________________
૧ ૨૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા આચાર્યે ક્રમનું પ્રતિપાદન કર્યું છે. દર્શન પછી તરત અવગ્રહ થાય છે. આ કથનથી એ પ્રતીત થાય છે કે દર્શન પોતે અવગ્રહમાં પરિણમે છે. અર્થાત્ દર્શન અવગ્રહનું ઉપાદાનકારણ છે. ન તો સર્વથા અસતની ઉત્પત્તિ થાય છે કે ન તો સતનો સર્વથા વિનાશ થાય છે. તેથી દર્શનનો જ ઉત્તર પરિણામ અવગ્રહ છે. અર્થ દ્રવ્ય-પર્યાયાત્મક છે અને તેથી જ તે અર્થક્રિયા કરવા (કાર્ય કરવા) સમર્થ છે. આવા અર્થનું ગ્રહણ. ગ્રહણનો અર્થ “સમ્યક્ નિર્ણય' સમજવાનો છે અને નહિ કે “અવિકલ્પક દર્શનમાત્ર', કારણ કે “સમ્યગર્ભનિર્ણય'પદ આગળના સૂત્રમાંથી અહીં ચાલ્યું આવે છે. આવું ગ્રહણ અવગ્રહ છે. દ્રિવ્ય-પર્યાયાત્મક અર્થનો સમ્યફ નિર્ણય અવગ્રહ છે.]
98. ન વયં માનતો વિશ: વધુણવિસન્નિધાનાપેક્ષત્વ પ્રતિસनेनाप्रत्याख्येयत्वाच्च । मानसो हि विकल्पः प्रतिसङ्ख्यानेन निरुध्यते नं चायं तथेति न [मानसो] विकल्पः ॥२६॥
__ अवगृहीतविशेषाकाङ्क्षणमीहा ॥२७॥ 98. અવગ્રહ એ માનસ વિકલ્પ નથી, કારણ કે તેને ચક્ષુ વગેરે ઇન્દ્રિયોના સન્નિધાનની અપેક્ષા છે અને તે માનસ વિકલ્પથી દૂર થતો નથી. માનસ વિકલ્પ બીજા માનસ વિકલ્પથી દૂર થઈ જાય છે. અવગ્રહ તેવો નથી એટલે તે માનસ વિકલ્પ નથી. [કેટલાક જૈન ચિંતકો સ્વીકારે છે કે ઍન્દ્રિયક વિકલ્પ (પ્રત્યક્ષરૂપ વિકલ્પ) અને માનસ વિકલ્પ બન્ને સાથે હોઈ શકે છે પરંતુ બે માનસ વિકલ્પો સાથે હોઈ શકતા નથી.
નથી એટલે તેઓ આ પક્ષવિરુદ્ધ નીચે પ્રમાણે આપત્તિઓ આપે છે – (બ) વસ્તુ સામાન્યવિશેષાત્મક હોવાથી કેવળ સામાન્યનું ગ્રહણ કે કેવળ વિશેષનું ગ્રહણ અયથાર્થ અને અપ્રમાણ બની જાય. (૩) સામાન્યનું ગ્રહણ દર્શન અને વિશેષનું ગ્રહણ જ્ઞાન એમ માનતાં કેવળદર્શનમાં વિશેષનું અગ્રહણ અને કેવળજ્ઞાનમાં સામાન્યનું અગ્રહણ માનવું પડે, પરિણામે કેવળદર્શન સર્વદર્શન નહિ રહે અને કેવળજ્ઞાન સર્વજ્ઞ નહિ રહે અને બન્નેમાં અપૂર્ણતાની આપત્તિ આવશે. (૪) વળી, જો સામાન્યનું ગ્રહણ દર્શન અને વિશેષનું ગ્રહણ જ્ઞાન એમ હોય તો કેવળદર્શન પછી કેવળજ્ઞાન થવું જોઈએ, જ્યારે એમની બાબતમાં ઊલટો ક્રમ સ્વીકારાયો છે. (૪) દિગંબરાચાર્યોના મતે જ્યાં બોધનો વિષય બોધથી પૃથફબાહ્ય વસ્તુ હોય ત્યાં તે બોધ જ્ઞાન કહેવાય, અને જ્યાં બોધનો વિષય અંતરંગ વસ્તુ હોય અર્થાત ચૈતન્ય યા આત્મા હોય ત્યાં તે બોધ દર્શન કહેવાય. આમદર્શી અને જ્ઞાનનો ભેદ એ જ છે કે દર્શન સામાન્યવિશેષાત્મક આત્માનો બોધ છે અર્થાત્ આત્મસ્વરૂપવિષયક બોધ છે જયારે જ્ઞાન આત્મતરપ્રમેયોને વિષય કરનારો બોધ છે.
જ્ઞાન અને દર્શનનો ભેદ સાંખ્ય-યોગ અને બૌદ્ધધર્મદર્શનમાં પણ સ્વીકારાયો છે. તે દર્શનોની માન્યતાને સમજવાથી જૈન મતભેદોનું કંઈકસમાધાન થશે. જુઓ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા' પુસ્તકનું પ્રકરણ ત્રીજું. (અનુવાદક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org