________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
123. ‘तद्' अर्थक्रियासामर्थ्यं 'लक्षणम्' असाधारणं रूपं यस्य तत् तल्लक्षणं तस्य भावस्तत्त्वं तस्मात् । कस्य ? 'वस्तुनः' परमार्थसतो रूपस्य । अयमर्थः-अर्थक्रियार्थी हि सर्वः प्रमाणमन्वेषते, अपि नामेतः प्रमेयमर्थक्रियाक्षमं विनिश्चित्य कृतार्थो भवेयमिति न व्यसनितया । तद्यदि प्रमाणविषयोऽर्थोऽर्थक्रियाक्षमो न भवेत्तदा नासौ प्रमाणपरीक्षणमाद्रियेत ।
१४४
यदाह
"अर्थक्रियाऽसमर्थस्य विचारैः किं तदर्थिनाम् । षण्ढस्य रूपवैरूप्ये कामिन्याः किं परीक्षया ? ॥ [ प्रमाणवा. १.२१५] इति ।
"
123. તે અર્થક્રિયાસામર્થ્ય લક્ષણ અર્થાત્ અસાધારણ રૂપ જેનું છે તે, તેનો ભાવ અર્થાત્ તત્ત્વ, તેના કારણે. તે તત્ત્વ કોનું ? વસ્તુનું અર્થાત્ પરમાર્થસનું. [પરમાર્થસત્ વસ્તુનું લક્ષણ અર્થક્રિયાસામાર્થ્ય છે, અર્થાત્ જે અર્થક્રિયામાં સમર્થ હોય તે જ વસ્તુ છે, સત્ છે.] આનો અર્થ આ છે અર્થક્રિયાના બધા જ ઇચ્છુકો પ્રમાણની ગવેષણા (તપાસ, પરીક્ષા) કરે છે — ‘હું આના દ્વારા અર્થક્રિયાસમર્થ પ્રમેયનો બરાબર નિશ્ચય કરીને પ્રવૃત્તિ કરતાં સફળ થાઉં’ એમ વિચારીને અને નહિ કે વ્યસનના (લતના) કારણે. કેવળ વ્યસનના કારણે પ્રમાણની ગવેષણા નથી કરતા. આવી સ્થિતિમાં પ્રમાણનો વિષયભૂત અર્થ જો અર્થક્રિયાસમર્થ ન હોય તો પછી પ્રમાણની પરીક્ષા કરવા કોઈને ઉત્સાહ રહે જ નહિ, પ્રમાણની પરીક્ષા નિરર્થક બની જાય. કહ્યું પણ છે, “જેઓ અર્થક્રિયાના ઇચ્છુક છે તેમને અર્થક્રિયામાં અસમર્થ પદાર્થનો વિચાર કરવાથી શો લાભ ? કામિનીને નપુંસકની સુંદરતા-અસુંદરતાની પરીક્ષા કરવાનું શું પ્રયોજન ?''
124. तत्र न द्रव्यैकरूपोऽर्थोऽर्थक्रियाकारी, स ह्यप्रच्युतानुत्पन्नस्थिरैकरूपः कथमर्थक्रियां कुर्वीत क्रमेणाक्रमेण वा ?, अन्योन्यव्यवच्छेदरूपाणां प्रकारान्तरासम्भवात् । तत्र न क्रमेण; स हि कालान्तरभाविनी: क्रियाः प्रथमक्रियाकाल एव प्रसह्य कुर्यात् समर्थस्य कालक्षेपायोगात्, कालक्षेपिणो वाऽसामर्थ्यप्राप्तेः । समर्थोऽपि तत्तत्सहकारिसमवधाने तं तमर्थं । करोतीति चेत्; न तर्हि तस्य सामर्थ्यमपरसहकारिसापेक्षवृत्तित्वात्, “सापेक्षमसमर्थम्” [पात. महा. ३.१.८.] इति हि किं नाश्रौषीः ? । न तेन सहकारिणोऽपेक्ष्यन्तेऽपि तु कार्यमेव सहकारिष्वसत्स्वभवत् तानपेक्षत इति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org