________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૨૯
અનન્તવીર્ય પોતાની સિદ્ધિવિનિશ્ચયટીકામાં (પૃ. ૧૧) કહે છે• ननु यदा गोविनिश्चयो (= ऐन्द्रियकः गोविकल्पः ) न तदा अश्वविकल्पना (मानसोऽश्वविकल्पः) जैनस्य उपयोगद्वयानुपपत्तेरित चेत्, मानसं सममुपयोगद्वयं (मानसं विकल्पद्वयं समं) नेष्यते न પેન્દ્રિય માનસે। આ જ વાત હેમચન્દ્રાચાર્યે ઉપર સ્વીકારી છે. અવગ્રહ ઐન્દ્રિયક વિકલ્પ છે એટલે તે માનસ વિકલ્પથી દૂર થતો નથી. જો અવગ્રહ માનસ વિકલ્પ હોત તો બીજા માનસ વિકલ્પથી દૂર થઈ જાત કારણ કે બે માનસ વિકલ્પો સાથે રહેતા નથી કે થતા પણ નથી. પ્રતિસંખ્યાનનો અર્થ છે વિચાર, વિચારણા, વિકલ્પ. અહીં પારિભાષિક બૌદ્ધ પ્રતિસંખ્યાન સમાધિ અભિપ્રેત નથી.](૨૬)
અવગ્રહે જાણેલા અર્થના વિશેષ ધર્મને જાણવાની ઇચ્છા થવી એ ઈહા છે. (૨૭) 99. અવગ્રાહીતસ્ય શબાવેર્થસ્ય ‘નિમયં શબ્દ: શાઈઃ શાો વા' इति संशये सति 'माधुर्यादयः शाङ्खधर्मा एवोपलभ्यन्ते न कार्कश्यादयः शार्ङ्गधर्माः' इत्यन्वयव्यतिरेकरूपविशेषपर्यालोचनरूपा मतेश्चेष्टा 'ईहा' । इह चावग्रहेहयोरन्तराले अभ्यस्तेऽपि विषये संशयज्ञानमस्त्येव आशुभावात्तु नोपलक्ष्यते । न तु प्रमाणम्, सम्यगर्थनिर्णयात्मकत्वाभावात् ।
99. અવગ્રહે જાણેલા શબ્દ વગેરે વિષયમાં ‘આ શબ્દ શંખનો છે કે શૃંગનો (શિંગડાનો) ?’ એવો સંશય થતાં ‘આ શબ્દમાં માધુર્ય આદિ શંખના શબ્દના ધર્મો જ જ્ઞાત થાય છે, કર્કશતા આદિ શૃંગના ધર્મો જ્ઞાત થતા નથી' એ પ્રકારે અન્વય અને વ્યતિરેક રૂપ વિશેષ ધર્મોની પર્યાલોચના કરતી મતિજ્ઞાનની ચેષ્ટાને ઈહા કહે છે. અભ્યસ્ત વિષયની બાબતમાં પણ અવગ્રહ અને ઈહાની વચ્ચે સંશયરૂપ જ્ઞાન થતું જ હોય છે પરંતુ એટલુ તો શીઘ્ર થઈ જતું હોય છે કે આપણને માલૂમ જ પડતું નથી. તે સંશય પ્રમાણ નથી કારણ કે તે સમ્યગર્થનિર્ણયરૂપ નથી.
100. ननु परोक्षप्रमाणभेदरूपमूहाख्यं प्रमाणं वक्ष्यते तत्कस्तस्मादीहाया भेदः ? उच्यते - त्रिकालगोचरः साध्यसाधनयोर्व्याप्तिग्रहणपटुरूहो यमाश्रित्य "व्याप्तिग्रहणकाले योगीव सम्पद्यते प्रमाता" इति न्यायविदो वदन्ति । ईहा तु वार्त्तमानिकार्थविषया प्रत्यक्षप्रभेद इत्यपौनरुक्त्यम् ।
–
100. પ્રશ્ન - પરોક્ષ પ્રમાણના ભેદોમાં એક ‘ઊહ’ પ્રમાણ છે એમ કહેવામાં આવશે, તો તે ઊહ અને આ ઈહા વચ્ચે શો ભેદ છે ?
ઉત્તર
―
- ઊહ પ્રમાણ ત્રણેય કાળના સાધ્યો અને સાધનો વચ્ચેના વ્યામિસંબંધને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org