે જ્યારે અહીં તો ઉપકાર્ય (એકાન્ત નિત્ય અર્થ) દ્રવ્ય છે અને ઉપકાર (વિશેષતા) ગુણ યા ધર્મ છે]. તે સંબંધ સમવાય પણ ન હોઈ શકે કારણ કે સમવાય નિત્ય એક અને સર્વવ્યાપી હોવાથી સર્વત્ર તુલ્ય છે – કોઈથી દૂર નથી કે કોઈની નજીક નથી. આવી સ્થિતિમાં અમુકની વચ્ચે સમવાયસંબંધ છે અને બીજાઓ વચ્ચે નથી એવી વ્યવસ્થા બની શકે નહિ. અમુકનિયત સંબંધીઓ વચ્ચે જ સમવાયસંબંધ હોય છે એમ માનવામાં આવે તો તે સંબંધીઓ સમવાય સંબંધને ઉપકાર કરે છે એમ માનવું પડે. એવી સ્થિતિમાં વળી પાછો પેલો પ્રશ્ન ખડો થશે કે સમવાયસંબંધ(ઉપકાર્ય) અને ઉપકાર વચ્ચે અભેદ છે કે ભેદ? ઉપકાર સાથે સમવાયનો અભેદ માનવામાં આવે તો ઉપકારની ઉત્પત્તિ એટલે સમવાયની ઉત્પત્તિ એમ માનવું પડે [પણ તમે સમવાયને નિત્ય માનો છો.] ઉપકારથી સમવાયનો ભેદ છે અને તે ભેદનું કારણ છે તેમની વચ્ચેનો વિશેષણવિશેષ્યભાવ સંબંધ એમ તમે કહેશો તો તે વિશેષણવિશેષ્યભાવ સંબંધ તે બે સંબંધીઓ વચ્ચે જ છે કારણ કે તે બે સંબંધીઓ (જેમાંનો એક સમવાય છે) વિશેષણવિશેષ્યભાવસંબંધને ઉપકાર કરે છે એમ માનવું પડે અને પરિણામે પાછો ઉપકાર્ય અને ઉપકારના ભેદભેદનો વિકલ્પ ખડો થશે અને આવર્તન થયા જ કરશે. આ રીતે અનવસ્થા થશે. તેથી સ્વીકારવું જ પડશે કે એકાન્ત નિત્ય અર્થ પોતાનાં કાર્યોને ક્રમથી ઉત્પન્ન નથી કરતો.
125. નામે ! ને હૈો માવ: સ ત્નતાવિનીર્ષાપત્ सर्वाः क्रियाः करोतीति प्रातीतिकम् । कुरुतां वा, तथापि द्वितीयक्षणे किं कुर्यात् ? । करणे वा क्रमपक्षभावी दोषः । अकरणेऽनर्थक्रियाकारित्वादवस्तुत्वप्रसङ्गः- इत्येकान्तनित्यात् क्रमाक्रमाभ्यां व्याप्तार्थक्रिया व्यापकानुपलब्धिबलात् व्यापकनिवृत्तौ निवर्तमाना व्याप्यमर्थक्रियाकारित्वं निवर्तयति तदपि स्वव्याप्यं सत्त्वमित्यसन् द्रव्यैकान्तः ।
_125. એકાન્ત નિત્ય અર્થ યુગપદ્ બધાં જ કાર્યોની ઉત્પત્તિ એક સાથે કરી શકે નહિ. સકળ કાળના ક્ષણોમાં થનારાં બધાં જ કાર્યોને એક જ અર્થ યુગપદ્ એક સાથે પ્રથમ ક્ષણે જ ઉત્પન્ન કરે છે એવું તો પ્રતીત થતું નથી. દલીલ ખાતર માની પણ લઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org