________________
૧ ૨૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા કારણોથી ઉત્પન્ન થાય છે અને દીપક પોતાનાં કારણોથી ઉત્પન્ન થાય છે તો પણ ઘટ અને દીપક વચ્ચે પ્રકાશ્ય-પ્રકાશક સંબંધ છે તેવી જ રીતે પોતાનાં કારણોથી ઉત્પન્ન થનાર અર્થ અને પોતાનાં કારણોથી ઉત્પન્ન થનાર જ્ઞાન વચ્ચે પણ પ્રકાશ્ય-પ્રકાશક સંબંધ છે. અર્થાત્ જેમ દીપકને ઘટનો પ્રકાશક બનવા ઘટથી ઉત્પન્ન થવું જરૂરી નથી તેમ જ્ઞાનને અર્થના પ્રકાશક બનવા અર્થથી ઉત્પન્ન થવું જરૂરી નથી. આમ અર્થ જ્ઞાનનું નિમિત્તકારણ નથી. છેવટે એ સિદ્ધ થયું કે અર્થ અને આલોક ચાક્ષુષ જ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્તકારણો નથી.
94. નન્વર્યાનન્યત્વે જ્ઞાની પ્રતિઋર્મવ્યવસ્થા ?, તપુત્પત્તિતાकारताभ्यां हि सोपपद्यते, तस्मादनुत्पन्नस्यातदाकारस्य च ज्ञानस्य सर्वार्थान् प्रत्यविशेषात्; नैवम् तदुत्पत्तिमन्तरेणाप्यावरणक्षयोपशमलक्षणया योग्यतयैव प्रतिनियतार्थप्रकाशकत्वोपपत्तेः । तदुत्पत्तावपि च योग्यतावश्याश्रयणीया, अन्यथाऽशेषार्थसान्निध्येऽपि कुतश्चिदेवार्थात् कस्यचिदेव ज्ञानस्य जन्मेति कौतस्कुतोऽयं विभागः । तदाकारता त्वर्थाकारसङ्क्रान्त्या तावदनुपपन्ना, अर्थस्य निराकारत्वप्रसङ्गात् । अर्थेन च मूर्तेनामूर्तस्य ज्ञानस्य कीदृशं सादृश्यमित्यर्थविशेषग्रहणपरिणाम एव साभ्युपेया । अतः
“અર્થે પદયત્વેનાં નાદિમુવવાડર્થરૂપતા" [3માળવા. રૂ.૨૦૧] इति यत्किञ्चिदेतत् ।
94. બૌદ્ધ – જો જ્ઞાનને અર્થજન્ય ન માનીએ તો અમુક જ્ઞાન ઘટનું છે, અમુક જ્ઞાન પટનું છે, ઈત્યાદિરૂપવિષયવ્યવસ્થા યા કર્મવ્યવસ્થા આપણે શેના આધારે કરીશું? અમુક જ્ઞાનનું કર્મ ઘટછે, પટનથી એવો નિર્ણય શેના આધારે કરીશું? આ કર્મવ્યવસ્થા યા આ પ્રકારનો નિર્ણય તો જ ઘટે જો જ્ઞાનને અર્થોત્પન્ન (તદુત્પત્તિ) અને અર્થાકાર માનવામાં આવે. અર્થાત્ અમુક જ્ઞાન ઘટનું છે, પટનું નથી એવો નિશ્ચય કરવા માટેનો આધાર એ છે કે તે જ્ઞાન ઘટથી ઉત્પન્ન થયું છે અને ઘટનો આકાર ધરાવે છે, તે જ્ઞાન પટથી ઉત્પન્ન થયું નથી અને પટનો આકાર ધરાવતું નથી. હવે જો જ્ઞાન અર્થથી ઉત્પન્ન થતું જ ન હોય અને અર્થાકાર બનતું જ ન હોય તો સઘળા અર્થો માટે જ્ઞાન એકસરખું જ રહે, પરિણામે તે કાં તો સર્વ અર્થોને જાણે કાં તો સર્વ અર્થોને ન જાણે; તે અમુક અર્થને જાણે અને બાકીનાને ન જાણે એવું બનવું જ અશક્ય થઈ જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org