________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧ ૨૩ હોય. તેમ છતાં ઈશ્વરજ્ઞાન અર્થપ્રકાશક તો છે જ. જે અર્થ જ્ઞાનનો જનક હોય છે તે જ જ્ઞાનનો વિષય (ગ્રાહ્ય) હોય છે અર્થાત તેને જ જ્ઞાન જાણે છે એવું અમે જૈનો સ્વીકારી શકીએ નહિ અને જો અમે જૈનો એવું સ્વીકારીએ તો જેમને અમે જૈનોએ પ્રમાણ તરીકે સ્વીકાર્યા છે તે સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, વગેરે પ્રમાણો નથી એવું સ્વીકારવાની આપત્તિ અમારા જૈનો ઉપર આવી પડે [કારણ કે સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન વગેરેનો વિષય વર્તમાન ન હોવાથી તે સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન વગેરે અર્થજન્ય ઘટતા નથી. બૌદ્ધો અર્થને સર્વથા ક્ષણિક માને છે અને વળી સાથે સાથે તેઓ એ પણ માને છે કે જે અર્થ જ્ઞાનનો જનક હોય છે તે જ તેનો ગ્રાહ્ય (વિષય) હોય છે. પરંતુ તેઓના મતમાં પણ જનક અર્થ અને જન્ય જ્ઞાન વચ્ચે ગ્રાહ્ય-ગ્રાહકસંબંધ સંભવતો નથી કારણ કે જ્યારે અર્થ અસ્તિત્વ ધરાવે છે ત્યારે જ્ઞાનનું અસ્તિત્વ હોતું નથી અને જ્યારે જ્ઞાન અસ્તિત્વ ધરાવે છે ત્યારે અર્થનું અસ્તિત્વ હોતું નથી કારણ કે ક્ષણિક હોવાથી નાશ પામી ગયો હોય છે.)
બૌદ્ધ– લોઢાના ગોળાને ચીપિયો પકડે છે. આમ લોઢાનો ગોળો ગ્રાહ્ય છે અને ચીપિયો ગ્રાહક છે. જન્યજનકસંબંધ જેમનામાં નથી તેમની વચ્ચે જોવા મળતા આવા ગ્રાહ્યગ્રાહકસંબંધ જેવો કોઈ ગ્રાહ્યગ્રાહકસંબંધ અર્થ અને જ્ઞાન વચ્ચે નથી. તેમની વચ્ચેનો ગ્રાહ્યગ્રાહકસંબંધ એ તો જનક અને જન્ય વચ્ચેનો સંબંધ જ છે, એ સિવાય બીજો કોઈ સંબંધ નથી. ધર્મકીર્તિએ કહ્યું પણ છે, “જો અમને બૌદ્ધોને પૂછવામાં આવે કે જ્ઞાનનું
જ્યારે અસ્તિત્વ છે ત્યારે જેનું અસ્તિત્વ જ નથી તે જ્ઞાનનું ગ્રાહ્ય કેવી રીતે ઘટી શકે, તો અમારો બૌદ્ધોનો ઉત્તર છે કે પોતાના જેવો આકાર જ્ઞાનને આપવાના સામર્થ્યવાળું જનકત્વ (જ્ઞાનજનકત્વ) જ ગ્રાહ્યત્વ છે એમ તાર્કિકો સમજે છે.”
હેમચન્દ્રાચાર્ય-ક્ષણિકવાદી બૌદ્ધોના આ મતમાં નીચેના દોષો છે, આપત્તિઓ છે. એક દોષ તો એ કે સર્વજ્ઞના વર્તમાનક્ષણવર્તી જ્ઞાનનો વિષય તે જ વર્તમાનક્ષણવર્તી અર્થ કોઈ પણ રીતે બની શકશે નહિ, ઘટી શકશે નહિ, કારણ કે તે વર્તમાનક્ષણવર્તી અર્થ તે જ વર્તમાનક્ષણવર્તી જ્ઞાનનો જનક નથી અને તમારા બોદ્ધોના મતે) જે જનક ન હોય તે ગ્રાહ્ય (વિષય) ન હોય. વળી, તમે બૌદ્ધો તો સ્વસંવેદનને સ્વીકારો છો અર્થાત જ્ઞાન પોતે પોતાને જાણે છે એમ સ્વીકારો છો. આનો અર્થ એ કે એક જ જ્ઞાન એક જ સમયે પોતે પોતાનું ગ્રાહ્ય પણ છે અને ગ્રાહક પણ છે એ તમે બૌદ્ધો માનો છો. પરંતુ જ્ઞાનનું જે જનક હોય છે તે જ જ્ઞાનનું ગ્રાહ્ય હોય છે આ બૌદ્ધ માન્યતા અહીં મુશ્કેલી ઊભી કરે છે. જ્ઞાન પોતે પોતાને ઉત્પન્ન કરતું નથી, તો પછી તે પોતાનું ગ્રાહ્ય કેવી રીતે બનશે? અથવા, જ્ઞાન પોતે પોતાથી ઉત્પન્ન થતું નથી તો તે પોતે પોતાનું ગ્રાહક કેવી રીતે બનશે ? આ બધાનો વિચાર બૌદ્ધોએ કરવો જોઈએ. તેથી, જેમ ઘટ પોતાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org